તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા સમાચાર:સચિન તેન્ડુલકરને હોસ્પિટલમાંથી રજા અપાઈ, કોરોનાના સંક્રમણ પછી સારવાર લઈ રહ્યો હતો

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 27 માર્ચના રોજ સચિન કોરોના પોઝિટિવ આવ્યો હતો
 • હાલમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ભાગ લીધો હતો
 • આ સીરિઝના અન્ય ત્રણ ખેલાડી પણ પોઝિટિવ થયા હતા

સચિન તેન્ડુલકર કોરોના સંક્રમણમાંથી બહાર આવી ગયો છે. સચિનને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હવે તે ઘરમાં જ ક્વોરન્ટિન રહેશે. ઉલ્લેખનિય છે કે સચિનને 27 માર્ચના રોજ કોરના થયો હતો. જેની જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર આપી હતી. ઘરમાં ક્વોરન્ટિન થયા પછી હોક્ટરની સલાહથી તે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

સચિન સિવાય બીજા 3 ખેલાડી પોઝિટિવ
સચિન રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-20માં રમ્યા પછી સંક્રમિત થયો હતો. આ સિવાય આ ટૂર્નામેન્ટમાં રમનારા ભારતના 3 અને પૂર્વ ક્રિકેટર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં યુસુફ પઠાન, ઈરફાન પઠાન અને એસ.બદ્રીનાથ સામેલ છે.

સચિને હાલમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ભાગ લીધો હતો
સચિને હાલમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ભાગ લીધો હતો

સચિનની કેપ્ટનશિપમાં ઈન્ડિયા લેજન્ડ્સ ચેમ્પિયન બની હતી
સચિને 7થી 21 માર્ચની વચ્ચે રાયપુરમાં થયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લીધો હતો. તેની કેપ્ટનશિપમાં ઈન્ડિયા લેજન્ડ્સ ચેમ્પિયન પણ બની હતી. મેચ પહેલાં દરેક ખેલાડીનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતો હતો. સચિને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

સચિને સોશિયલ મીડિયા પર પોતાના પોઝિટિવ થયાની વાત શેર કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો