તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમ્પાયર V/S દ.આફ્રિકન ખેલાડી વિવાદ:મેચ દરમિયાન અમ્પાયરની હરકતોથી ખેલાડીએ પિત્તો ગુમાવ્યો, ડેલ સ્ટેન અને ડીવિલિયર્સ પણ ભડક્યા; જુઓ વીડિયો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ.આફ્રિકાએ 3-2થી સિરીઝમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું, માર્કરમને મેન ઓફ ધ મેચ અને શમ્સીને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કર્યો

દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે 5 T-20 મેચની સિરીઝ ચાલી રહી હતી. જેની નિર્ણાયક મેચને દક્ષિણ આફ્રિકાએ 25 રનથી જીતી લીધી છે. મેચ દરમિયાન અમ્પાયરથી એવી ભૂલ થઈ ગઈ કે ખેલાડીઓ પણ ગુસ્સે થઈ ગયા હતા. એટલું જ નહીં આ ઘટના પર તો ડેલ સ્ટેન અને એબી ડિવિલિયર્સ પણ ભડક્યા હતા. બંનેએ ટ્વીટ કરીને અમ્પાયર પર નિશાન સાધ્યું હતું. જાણો સમગ્ર ઘટનાક્રમને વિગતવાર.......

દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ સિરીઝ 2-2થી લેવલ હતા. જેની પાંચમી સિરીઝ ડિસાઇડર મેચની પહેલી ઇનિંગમાં બેટિંગ દરમિયાન દ.આફ્રિકાનો વિઆન મલ્ડર ક્રીઝ પર હતો. તેવામાં વેસ્ટઇન્ડિઝના બોલર ઓબેદ મેક્કૉયે લેગ સ્ટમ્પની બહાર સ્લૉ બાઉન્સર ફેંક્યો હતો, જે એટલો હાઇ હતો કે બેટ્સમેનના માથા પરથી બાઉન્સ થઈને વિકેટકીપર પાસે ગયો હતો.

દ.આફ્રિકન ખેલાડી અને ક્રિકેટ ફેન્સ પણ ગુસ્સે થયા
ક્રિકેટના નિયમો પ્રમાણે લેગ સાઈડ પર અને એ પણ ખેલાડીની હાઇટથી ઉપરના બોલને વાઇડ આપવામાં આવે છે. પરંતુ બંને અમ્પાયરે આને વાઇડ બોલ નહોતો આપ્યો અને આને લીગલ બોલ માન્યો હતો. બેટ્સમેન પણ અમ્પાયરની સામે નજર માંડીને ઊભો રહ્યો હતો છતાં બોલને વાઇડ નહોતો આપ્યો. આ ઘટનાને કારણે ખેલાડી પણ ગુસ્સે થઈ ગયા હતા.

ડેલ સ્ટેને ટ્વીટ કરીને અમ્પાયર પર ગુસ્સો ઠાલવ્યો
અમ્પાયરના નિર્ણય પછી સ્ટેને ટ્વીટ કરીને લખ્યું હતું કે મને એ નથી સમજાતું કે સમગ્ર ધરતી પર આ બોલ કેવી રીતે વાઇડ ના હોઈ શકે! એટલે કે એનો કહેવાનો મતલબ એ હતો કે વિશ્વના કોઇપણ ખુણામાં આ લેન્થ, લાઇન અને હાઇટનો બોલ તો વાઇડ જ હોવો જોઇએ અને હોય છે.

એબી ડીવિલિયર્સે સ્ટેનને વળતો જવાબ આપ્યો
અમ્પાયરના નિર્ણયથી દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડીવિલિયર્સે સ્ટેનને વળતો જવાબ આપતા કહ્યું કે અચંબિત કરતો નિર્ણય. અમ્પાયરના નિર્ણય સાથે બંને ક્રિકેટરની ચર્ચા પણ વાઇરલ થઈ હતી.

દક્ષિણ આફ્રિકાએ સિરીઝ જીતી
5મી T-20 મેચમાં એડન માર્કરમ અને ક્વિંટન ડિકોક વચ્ચે બીજી વિકેટ માટે 127 રનની પાર્ટનરશિપ થઈ હતી, જેને મેચની દિશા જ બદલી દીધી હતી. આ મેચને દક્ષિણ આફ્રિકાની ટીમે 25 રનથી જીતી હતી. જેમાં માર્કરમે 70 રન બનાવ્યા હોવાથી એને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ડિકોકે પણ 42 બોલમાં 60 રન બનાવ્યા હતા. તબરેઝ શમ્સીને મેન ઓફ ધ ટૂર્નામેન્ટના ટાઇટલથી સન્માનિત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...