તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Rohit Told Suresh Raina, "I Want To See You In The Indian Team. There Is A Lot Of Cricket Left In Dhoni Too."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ કોમેન્ટ:રોહિતે સુરેશ રૈનાને કહ્યું, હું તમને ભારતીય ટીમમાં જોવા માંગુ છું, ધોનીમાં પણ ઘણું ક્રિકેટ બાકી છે

10 મહિનો પહેલા
સુરેશ રૈના અને રોહિત શર્માનો ફાઈલ ફોટો.
 • રૈનાએ કહ્યું, ઈજા અને સર્જરીને કારણે હું ભારતની ટીમમાં મારી જગ્યા બનાવી શક્યો નહીં, હવે કમબેક કરવાનો પ્રયત્ન કરીશ
 • રૈના છેલ્લે જુલાઈ 2018માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો, જ્યારે ધોની 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલ પછી રમ્યા નથી

ભારતીય ઓપનર રોહિત શર્માએ સુરેશ રૈનાને કહ્યું કે, તમારે ભારતીય ટીમમાં હોવું જોઈએ. રોહિતે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે, હું તમને ફરીથી ટીમમાં જોવા માંગુ છું. રોહિતે કહ્યું કે તેને અપેક્ષા છે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરીથી વાપસી કરશે. તેમનામાં હજી ઘણું ક્રિકેટ બાકી છે.

રૈના ભારત માટે 226 વનડે, 78 ટી-20 અને 18 ટેસ્ટ રમ્યો છે. તે છેલ્લે જુલાઈ 2018માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો. બીજીતરફ, ધોની 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલ પછી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. તે ભારત માટે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી-20 રમ્યા છે. 

રૈના ટીમ માટે મહત્ત્વનો ખેલાડી છે રોહિતે કહ્યું, હું હંમેશાં કહું છું કે તમે (રૈના) ટીમ માટે ઉપયોગી છો. તમારે ટીમમાં હોવું જોઈએ. તમે અનુભવી છો અને ટેક્નિકલ રીતે ખૂબ મજબૂત છો. જો કે આટલો લાંબા સમય ટીમથી દૂર રહીને પાછા આવવું સરળ નથી, પરંતુ મને ખાતરી છે કે તમે ટીમમાં પાછા આવશો. તમારી પાસે ફિલ્ડિંગ અને બોલિંગ કરવાની ક્ષમતા પણ છે. હું આશા રાખું છું કે તમને લાંબા સમય પછી ફરીથી રમતા જોઈ શકીશ.

રૈનાએ જવાબમાં કહ્યું, હું પાછો ફરવાનો પ્રયત્ન કરીશ. ઈજા અને સર્જરીને કારણે હું ભારતની ટીમમાં મારી જગ્યા બનાવી શક્યો નહીં. મારામાં હજી ઘણું ક્રિકેટ બાકી છે. જોકે ટીમમાં પસંદગી થવી કે નહિ, તે મારા હાથમાં નથી. પરંતુ હું મારુ બેસ્ટ આપીશ. મેં હંમેશાં મારા ક્રિકેટનો આનંદ માણ્યો છે. "

ધોની એકદમ ફિટ છે: રૈના  રોહિત-રૈનાએ કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપમાં ધોનીની વાપસીના ચાન્સ છે. રૈનાએ કહ્યું કે, મેં ચેન્નાઇ સુપરકિંગ્સ માટે ધોનીને બેટિંગ અને વિકેટકીપિંગ કરતા જોયા છે. તે સારું પ્રદર્શન કરી રહ્યા છે અને લયમાં જણાય છે. જોકે ફક્ત તે જ જાણે છે કે તેમનો પ્લાન શું છે. તેમનામાં ઘણું ક્રિકેટ બાકી છે. જ્યારે રોહિતે કહ્યું કે, જો ધોની રમશે તો ફરી પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો