તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ડિયન ફેન્સે ઈંગ્લિશ ખેલાડીને ધમકાવ્યો:સેમ બિલિંગ્સે હરમનપ્રીત કૌરની પ્રશંસા કરી, ફેન્સ બોલ્યા- અમારા દેશની છોકરી જોડે ફ્લર્ટ કરવાનું બંધ કરી દે

2 મહિનો પહેલા
ફાઇલ ફોટો
  • એક યૂઝરે કટાક્ષ કરતા કહ્યું- તુ ઘણો નસીબદાર છે કે હરમનપ્રીત કૌર તારી બહેન છે

ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત અંગે સેમ બિલિંગ્સે ટ્વીટ કરતા વિવાદોમાં ઘેરાયો છે. એણે હરમનપ્રીતની પ્રશંસા કરવાનું શરૂ કરતા ઈન્ડિયન ફેન્સ તેના પર ભડક્યા હતા. એમણે કહ્યું કે હરમનપ્રીત કૌર તારી બહેન જેવી છે. અમારા દેશની છોકરી સાથે ફ્લર્ટ કરવાનું બંધ કરી દે. અત્યારે હરમનપ્રીત કૌર 'ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં માનચેસ્ટર ઓરિજિનલ્સ ટીમમાંથી રમી રહી છે.

હરમનપ્રીતે આક્રમક બેટિંગ કરી
માનચેસ્ટરની ટીમમાંથી બેટિંગ કરતા સમયે હરમનપ્રીત કૌરે પોતાની બેટિંગથી ઈંગ્લિશ દર્શકોના પણ દિલ જીતી લીધા હતા. એણે માત્ર 16 બોલમાં આક્રમક 29 રન કર્યા હતા, જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. હરમપ્રીતે 6 ચોગ્ગાની સહાયતાથી 24 રન તો માત્ર બાઉન્ડરી દ્વારા જ મેળવી લીધા હતા. હરમનપ્રીતને ઓવલ ઈન્વિન્સીબલની બોલર ટૈશ ફૈરંટે આઉટ કરી હતી.

હરમનપ્રીતની ટીમ મેચ હારી ગઈ
માનચેસ્ટર ઓરિજિનલ્સે પહેલા બેટિંગ કરીને 100 બોલમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓવલ ઇનવિંસિબલ્સે 2 બોલ પહેલા 139 રનનો સ્કોર ચેઝ કરીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી.

સેમ બિલિંગ્સ તો હરમનપ્રીતનો ફેન થઈ ગયો
ભલે માનચેસ્ટર ઓરિજિનલ્સ આ મેચ જીતી શકી નહતી, પરંતુ હરમનપ્રીતની આક્રમક ઈનિંગે દર્શકોની સાથે ઇંગ્લિશ ખેલાડીના પણ દિલ જીતી લીધા હતા. તેવામાં ઇંગ્લેન્ડના ક્રિકેટર સેમ બિલિંગ્સે પણ હરમનપ્રીતના વખાણ કર્યા હતા. એણે ટ્વીટ કરીને લખ્યું હતું કે હરમનપ્રીત કૌર તો 'GUN' છે.

ફેન્સે સેમ બિલિંગ્સને ધમકાવી નાખ્યો
સેમ બિલિંગ્સના ટ્વીટ પછી હરમનપ્રીત કૌરના ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. એમણે ટ્વીટનો જવાબ આપતા લખ્યું હતું કે અમારા દેશની છોકરી સાથે ફ્લર્ટ કરવાનું બંધ કરી દે. એ તારી સાથે લગ્ન નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...