અર્શદીપના પિતાને આશા છે ભારત વર્લ્ડકપ જીતશે:કહ્યું- ટ્રોલ કરનારના મોઢા બંધ નથી કરાવી શક્તો, દીકરાએ 2018માં પણ ટીમને વિશ્વવિજેતા બનાવી હતી

17 દિવસ પહેલા

એશિયા કપમાં પોતાની શાનદાર બોલિંગથી લોકોનું દિલ જીતનાર યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આગામી T-20 વર્લ્ડકપમાં પોતાના દમ પર ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી શકે છે. આવો દાવો અમે નથી કરતા, તેમના પિતા દર્શન સિંહે ભાસ્કર સાથેના ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. પિતાએ આની સાથે જ પાકિસ્તાન વિરુદ્ધ અર્શદીપના કેચ છોડવા અને ખાલિસ્તાની કહેવા મુદ્દે પણ વાત કરી છે.

અર્શદીપ સિંહ તેની માતા બલજિત કૌર અને પિતા દર્શન સિંહ સાથે.
અર્શદીપ સિંહ તેની માતા બલજિત કૌર અને પિતા દર્શન સિંહ સાથે.

સવાલ- T-20 વર્લ્ડકપમાં અર્શદીપનું સિલેક્શન થયું છે. જે રીતે એશિયા કપમાં તેનું પ્રદર્શન રહ્યું એ વિશે તમે શું કહેશો?
જવાબ- વર્લ્ડકપમાં સિલેક્ટ થવા બદલ હું ખૂબ ખુશ છું. અર્શદીપ અંડર-19 વર્લ્ડકપ રમવા ગયો ત્યાં પણ વિશ્વકપ જીતી આવ્યો છે અને હવે ઓસ્ટ્રેલિયા જાય છે ત્યાં પણ ટ્રોફી લઈને આવશે. અમને પૂરી આશા છે.

સવાલ- પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપમાં અર્શદીપે આસિફ અલીનો કેચ છોડ્યો હતો, એ બાદ તે ઘણો ટ્રોલ થયો હતો, તેના વિકિપીડિયા પેજ પર કોઈ યુઝરે એડિટ કરી ખાલિસ્તાની લખ્યું હતું. આ વિશે તમે શું કહેશો?
જવાબ- પિતા તરીકે મને ઘણું ખરાબ લાગ્યું. તે હાલ 23 વર્ષનો છે. હું ટ્રોલ વિશે વધારે કહેવા નથી માગતો. આપણે દરેકના મોઢા બંધ નથી કરી શકતા. પ્રશંકો વગર કોઈ રમત ન થઈ શકે. ખાલિસ્તાની વાત પર હું કઈ કહેવા નથી માગતો.

જ્યારે અર્શદીપની ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ માટે પસંદગી થઈ ત્યારે તે પરિવાર સાથે ફિલ્મ જોવા ગયો હતો. આ તસવીર ત્યારની છે.
જ્યારે અર્શદીપની ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ માટે પસંદગી થઈ ત્યારે તે પરિવાર સાથે ફિલ્મ જોવા ગયો હતો. આ તસવીર ત્યારની છે.

સવાલ- જ્યારે તમને માહિતી મળી કે અર્શદીપનું સિલેક્શન વર્લ્ડકપમાં થયું છે, એ સમયે તમારું રિએક્શન કેવું હતું?
જવાબ- અમારા માટે ખૂબ જ ભાવુક પળ હતી. અર્શદીપને જાણ પણ નહોતી કે તેનું સિલેક્શન થયું છે. તે પ્રેક્ટિસ કરવા ગયો હતો. પછી મેં તેને ફોન કર્યો અને કહ્યું કે તું વર્લ્ડકપનો ભાગ છે. ત્યાર બાદ અમે ઉજવણી પણ કરી. અમે પંજાબી ફિલ્મ 'મેરા વ્યાહ કરા દો' પણ જોવા ગયા હતા.

સવાલ- ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પહેલી મેચ રમશે, 2007 પછી ભારતીય ટીમ કોઈ વર્લ્ડકપ જીતી શકી નથી. ટીમ ઈન્ડિયા પાસેથી તમારી શી અપેક્ષાઓ છે?
જવાબ- વર્લ્ડ કપની તમામ મેચો અમારા માટે મહત્ત્વની છે. પછી એ પાકિસ્તાન સાથે હોય કે ઓસ્ટ્રેલિયા સાથે. હું ઈચ્છું છું કે આપણી ટીમ વર્લ્ડકપ જીતે.

સવાલ- અર્શદીપ માત્ર 23 વર્ષનો છે, આટલી નાની ઉંમરમાં આ લેવલે પહોંચ્યો છે. તમે તેને શું સમજાવતા, કેવી રીતે પ્રોત્સાહિત કરતા?
જવાબ- મારો અર્શદીપ એમનેએમ અહીં પહોંચ્યો નથી. તેનામાં ઘણી પરિપક્વતા આવી ગઈ છે. તે દરેક વસ્તુને ખૂબ જ સકારાત્મક રીતે લે છે.

સવાલ- તમે એશિયા કપમાં કહ્યું હતું કે તે બાબર આઝમની વિકેટ લેશે, શું લાગે છે આ વખતે એવું થશે?
જવાબ- બાબર આઝમની વિકેટ કોઈપણ લઈ શકે છે, પરંતુ ટીમ ઈન્ડિયા જીતવી જોઈએ. ભલે વિકેટ બુમરાહને મળે કે પછી અર્શદીપને. 23 વર્ષીય અર્શદીપ સિંહ વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી ટીમનો સૌથી યુવા ખેલાડી છે. ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે.

અન્ય સમાચારો પણ છે...