વુમન્સ પ્રીમિયર લીગમાં ગુરુવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ મેચમાં દિલ્હી કેપિટલ્સની જેમિમા રોડ્રિગ્સે એક કેચ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ટીમમાં જેમીના નામથી જાણીતી જેમિમાએ અંદાજે 20 મીટર સુધી દોડી હતી અને આગળ ડાઇ લગાવીને કેચ કર્યો હતો. આ શાનદાર કેચનાં વખાણ કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પણ કર્યા હતા. તેમણે આને ટુર્નામેન્ટનો બેસ્ટ કેચ જાહેર કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 106 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 15મી ઓવરમાં જ આ ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો અને મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
જેમિમાનો શાનદાર કેચનો ફોટો...
જેમીએ સેટ થઈ ગયેલી મેથ્યૂઝને પેવેલિયન મોકલી
મુંબઈની ઇનિંગની 12મી ઓવરના બીજા બોલ પર એલિસ કેપ્સીએ ઑફ સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો હતો. હેલી મેથ્યૂઝ મોટો શોટ ફટકારવા ગઈ હતી. પરંતુ ટાઇમિંગ ના આવતા બોલ મિડ-ઑફ સાઇડ ગયો હતો, ત્યાં ડીપની તરફ ઊભેલી જેમિમા દોડતી આવી હતી અને બોલ જેવો નીચેની તરફ આવવા લાગ્યો, તેણે શાનદાર ડાઇવ લગાવીને કેચ કરી લીધો હતો. હેલી મેથ્યૂઝ 31 બોલમાં 32 રન બનાવીને આઉટ થઈ હતી.
મુંબઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું
વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા દિલ્હીની ટીમ 18 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં મુંબઈએ 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
મુંબઈ તરફથી હેલી મેથ્યૂઝ, સાઇકા ઈશાક અને ઈસાબેલ વોંગે 3-3 વિકેટ લીધી હતી. મેથ્યૂઝે બીજી ઈનિંગમાં પણ 32 રન બનાવ્યા હતા. તેમણે ઓપનર યાસ્તિકા ભાટિયા સાથે 65 રનની પાર્ટનરશિપ કરી હતી. આ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેમને સતત બીજી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.