ઈન્ડિયન ટીમ આફ્રિકા જવા રવાના:ગાંગુલીને ક્લીન બોલ્ડ કર્યા પછી વિરાટે પત્રકારોને કહ્યું- ફોટો ન પાડો; કોહલી અલગ ચાર્ટડ પ્લેનથી ઉડાન ભરે તેવી માહિતી મળી, જાણો સમગ્ર ઘટના

એક મહિનો પહેલા

ઈન્ડિયન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા જવા ઉડાન ભરી લીધી છે. 26 ડિસેમ્બરથી શરૂ થતી ટેસ્ટ સિરીઝ પછી ઈન્ડિયન ટીમ ત્યાં વનડે મેચ પણ રમવાની છે. તેવામાં આ ટૂરમાં જતા સમયે વિરાટ કોહલી અને પત્રકાર વચ્ચે ફોટો પાડવા મુદ્દે બોલાચાલી થઈ હતી. તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર નજર ફેરવીએ.....

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી આ ટૂરમાં પોતાના પરિવાર સાથે દક્ષિણ આફ્રિકા જવા આવ્યો હતો. આ દરમિયાન દરેક ફોટોગ્રાફર્સ તેની તસવીરો પાડવામાં વ્યસ્ત હતા, ત્યારે વિરાટે સૌથી પહેલા બસમાંથી બહાર આવી પત્રકારોને કહ્યું હતું કે મારી દીકરી વામિકાના ફોટોઝ ક્લિક ન કરતા. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા પોતાની દીકરીનો ચહેરો ન દેખાય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા આવ્યા છે. જેથી કરીને તેની દીકરીને અત્યારથી આ ડિજિટલ દુનિયાથી દૂર રાખવા વિરાટ અને અનુષ્કા એક સારા માતા-પિતા તરીકે કાળજી રાખવા સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે.

મેદાન બહાર વિરાટ અને BCCI સામ-સામે!
છેલ્લા ઘણા સમયથી કેપ્ટનશિપ મુદ્દે વિરાટ અને BCCI સામ સામે આવી જતા હોય છે. સૌથી પહેલા ગાંગુલી નિવેદન આપ્યું હતું કે તેમણે વિરાટને T20 કેપ્ટનપદેથી રાજીનામું ન આપવા કહ્યું હતું. ત્યારે વિરાટે આ મુદ્દે ચુપ્પી તોડતા કહ્યું હતું કે મેં જ્યારે આ ફોર્મેટમાંથી રાજીનામું આપ્યું ત્યારે કોઈપણ BCCIના અધિકારીએ મને આ પદ ન છોડવા માટે ટકોર કરી નહોતી.

તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે વિરાટ કોહલીના આ નિવેદનથી સૌરવ ગાંગુલી નારાજ છએ અને ટૂંક સમયમાં BCCI આ મુદ્દે સત્તાવાર નિવેદન બહાર પાડી શકે છે. આ વિવાદ દરમિયાન એવા પણ સમાચાર આવ્યા હતા કે ચીફ સિલેક્ટર બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરશે પરંતુ ત્યારપછી આનું આયોજન કરાયું નહોતું. આ વિવાદો વચ્ચે અત્યારે ઈન્ડિયન ટીમ દક્ષિણ આફ્રિકા જવા ઉડાન ભરી ચૂકી છે.

ઈન્ડિયન ટીમ આફ્રિકામાં 3 ટેસ્ટ અને 3 વનડે રમશે
ટેસ્ટ સિરીઝની તારીખ
પહેલી ટેસ્ટઃ 26થી 30 ડિસેમ્બર, 2021 (સેન્ચુરિયન)
બીજી ટેસ્ટઃ 3થી 7 જાન્યુઆરી, 2022 (જોહાનિસબર્ગ)
ત્રીજી ટેસ્ટઃ 11થી 15 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)

વનડે સિરીઝની તારીખ
પહેલી વનડેઃ 19 જાન્યુઆરી, 2022 (પાર્લ)
બીજી વનડેઃ 21 જાન્યુઆરી, 2022 (પાર્લ)
ત્રીજી વનડેઃ 23 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)

જસપ્રીત બુમરાહ પ્લેનમાં મસ્તી કરતો નજરે પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T20 અને ટેસ્ટ સિરીઝમાં તેને આરામ અપાયો હતો.
જસપ્રીત બુમરાહ પ્લેનમાં મસ્તી કરતો નજરે પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T20 અને ટેસ્ટ સિરીઝમાં તેને આરામ અપાયો હતો.
ઉડાન દરમિયાન રહાણે અને પુજારે એકબીજા સાથે બેઠા હતા. આ દરમિયાન ઉમેશ યાદવે ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો.
ઉડાન દરમિયાન રહાણે અને પુજારે એકબીજા સાથે બેઠા હતા. આ દરમિયાન ઉમેશ યાદવે ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો.
શાર્દૂલ અને સિરાજ સાથે બેઠા હતા. આ દરમિયાન સિરાજે વિક્ટરી (જીત)નો ઈશારો કર્યો હતો.
શાર્દૂલ અને સિરાજ સાથે બેઠા હતા. આ દરમિયાન સિરાજે વિક્ટરી (જીત)નો ઈશારો કર્યો હતો.
શાનદાર ફોર્મમાં હોવાથી મયંક અગ્રવાલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
શાનદાર ફોર્મમાં હોવાથી મયંક અગ્રવાલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થતા ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં રમ્યો નહોતો.
ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થતા ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં રમ્યો નહોતો.
અન્ય સમાચારો પણ છે...