તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sanjana Returned To Work After The Wedding, Hosted The Show In The Second ODI; Social Media Users Asked Sharp Questions To The Indian Fast Bowler

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુમરાહ હનીમૂન પર એકલો શું કરે છે?:લગ્ન પછી સંજના કામ પર પરત ફરી, બીજી વનડેમાં શો હોસ્ટ કર્યો; સોશિયલ મીડિયા યુઝર્સે ભારતીય ફાસ્ટ બોલરને તીખા પ્રશ્નો પૂછ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેન્સે સોશિયલ મીડિયામાં લખ્યું, સંજના કામ પર પરત ફરી તો બુમરાહ હનીમૂન પર કોની સાથે છે?

ભારતીય ફેન્સ જસપ્રીત બુમરાહને સોશિયલ મીડિયા પર ટેગ કરીને તીખા પ્રશ્નો પૂછી રહ્યા છે. તેનું કારણ એ છે કે જસપ્રીતની વાઈફ સંજના ગણેશન લગ્ન પછી કામ પર પરત ફરી છે. જ્યારે બુમરાહ હવે સીધો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જ રમતો દેખાશે. ત્યારે ફેન્સ સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે, બુમરાહ હનીમૂન પર એકલો શું કરે છે? સંજના કામ કરે છે તો બુમરાહ હનીમૂન પર કોની સાથે છે?

15 માર્ચે ગોવામાં લગ્ન કર્યા હતા
ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને ગુપ્ત રાખી હતી. નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોની હાજરીમાં તેઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે. divyabhaskar.comએ 9 માર્ચના રોજ પોતાના અહેવાલમાં આ વાત કરી હતી કે જસપ્રીત બુમરાહ ગોવામાં 15 માર્ચના રોજ સંજના સાથે લગ્ન કરશે.

બુમરાહે લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
બુમરાહે લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
લવબર્ડ્સ જસપ્રીત અને સંજના.
લવબર્ડ્સ જસપ્રીત અને સંજના.

બીટેક કરી ચૂકીને ટીવી એન્કર સંજના ગણેશન
સંજનાએ 2012માં સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં બીટેક કર્યું છે. ગ્રેજ્યુએશન પછી એક વર્ષ સુધી સંજનાએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું છે. તે 2014માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. સંજનાએ એમટીવીના શો સ્પ્લિટ્સવિલાની 14મી સિઝનમાં ભાગ પણ લીધો હતો. આ શો પછી સંજનાએ નક્કી કર્યું કે તે સ્પોર્ટ્સ એન્કર તરીકે પોતાની કેરિયર શરૂ કરશે. સંજના IPLની ગત સિઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સના ફેન શોની હોસ્ટ હતી.

IPL ઓક્શન દરમિયાન ટીવી પર પ્રેઝન્ટ કરતી સંજના ગણેશન.
IPL ઓક્શન દરમિયાન ટીવી પર પ્રેઝન્ટ કરતી સંજના ગણેશન.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો