કોહલીનો રમૂજી અવતાર:કહ્યું- આજે ધવનની મિમિક્રી કરીશ, પછી આબેહૂબ ધવનની બેંટિગ સ્ટાઈલની નકલ કરી

એક મહિનો પહેલા

ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વોર્મઅપ મેચ રમાશે. વોર્મઅપ મેચ અગાઉ સોશિયલ મીડિયા પર કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શિખર ધવનની બેંટિગ સ્ટાઈલની નકલ કરતો નજરે આવી રહ્યો છે.

કેપ્ટન કોહલીનો રમૂજી સ્વભાવ
વિરાટ કોહલીએ વીડિયોમાં કહ્યું- હું આજે શિખરની બેટિંગ સ્ટાઈલની મિમિક્રી કરીશ, કેમકે તે પોતાનામાં જ ખોવાઈ જાય છે, તે નિહાળવાની મજા આવે છે. ત્યાર બાદ કોહલી ધવનની બેટિંગની નકલ કરવા લાગે છે. જે અંદાજમાં ઈન્ડિયન કેપ્ટને શિખર ધવનની બેંટિગ સ્ટાઈલની કોપી કરી છે, તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

ફોટો- સોશિયલ મીડિયા
ફોટો- સોશિયલ મીડિયા

વર્લ્ડકપની ટીમમાં ધવન નથી
અનુભવી ઓપનિંગ બેટર શિખર ધવનને ટી-20 વર્લ્ડકપ ટીમમાં જગ્યા મળી નથી. હાલમાં જ ધવન IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. ધવન દિલ્હી તરફથી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો. તેણે IPLની 16 ઈનિંગ્સમાં 39.13ની એવરેજથી 587 રન બનાવ્યાં.

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતની આશા
ટી-20 વર્લ્ડકપમાં ઈન્ડિયન ટીમને જીતની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટમાં કોહલી એન્ડ કંપની પોતાના અભિયાનની શરુઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચથી કરશે. ત્યાર બાદ 31 ઓક્ટોબરે ટીમ ન્યૂઝીલેન્ડ અને 3 નવેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમશે. 5 નવેમ્બરે ટીમનો સામનો B1 અને 8 નવેમ્બર A2 સામે થશે.

અન્ય સમાચારો પણ છે...