ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે રવિવારે રમાયેલી બીજી વન-ડે મેચ દરમિયાન ઘટેલી એક ઘટનાએ થોડીવાર માટે તમામ ફેન્સના હાર્ટના ધબકારા વધારી દીધા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને ઘાતક બાઉન્સરનો શિકાર થયા હતા. આ કારણે મેચને રોકવાની ફરજ પડી હતી.
ઘટના એવી બની કે ભારતની બેટિંગમાં 11મી ઓવર દરમિયાન વેસ્ટઈન્ડીઝના ફાસ્ટ બોલર રોમારિયો શેફર્ડ ધવને એક ખતરનાક બાઉન્સર નાંખ્યો હતો. ધવન આગળ નીકળીને આ બોલને રમવા માંગતા હતા. વધુ ઉછાળને કારણે તે સંપૂર્ણ રીતે બીટ થયા અને બોલ તેમના હેલમેટના પાછળના ભાગે વાગ્યો હતો. તેમનું હેલમેટ પણ તૂટી ગયુ હતું. થોડો સમય તેમને પણ ચક્કર આવી ગયા હતા. જોકે થોડીવાર પછી ધવન સંપૂર્ણ ફીટ દેખાયા હતા. ઈજા વધુ હેરાન કરે તેવી નહોતી અને ધવન બીજો બોલ રમવા તૈયાર હતા.
સહમા ગબ્બર થયા આઉટ
શેફર્ડના બાઉન્સર કારણે ધવન ડરી ગયા હતા. શેફર્ડના આગલા બોલે ફરી શોટ માર્યો. તે વખતે ધવને ઓફ સ્ટમ્પથી ઘણી બહાર અપર કટ રમી. જોકે બોલ અને બેટ વચ્ચે સારો સંપર્ક થયો નથી અને બ્રાઉન્ડ્રી પર કાઈલ મેયર્સે જોરદાર કેચ પકડ્યો હતો. પ્રથમ વનડેમાં તેમણે 97 રન કર્યા હતા. જોકે શિખર ધવન બીજી વનડેમાં કઈ ખાસ કરી શક્યા નથી. તે 31 બોલ રમ્યા અને માત્ર 13 રન જ બનાવી શક્યા હતા. તે એક પણ ચોક્કો કે છીક્સ લગાવી શક્યા નહોતા.
શાર્દૂલ પણ માંડ-માંડ બચ્યા હતા
તાજેતરમાં જ ઈંગ્લેન્ડની સામે બર્મિધમમાં રમાયેલી પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઈજાગ્રસ્ત થતા માંડમાંડ બચ્યા હતા. ઈંગ્લેન્ડના પેસર મેથ્યુ પોટ્સનો એક બાઉન્સર શાર્દુલના હેલમેટ પર અથડાયો હતો. બોલ એટલો ફાસ્ટ હતો કે તેનો એક હિસ્સો તૂટીને જમીન પર પડ્યો હતો.
મેચને 10 મિનિટ સુધી રોકવી પડી હતી. પોટ્સે જ આગલી ઓવરમાં ઠાકુરને પેવેલિયન ભેગો કર્યો હતો. જોકે શાર્દૂલને વધુ ઈજા પહોંચી નહોતી. ઘટના પછી ડોક્ટરની ટીમ અને ફિઝિયોએ શાર્દુલની તપાસ કરી હતી. બધુ યોગ્ય જણાયા પછી રમત ફરીથી શરૂ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.