તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યૂટનેસ અલર્ટ:સમાઇરાએ રોહિતની કોપી કરીને બતાવ્યું કે પપ્પા કેવી રીતે સિક્સ મારે છે, મમ્મી રિતિકાએ કહ્યું- હેલ્મેટમાં ઋષભચાચુ જેવી લાગે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાઇરાના મિની પુલ-શોટવાળો વિડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે

ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. એમાં ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને તેની વાઈફ રિતિકા દીકરી સમાઇરા સાથે વાત કરતાં જોવા મળે છે. વીડિયોમાં સમાઇરા મુંબઈ ઇન્ડિયન્સનું હેલ્મેટ પહેરીને પપ્પા રોહિત કેવી રીતે સિક્સ મારે છે તેની એક્શન કરી બતાવે છે. આ ક્યૂટ વીડિયો અત્યારે સમગ્ર પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહ્યો છે.

રોહિતે સમાઇરાને કહ્યું, તું તો વિકેટકીપર જેવી લાગે છે
રોહિત સમાઇરાને કહે છે કે તું હેલ્મેટમાં વિકેટકીપર જેવી લાગે છે. વિકેટકીપર્સ આવા મોટા હેલ્મેટસ જ પહેરતા હોય છે. તો રિતિકાએ કહ્યું, તું તો ઋષભચાચુ (અંકલ/કાકા) જેવી લાગે છે.

સમાઇરાએ મુંબઈ ઇન્ડિયન્સ કહ્યું અને રોહિત ખુશ થઈ ગયો
વીડિયોમાં આગળ રિતિકા હેલ્મેટ પર મુંબઈ ઇન્ડિયન્સના લોગો તરફ ઈશારો કરતાં દીકરીને પૂછે છે કે- આ શું છે? સમાઇરા એકદમ ક્યૂટ્લી કહે છે - મુંબઈ ઇન્ડિયન્સ. આ સાંભળીને રોહિત ખુશ થઈ જાય છે.

મુંબઈ સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બન્યું
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા છે. રોહિતની કપ્તાનીમાં ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સ છે. તેઓ 2010, 2011 અને 2018 એમ કુલ ત્રણવાર ખિતાબ જીત્યા છે તેમજ સૌથી વધુ 8 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. ટીમ 2008, 2012, 2013, 2015 અને 2019માં રનરઅપ રહી હતી.

કોલકાતા અને હૈદરાબાદ 2-2 વાર ચેમ્પિયન બન્યું છે. કોલકાતા 2012, 2014 અને હૈદરાબાદ 2009, 2016માં ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાને એકવાર 2008માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પંજાબ, દિલ્હી અને બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બનવામાં સફળ થઈ નથી. ગઈ સીઝનમાં મુંબઈએ દિલ્હીને હરાવીને 5મી વાર કપ ઉપાડ્યો હતો.

ગાવસ્કરે કહ્યું, મુંબઈને હરાવવું દરેક માટે અઘરું રહેશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 શરૂ થાય એ પહેલાં ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે બહુ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું હતું કે IPL 2021માં મુંબઈ ઇન્ડિયન્સને હરાવવું બહુ અઘરું રહેશે. મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ IPL પહેલાં ફોર્મમાં આવી ગયા છે. ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જે રીતે બેટિંગ કરી રહ્યા છે એનાથી એવું જ લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સને હરાવવું બધા માટે બહુ અઘરું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો