ભારત-પાકિસ્તાનની ક્રિકેટવાળી લવસ્ટોરી:5 મહિનાની દોસ્તી બાદ સાનિયા-શોએબે લગ્ન કર્યા હતા, મોહસીન-રીનાના સંબંધો તૂટી ગયા હતા

સ્પોર્ટ્સ ડેસ્કએક મહિનો પહેલા

T20 વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ મેચો પૂરી થઈ ગઈ છે. સુપર-12 ટીમો નક્કી કરવામાં આવી છે. હવે 23 ઓક્ટોબરે મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ થવાની છે. જ્યારે પણ આ બંને ટીમો સામે આવે છે ત્યારે હરીફાઈ, નોક-ઝોક, ટેન્શન અને દબાણ જેવા શબ્દો વધુ સંભળાવા લાગે છે. આ બધાથી કંઈક અલગ અને લાવ્યા છીએઅમે સરહદ પારના ખેલાડીઓની કેટલીક ભારતીય પ્રેમ કહાનીઓ લાવ્યા છીએ, જે હેડલાઇન્સમાં રહી હતી. 5 પ્રખ્યાત ભારત-પાક લવ સ્ટોરી તમે પણ વાંચવી જોઈએ...

સાનિયા મિર્ઝા-શોએબ મલિક
ભારતની પ્રખ્યાત ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની લવ સ્ટોરી એવી કહાનીઓમાંથી એક છે જેણે બંને દેશોમાં હલચલ મચાવી દીધી હતી. જ્યારે તેમના સંબંધોનો મામલો સામે આવ્યો ત્યારે સાનિયાની દેશભક્તિ પર પણ સવાલો ઉઠ્યા હતા. શોએબ-સાનિયાએ આવા મુશ્કેલ સમયમાંથી પસાર થયા પછી માત્ર લગ્ન જ નથી કર્યા, પરંતુ અત્યાર સુધી તેમના સંબંધોને જાળવી પણ રાખ્યા છે.

બંનેની પહેલી મુલાકાત વર્ષ 2004-2005માં ભારતમાં થઈ હતી. જો કે તે મુલાકાતમાં બંનેની વધારે વાતચીત થઈ ન હતી. તેના થોડા વર્ષો પછી 2009-2010 માં, બંને ઓસ્ટ્રેલિયન શહેર હોબાર્ટમાં એકબીજાને મળ્યા. સાનિયા ટેનિસ રમવા અને શોએબ પોતાની ટીમ સાથે ક્રિકેટ રમવા ગયો હતો. આ સમયે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. અહીં મિત્રતામાં વધારો થયો હતો.

લગભગ 5 મહિના સુધી એકબીજાને જાણ્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 12 એપ્રિલ 2010ના રોજ બંનેના લગ્ન થયા. લગ્નની તમામ વિધિ સાનિયાના હોમટાઉન હૈદરાબાદમાં થઈ હતી. આ પછી લાહોરમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાનિયાએ પોતાની આત્મકથા 'એસ અગેંસ્ટ ઓડ્સ' માં લખ્યું છે કે શોએબ તેના જીવનમાં ત્યારે આવ્યો જ્યારે તે પોતાની પ્રોફેશનલ લાઈફમાં સમસ્યાઓનો સામનો કરી રહી હતી.

હસન અલી-શામિયા આરઝૂ
હરિયાણામાં રહેતી શામિયા આરઝૂ એરોનોટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા બાદ જેટ એરવેઝમાં એર હોસ્ટેસ તરીકે જોડાઈ હતી. થોડા સમય પછી તેણે ફ્લાઇટ એન્જિનિયર તરીકે અમીરાત એરલાઇન્સમાં કામ કરવાનું શરૂ કર્યું. દુબઈમાં ડિનર દરમિયાન શામિયામી મુલાકાત પાકિસ્તાની બોલર હસન અલીને સાથે થઈ હતી. આ મુલાકાત પછી હસનને શામિયા પસંદ પડી. બંને લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું આ પછી બંનેએ વર્ષ 2019માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

જો કે શામિયાનો પતિ હસન અલી પણ ક્રિકેટર છે, પરંતુ એક ઈન્સ્ટાગ્રામ લાઈવમાં શામિયાએ ખુલાસો કર્યો કે તેનો ફેવરિટ ક્રિકેટર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી છે. હસન અલી હાલમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ભાગ નથી.

મોહસીન ખાન-રીના રોય
80ના દાયકામાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી રીના રોય અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાની મિત્રતાની ચર્ચા દરેક જગ્યાએ થતી હતી. લોકોને લાગતુ હતુ કે જલ્દી જ બંને લગ્ન કરશે. શત્રુઘ્ન સિંહાએ 1981માં લગ્ન કર્યા હતા. પરંતુ પૂનમ સિંહા સાથે. લગ્ન પછી પણ શત્રુઘ્નની રીના સાથે મિત્રતા ચાલુ રહી હતી. ટૂંક સમયમાં રીનાને સમજાયું કે તેણે આ સંબંધમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ ખરાબ તબક્કા દરમિયાન મોહસીન રીનાના જીવનમાં આવ્યો. શત્રુઘ્ન સાથે બ્રેકઅપ થયાના થોડા સમય બાદ રીનાએ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યા હતા.

આ સમયે બંને પોતાની કારકિર્દીની ટોચ પર હતા. બંનેએ લાહોરમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. મોહસીન અને રીનાને એક પુત્રી પણ છે જેનું નામ જન્નત છે. લગ્નના થોડા વર્ષો પછી રીના અને મોહસીનના છૂટાછેડા થઈ ગયા. મોહસીન પરિવાર સાથે લંડનમાં સેટલ થવા માંગતો હતો, પણ રીના આ વાતથી ખુશ નહોતી. એ જ તેમના તલાકનું કારણ માનવામાં આવે છે. તલાક પછી રીનાને પુત્રીની કસ્ટડી મળી. તેણે પોતાની દીકરીનું નામ પણ બદલીને સનમ રાખ્યું હતુ.

ઈમરાન ખાન - ઝીનત અમાન
નવેમ્બર 1979 માં, પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેના ભારત પ્રવાસ પર હતી. તે સમયે પાકિસ્તાનના કેપ્ટન ઈમરાન ખાન હતા. ત્યારથી ઝીનત અને ઈમરાન ઘણી વખત સાથે ફરતા જોવા મળ્યા હતા. જે બાદ બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. તેમના લગ્નની અફવાઓ પણ ચાલી હતી.

એક તરફ બંનેની લવસ્ટોરીને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી તો બીજી તરફ બંને સ્ટાર્સે અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેના પછી ઈમરાન ખાને જેમિમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા અને ઝીનત અમાને મઝહર ખાન સાથે લગ્ન કર્યા. જો કે, બંનેએ ક્યારેય તેમના અફેરની વાતને જાહેરમાં સ્વીકારી નથી કે ઈનકાર કર્યો નથી.

થોડા વર્ષો પછી જ્યારે ઝીનત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા લાહોર પહોંચી તો ત્યાંના પત્રકારોએ તેને તેના અને ઈમરાનના સંબંધો વિશે પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન ઝીનતે કહ્યું કે આપણે ભૂતકાળની વાતો પર ચર્ચા ન કરવી જોઈએ. હવે અમારા બાળકો મોટા થઈ ગયા છે અને અમે વૃદ્ધ થયા છીએ.ભૂતકાળની વાતોને ભૂતકાળમાં જ રહેવા દો.

વસીમ અકરમ-સુષ્મિતા સેન
પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમ અને સુષ્મિતા સેન 2008માં રિયાલિટી શો 'એક ખિલાડી એક હસીના'ના સેટ પર મળ્યા હતા. બંને આ શો માં જજની ભૂમિકા ભજવી રહ્યા હતા. આ સમયે વસીમ પરિણીત હતો. સેટ પર બંનેની નિકટતાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કહેવાય છે કે વર્ષ 2009માં વસીમની પત્ની હુમાના મૃત્યુ બાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે કંઈ જ કહ્યું નથી. બંને સાથે હરતા- ફરતા અને ઘણી ફિલ્મ સ્ક્રિનિંગમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. આ પછી બંનેના ડેટિંગની અફવાઓ ઉડવા લાગી હતી. એવું પણ કહેવાતું હતું કે બંને ટૂંક સમયમાં સાથે રહેવાના છે.

આ અફવાઓ બાદ સુષ્મિતા સેને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેણે વસીમને પોતોનો મિત્ર જણાવ્યો અને આ અફવાઓને નકારી હતી. જ્યારે, વસીન અકરમે પણ આ સંબંધનો ઈન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...