તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એક સપ્તાહના બ્રેક પછી ગુરુવારથી ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ સિડનીમાં રમાશે. 4 મેચની સીરિઝ 1-1થી સરભર છે. ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. રોહિત શર્મા લગભગ એક વર્ષ (339 દિવસ)ના બ્રેક પછી ટેસ્ટ રમશે. ઈજાગ્રસ્ત ઉમેશ યાદવના સ્થાને નવદીપ સૈનીને ટેસ્ટ ડેબ્યુની તક મળશે. આ સિવાય ટીમમાં કોઈ ફેરફાર નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ હજુ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી.
શુભમન સાથે ઓપનિંગ કરશે રોહિત, નવદીપ સૈની ટેસ્ટ ડેબ્યુ કરશે ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન જાહેર થઈ છે. રોહિત શર્મા અને નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરાયા છે. રોહિત શુભમન ગિલ સાથે ઓપનરની જવાબદારી નિભાવશેે. સૈની ભારતને 299મો ટેસ્ટ ખેલાડી બનશે. બાકીની ટીમ યથાવત છે.
ટીમ આ પ્રકારે છે - અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિષભ પંત(વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ.
ક્વોરેન્ટાઈનમાં રહેવું પડકારજનક, અમને કોઈ મુશ્કેલી નથી: રહાણે
કેપ્ટન અજિંક્ય રહાણેએ ક્વોરેન્ટાઈન અંગેના વિવાદને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે. તેએ કહ્યું કે, કડક નિયમોથી ટીમને કોઈ મુશ્કેલી નથી. જોકે, ફાઈવ સ્ટાર હોટલની બહાર જ્યારે સામાન્ય જિંદગી જોવા મળે છે ત્યારે રૂમમાં કેદ રહેવું એક ચેલેન્જ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.