તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર:પ્રોટોકોલ વિવાદમાં ફસાયેલા 4 ખેલાડી ટીમમાં; રોહિત-શુભમન ઓપનિંગ કરશે, ફાસ્ટ બોલર નવદીપ સૈનીનું ડેબ્યુ, ઇજાગ્રસ્ત ઉમેશની જગ્યાએ રમશે

સિડની2 મહિનો પહેલા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની સિરીઝ 1-1ની બરાબરી પર છે. - Divya Bhaskar
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની સિરીઝ 1-1ની બરાબરી પર છે.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ-11 જાહેર કરી છે. પ્રોટોકોલ વિવાદમાં ફસાયેલા 5માંથી 4 ખેલાડીને ટીમમાં જગ્યા મળી ગઈ છે. 7 જાન્યુઆરીથી સિડની ખાતે શરૂ થનારી મેચ માટે ટીમ ઇન્ડિયાએ બે ફેરફાર કર્યા છે. રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે ફાસ્ટ બોલર નવદીપ સૈની ડેબ્યુ કરશે.

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે. મયંક અગ્રવાલને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે, જ્યારે નવદીપ સૈની ઇજાગ્રસ્ત ઉમેશ યાદવને રિપ્લેસ કરશે.

ભારતની પ્લેઇંગ 11: અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની (ડેબ્યુ)

ખરાબ ફોર્મને કારણે મયંક ટીમની બહાર

  • મયંક અગ્રવાલ છેલ્લી કેટલીક મેચોથી આઉટ ઓફ ફોર્મ છે.
  • તેણે છેલ્લી 5 મેચની 9 ઇનિંગ્સમાં 147 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વાધિક સ્કોર 58 રનનો રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો