• Gujarati News
  • Sports
  • Cricket
  • Run Out Without Seeing Stumps, Karthik Out Playing Slow Innings; Dhoni Reached The Dressing Room And Reprimanded The Players For The Mistake!

બટલરનો ધોની અવતાર:સ્ટમ્પ્સ જોયા વિના રનઆઉટ કર્યો, કાર્તિક ધીમી ઈનિંગ રમી આઉટ; ધોનીએ ડ્રેસિંગ રૂમ પહોંચી પ્લેયર્સને ભૂલ પર ઠપકો આપ્યો!

3 મહિનો પહેલા

ઇંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર ભારત સામેની બીજી T20 મેચમાં 'ધોની અવતાર' લઈને મેદાનમાં ઉતર્યો હોય એમ લાગ્યું. તેણે ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી દીધી હતી. તેણે દિનેશ કાર્તિકને સ્ટમ્પ જોયા વિના રન આઉટ કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે ધોની જ્યારે ઈન્ટરનેશનલ મેચ રમતો હતો ત્યારે પણ આવી રીતે ઘણા ખેલાડીને રનઆઉટ કરી ચૂક્યો છે. વળી અત્યારે IPLમાં પણ ધોનીનો આ અંદાજ ઘણો વાઈરલ થતો રહેતો હોય છે. બટલરે પણ બીજી મેચમાં હેરી બ્રુકના થ્રો પર ધોની જેવું કર્યું હતું.

લિવિંગસ્ટોનના બોલ પર ભારતીય ઇનિંગ્સની 16મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા સ્ટ્રાઇક પર હતો. જાડેજાએ બેકવર્ડ પોઈન્ટ પર શાનદાર શોટ રમ્યો અને ઉતાવળમાં બે રન લીધા. ત્રીજા રન માટે, કાર્તિક સ્ટ્રાઇક એન્ડમાં પહોંચે તે પહેલાં હેરી બ્રુકે બટલર પાસે બોલ થ્રો કરી દીધો હતો. બટલરે તરત જ બોલને પકડ્યો અને જોયા વગર જ સ્ટમ્પ્સ વેરવિખેર કરી દીધા હતા. થર્ડ અમ્પાયરે કાર્તિકને રનઆઉટ જાહેર કર્યો હતો. તે સમયે કાર્તિક 17 બોલમાં 12 રન જ બનાવી શક્યો હતો. તે સમયે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 122 રન હતો.

મેચ પછી ધોનીએ ટીમ ઈન્ડિયાને સરપ્રાઈઝ આપી

ઈન્ડિયન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામેની બીજી T20 મેચ પછી ખેલાડીઓને સરપ્રાઈઝ આપી હતી. તે ડ્રેસિંગ રૂમ પહોંચી ગયા જેની તસવીરો BCCIએ પણ શેર કરી હતી. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધોનીએ ઈશાન કિશન અને અન્ય યુવા સાથે ચર્ચા કરી હતી. તેમને ક્યાં ભૂલ કરી રહ્યા છે એ અંગે શીખવવાથી લઈ મસ્તી-મજાકમાં ઠપકો આપ્યો હોવાની ચર્ચા પણ વાઈરલ થઈ રહી છે.

ભારતે ઈંગ્લેન્ડને 49 રનથી હરાવ્યું

ભારતે ઇંગ્લેન્ડને ત્રણ T-20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝની બીજી મેચમાં બર્મિંગહામમાં પરાજય આપી સિરીઝ ઉપર કબ્જો કરી લીધો છે. ભારતે પ્રથમ બેટિંગ કરી ઈગ્લેન્ડને 171 રનનો જીતનો લક્ષ્યાંક આપ્યો હતો, જોકે ઈગ્લેન્ડની ટીમ ફક્ત 121 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 3 જ્યારે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી હતી. ઈગ્લેન્ડ તરફથી ડેવિડ વિલિએ 22 બોલમાં 33 રન કરી નોટ આઉટ રહ્યો હતો. જ્યારે મોઈન અલી 21 બોલમાં 35 રન કરી હાર્દિક પટેલની બોલિંગમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. આ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ત્રણેય ફોર્મેટમાં ભારતની સતત 19મી જીત છે. T-20 ક્રિકેટમાં આ તેમની કેપ્ટનશીપ હેઠળ 14મી જીત છે. જે એક વિશ્વ વિક્રમ છે.

અન્ય સમાચારો પણ છે...