ભારતની જીતની ટોપ-5 મોમેન્ટ્સ:રોહિતે કોહલીને ખભા પર ઉઠાવ્યો, હાર્દિકે હૈદર અલીની મજાક ઉડાવી

એક મહિનો પહેલા

ભારત-પાકિસ્તાનની મેચ જ્યારે પણ રમાય છે, તે મેચ સામાન્ય નથી હોતી. આ મેચ સાથે લોકોની ભાવના જોડાયેલી હોય છે. આ મેચમાં લોકો ફેન્સ નહીં, પરંતુ મેચમાં ભાગ લેનારા ખેલાડીઓ હોય છે. રવિવારે જ્યારે ભારતથી લગભગ 10 હજાર કિલોમીટર દૂર મેલબર્નના MCG સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું, ત્યારે ખેલાડીઓ પોતાની લાગણી રોકી શક્યા નહીં. કોઈની આંખમાં આંસુ આવી ગયાં, તો કોઈ નાનાં બાળકની જેમ એક-બીજાને ગળે મળવા લાગ્યા. આવી જ ટોપ મોમેન્ટ્સ અમે તમારી માટે લાવ્યા છીએ..

5. દ્રવિડે કોહલીને ગળે લગાવ્યો
ભારતીય ટીમને છેલ્લા બોલે જીત માટે 1 રન જોઈતો હતો. રવિચંદ્રન અશ્વિન સ્ટ્રાઈક પર હતો. તેણે જેવો જ સિંગલ રન લીધો, ભારતીય સમર્થકોમાં જીતનો જશ્ન શરૂ થઈ ગયો. આ જીત પછી ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનું રિએક્શન પણ જોવાલાયક હતું.

રાહુલ દ્રવિડ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને કોચિંગ આપી રહ્યો છે. ટીમે જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી.
રાહુલ દ્રવિડ પ્રથમ વખત વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને કોચિંગ આપી રહ્યો છે. ટીમે જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી.

તેમણે 82 રનની શાનદાર ઈનિંગ રમનાર વિરાટને ગળે લગાવ્યો. કોહલી પણ નાનાં છોકરાની જેમ દ્રવિડના ગળે મળ્યો.

4. હાર્દિકે હૈદર અલીની મજાક ઉડાવી
પાકિસ્તાની બેટર મેચની પહેલી ઓવરથી જ ભારતીય બોલરો સામે સંઘર્ષ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. 14મી ઓવરનો છેલ્લો બોલ હાર્દિક પંડ્યાએ બેક ઓફ લેન્થ બોલ ઓફ સ્ટંપ બાજુ નાખ્યો. હૈદર અલી આ બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવા ઈચ્છતો હતો. બોલ ઊંચો ગયો પરંતુ દૂર ન ગયો. ડીપ મિડ વિકેટ પર સૂર્યકુમાર યાદવે શાનદાર કેચ પકડ્યો.

આઉટ થયા પછી હાર્દિક પંડ્યાએ હૈદર અલીની મજાક ઉડાવી હતી, તેને જોઈને તે ખૂબ હસી પડ્યો હતો.
આઉટ થયા પછી હાર્દિક પંડ્યાએ હૈદર અલીની મજાક ઉડાવી હતી, તેને જોઈને તે ખૂબ હસી પડ્યો હતો.

હાર્દિકે હૈદર અલીને આઉટ કર્યા પછી ઈશારા-ઈશારામાં મજાક ઉડાવી. તેનો આ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

3. હાર્દિક ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો
હાર્દિક પંડ્યા અને કોહલી વચ્ચે શતકીય પાર્ટનરશિપ થઈ અને તેનું પરિણામ ભારતની ટીમને જીત સ્વરૂપે મળ્યું. હાર્દિક અને કોહલી વચ્ચે પાંચમી વિકેટ માટે 113 રનની પાર્ટનરશિપ થઈ. મેચ પત્યા પછી હાર્દિક પંડ્યા ભાવુક થયો અને દિવંગત પિતાને પણ યાદ કર્યા.

મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યા ઈન્ટરવ્યૂ આપી રહ્યો હતો. આ દરમિયાન તે ખૂબ રડ્યો હતો. ઈરફાન પઠાણે તેને સંભાળ્યો હતો.
મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યા ઈન્ટરવ્યૂ આપી રહ્યો હતો. આ દરમિયાન તે ખૂબ રડ્યો હતો. ઈરફાન પઠાણે તેને સંભાળ્યો હતો.

હાર્દિક પંડ્યાએ કહ્યું- 'મેં મેચ પહેલાં રાહુલ સરને કહ્યું કે, હું દસ મહિના પહેલાં જ્યાં હતો અને અત્યારે જ્યાં છું તે મોટી વાત છે. હું તેની માટે મહેનત કરી રહ્યો છું. આ ઈનિંગ મારા પિતા માટે છે. તેઓ અહિંયા હોત તો ખૂબ જ ખુશ હોત. જો મને રમવાની તક ન મળતી તો હું અહિંયા કેવી રીતે હોત. મારા પિતાએ ઘણા ત્યાગ કર્યા છે. તેમણે અમારી માટે બીજા શહેર જવાનું નક્કી કર્યું. જ્યારે હું અને મારો ભાઈ છ વર્ષના હતા, ત્યારે તેમણે શહેર બદલ્યું હતું. હું હંમેશાં પિતાનો આભારી રહીશ'.

હાર્દિક પંડ્યાએ કહ્યું- 'આજે પહેલી મેચ હતી એટલે ખૂબ મહત્ત્વની હતી અને તે પણ પાકિસ્તાન વિરુદ્ધ. મેં અને વિરાટે ભલે સારું પ્રદર્શન કર્યું પણ જીતમાં બધાનું યોગદાન હતું. અર્શદીપ, શમી, ભુવનેશ્વરની બોલિંગ શાનદાર હતી. સૂર્યાના ચોગ્ગા મહત્ત્વપૂર્ણ હતા'.

2.રોહિતે વિરાટને ખભા પર ઉપાડ્યો
રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં પહેલી વખત કેપ્ટનશિપ કરી રહ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલો ઘણો મહત્ત્વપૂર્ણ હતો. ટીમ ઈન્ડિયાની ચાર વિકેટ 31 રનમાં પડી ગઈ હતી. ત્યાર પછી વિરાટે 82 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને ઈન્ડિયાને જીત અપાવી. અશ્વિને વિનિંગ શોટ માર્યો ત્યાર પછી રોહિત મેદાનમાં દોડતો આવે છે અને વિરાટને ખભા પર ઉપાડે છે. બંન્નેએ એકબીજાને શુભકામનાઓ પાઠવી.

ટીમ ઈન્ડિયાની જીત પછી રોહિત શર્માએ વિરાટ કોહલીને પોતાના ખભા પર ઉઠાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાની જીત પછી રોહિત શર્માએ વિરાટ કોહલીને પોતાના ખભા પર ઉઠાવ્યો હતો.

વર્લ્ડ કપ શરૂ થયા પહેલાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સિરીઝમાં પણ બંન્નેની મિત્રતા જોવા મળી હતી. ત્રીજી T20 મેચ દરમિયાન વિરાટ અને રોહિત પેવેલિયનની સીડી પર તણાવમાં મેચની અંતિમ પળો જોઈ રહ્યા હતા. હાર્દિક પંડ્યાના ચોગ્ગાએ મેચ જિતાડી અને ત્યાર પછી બંન્નેએ જીતનો એવો જશ્ન મનાવ્યો, જેવો નાનપણમાં આપણે મનાવતા હતા.

રોહિત શર્મા અને વિરાટ કોહલી એકબીજાને ગળે લગાવે છે. આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી એકબીજાને ગળે લગાવે છે. આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

1. જીત પછી કોહલીની આંખો આંસુથી છલકાઈ
T20 ક્રિકેટ રમતા વિરાટને 12 વર્ષ થઈ ચૂક્યાં છે, પરંતુ તેને ભાવુક થતા ક્યારેક જ જોયો છે. પાકિસ્તાન વિરુદ્ધ 82 રનની ઈનિંગ રમીને ખેલાડીની આંખો આંસુથી છલકાઈ હતી. પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ તેના માટે ટ્વીટ કર્યું અને લખ્યું, 'હું ઘણાં વર્ષોથી વિરાટ કોહલીને જોઈ રહ્યો છું. મેં તેને ક્યારેય આંસુમાં જોયો નથી, પરંતુ આજે મેં જોયો છે. આ એક ક્ષણ છે જે ક્યારેય ન ભુલાય.

ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.
ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...