સનરાઇઝર્સ હૈદરાબાદના ક્રિકેટર સંદીપ શર્મા પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ તાશા સાત્ત્વિક સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. મહત્ત્વપૂર્ણ છે કે IPL 2021નો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહ્યો છે, પરંતુ આની પહેલાં SRHના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ પોતાની જિંદગીની નવી ઈનિંગ શરૂ કરી દીધી છે.
ગર્લફ્રેન્ડ સાથે 7 ફેરા ફર્યા
સંદીપ શર્માએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને પોતાના ફેન્સને લગ્ન સંબંધી જાણકારી આપી હતી. તેની IPL ટીમ SRHએ પણ ટ્વિટર પર તાશા અને સંદીપના લગ્ન પ્રસંગની તસવીર શેર કરીને જિંદગીની નવી ઈનિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, હૈદરાબાદની ટીમે તાશાનું SRH ફેમિલીમાં સ્વાગત કર્યું હતું.
સંદીપ-તાશાનો સાઉથ ઈન્ડિયન લુક વાઇરલ
સંદીપ શર્મા અને તાશા સાત્ત્વિકે સાઉથ ઈન્ડિયન વેડિંગ આઉટફિટમાં લગ્ન કર્યાં હતાં. સંદીપે સફેદ ધોતી અને કુરતો પહેર્યો હતો, જ્યારે તાશાએ ઓરેન્જ-રેડની કાંજીવરમ સાડી પહેરી હતી. આ બંને જોડીનો સાઉથ ઈન્ડિયન ટ્રેડિશનલ લુક અત્યારે ચર્ચામાં છે.
લગ્ન પછી ભાગ્યોદય થશે?
સંદીશ શર્મા માટે IPL 2021 ફેઝ-1 ઘણો પડકારરૂપ રહ્યો છે. તેણે 3 મેચમાં 109 રન આપી માત્ર 1 જ વિકેટ લીધી છે. હવે લગ્ન પછી તેનો ભાગ્યોદય થાય છે કે કેમ એ અંગેની ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે.
31 ઓગસ્ટે UAE જવાની તૈયારી
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPL 2021માં ભાગ લેવા માટે 31 ઓગસ્ટે UAE જશે. જો પહેલા ફેઝમાં ટીમના પ્રદર્શનની વાત કરીએ તો SRHની ટીમ 7 મેચમાંથી માત્ર 1 જ જીતી શકી છે. અત્યારે તે પોઇન્ટ ટેબલમાં પણ સૌથી છેલ્લા ક્રમે હોવાથી IPL ફેઝ-2માં બાઉન્સ બેક કરવું આ ટીમ માટે અનિવાર્ય બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.