IPLની ડેબ્યૂ ટીમનું 'નામકરણ':સંજીવ ગોયન્કા ગ્રુપની ટીમનું નામ 'લખનઉ સુપર જાયન્ટ્સ' રાખવામાં આવ્યું, અમદાવાદ ફ્રેન્ચાઈઝીના નામ અંગે સસ્પેન્સ યથાવત્

4 મહિનો પહેલા
  • લખનઉના RSPG ગ્રુપે 7090 કરોડ રૂપિયા અને અમદાવાદની CVC કેપિટલ્સે 5625 કરોડ રૂપિયામાં ટીમ ખરીદી

IPL 2022થી 2 નવી ટીમ લીગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, એમાની લખનઉ ફ્રેન્ચાઈઝીએ ઓફિશિયલ નામની જાહેરાત કરી દીધી છે. સંજીવ ગોયન્કાની ટીમ આ ટૂર્નામેન્ટમાં 'લખનઉ સુપર જાયન્ટ્સ'ના નામથી મેદાનમાં ઉતરશે. ટીમના માલિક સંજીવ ગોયન્કાએ વીડિયો મેસેજ દ્વારા નામની જાહેરાત કરી છે. જોકે હજુ સુધી અમદાવાદની ફ્રેન્ચાઈઝીએ ઓફિશિયલ નામ જાહેર કર્યું નથી.

મેન્ટોર ગંભીરે સંકેતો આપ્યા હતા
ગૌતમ ગંભીરે IPLની નવી ટીમ લખનઉનું નામ જાહેર કરતી એક પોસ્ટ શેર કરી હતી. ગંભીરે ઈન્સ્ટાગ્રામ પર ટીમના સંપૂર્ણ નામના 2 અક્ષર સમજી શકાય એવી માહિતી શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે IPL 2022માં 2 નવી ટીમ રમતી જોવા મળશે. જેમાં આ સીઝનથી અમદાવાદ અને લખનઉ એમ 2 ફ્રેન્ચાઈઝી સામેલ થઈ છે. તેવામાં હવે અમદાવાદની ટીમનું ઓફિશિયલ નામ શું હશે એ અંગે સસ્પેન્સ યથાવત છે.

તમને જણાવી દઈએ કે લખનઉએ ગંભીરને મેન્ટોર અને એન્ડી ફ્લાવરને હેડ કોચ બનાવ્યો છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે ટીમ કે.એલ.રાહુલને પોતાની સાથે જોડી કેપ્ટન બનાવી શકે છે.

લખનઉનું સિલેક્શન ગેમ-ચેન્જર બની શકે છે- રાહુલ, સ્ટોઈનિસ અને બિશ્નોઈ
લખનઉ ટીમનું આ સિલેક્શન ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કે.એલ.રાહુલે એકપણ IPL ટ્રોફી જીતી નથી, પરંતુ તેણે બેટિંગ કરી શાનદાર 500+ રનનો સ્કોર કર્યો છે. વળી, IPL 2020માં તો રાહુલે શાનદાર પ્રદર્શન દાખવી ઓરેન્જ કેપ મેળવી લીધી હતી.

એવામાં હવે સ્ટોઈનિસની વાત કરીએ તો દિલ્હી માટે તેણે લાસ્ટ 3 સીઝન રમી છે, જેમાં શાનદાર પ્રદર્શન દાખવ્યું છે. તેણે IPLમાં કુલ 56 મેચ રમી છે, જેમાંથી 135.81ના સ્ટ્રાઈક રેટથી તેણે 914 રન કર્યા છે. સ્ટોઈનિસે આની સાથે 30 વિકેટ પણ લીધી છે.

રવિ બિશ્નોઈ પણ IPLની 23 મેચમાં 24 વિકેટ લઈ ચૂક્યો છે. વળી, જોવા જેવી વાત એ છે કે રાહુલની સાથે સ્ટોઈનિસ અને બિશ્નોઈ પણ પંજાબ માટે રમી ચૂક્યો છે.

અમદાવાદની ટીમને લઈને હાર્દિક ઉત્સુક
હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે નવી IPLની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. મળીએ જલદી...

હાર્દિક પંડ્યાને રૂ. 15 કરોડ મળશે
IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે. espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને સાત કરોડ મળશે.

CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી
IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. એવામાં હવે આ ટીમ સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટી બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જોકે BCCI આ અંગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે

કોચિંગ સ્ટાફ પણ પસંદ કરાઈ ગયો છે
અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.

મેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.

અન્ય સમાચારો પણ છે...