તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહા અને ઇશાંતે રજૂ કરી ટેસ્ટ માટે દાવેદારી:રિદ્ધિમાને સિડનીમાં શરૂ કરી ટ્રેનિંગ; NCAમાં દ્રવિડ અને સુનિલ જોશીની હાજરીમાં ઇશાંતે બોલિંગ કરી

સિડની5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ માટે ઋષભ પંત સાથે ટીમમાં સામેલ સીનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ પણ નેટ્સમાં પ્રેક્ટિસ કરી. તે ઇજાના કારણે છેલ્લા 4 અઠવાડિયાથી ક્રિકેટથી દૂર હતો. IPL દરમિયાન ગ્રોઇન (જાંઘ અને કમરની વચ્ચે) ઇન્જરી થઇ હતી. જ્યારે બીજી તરફ, ફાસ્ટ બોલર ઇશાંત શર્મા પણ બુધવારે બેંગલોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ચીફ સિલેક્ટર સુનિલ જોશી અને NCA ચીફ રાહુલ દ્રવિડની હાજરીમાં બોલિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. શર્માને IPL દરમિયાન ઇજા હોવાથી તે દિલ્હી કેપિટલ્સ માટે આખી ટૂર્નામેન્ટમાં રમી શક્યો નહોતો. શર્મા ટેસ્ટ ટીમ માટે સંભવિતોની સૂચિમાં સામેલ છે.

BCCIએ સાહાનો નેટ્સમાં પ્રેક્ટિસ કરતો વીડિયો પોસ્ટ કર્યો
સાહા ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો છે. તે અન્ય ખેલાડીઓની સાથે જ ક્વોરન્ટીનમાં છે. પહેલી ટેસ્ટ એડિલેડમાં 17થી 21 ડિસેમ્બર વચ્ચે રમાશે. તેણે IPLની 13મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી 4 મેચમાં 71.33ની એવરેજથી 214 રન બનાવ્યા હતા. તેને નેટ્સમાં શ્રીલંકાના લેફ્ટ આર્મ સ્પેશિયાલિસ્ટ નુવાન સેનેવિરત્ને અને ભારતીય બોલર દયાનંદ ગરાનીની બોલિંગનો સામનો કરતા જોવા મળ્યો હતો. આ પહેલા બોર્ડના અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું હતું કે, સાહા પ્રથમ ટેસ્ટ પહેલા પૂરી રીતે ફિટ થઇ જશે. તે નીતિન પટેલ અને નિક વેબ હેઠળ ઇજામાંથી સ્વસ્થ થઇ રહ્યો છે.

ઇશાંતે NCAમાં 2 કલાક બોલિંગ કરી
ઇશાંતે NCAમાં 2 કલાક બોલિંગ કરી. આ દરમિયાન ચીફ સિલેક્ટર સુનિલ જોશી અને રાહુલ દ્રવિડ પણ ઉપસ્થિત હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ઇશાંત 2 લાંબા સ્પેલ નાખ્યા પછી પણ ફ્રેશ દેખાઈ રહ્યો હતો. બોર્ડે કહ્યું હતું કે, જો તે પ્રથમ ટેસ્ટ પહેલા ફિટ થઇ જાય તો તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો