હવે રોહિત બદલશે ટીમ ઇન્ડિયાની તસવીર:રોહિત શર્માને ટી-20 અને વનડેની કમાન સોંપવામાં આવશે; ટૂંક સમયમાં જ મળશે પસંદગી સમિતિની બેઠક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેપ્ટન તરીકેનો રોહિતનો રેકોર્ડ શાનદાર છે

રોહિત શર્મા ટી-20 અને વનડે માટે ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન હશે. આ માટે વહેલી તકે પસંદગી સમિતિની બેઠકમાં રોહિતના નામ પર ફાઇનલ મહોર લાગશે. સ્પોર્ટ્સની વેબસાઇટ ઇનસાઇટ સ્પોર્ટ્સે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી રહી છે. એવું પણ કહેવામા આવ્યું છે કે વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન બની રહેશે.

રિપોર્ટ મુજબ, BCCI અધિકારીએ ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવાનું નકાર્યું છે. વિરાટ પહેલેથી જ વર્લ્ડકપ બાદ ટી-20નું કેપ્ટન પદ છોડવાનો નિર્ણય લઈ ચૂક્યા છે. તેમણે કામના ભારણનો હવાલો આપતા BCCIને પોતાનું રાજીનામું મોકલ્યું હતું.

કોહલીએ સોશિયલ મીડિયા પર ટી-20નું કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે તેઓ ઘણા વર્ષોથી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે અને છેલ્લા કેટવાલ વર્ષોથી ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પણ રહ્યો છે. તેની પર વર્ક લોડ વધુ છે. એવામાં વનડે અને ટેસ્ટની કેપ્ટનશીપમાં ધ્યાન આપવા માટે તેઓ ટી-20 નું કેપ્ટનપદ છોડી રહ્યા છે અને એક બેટ્સમેન તરીકે ટી-20 ક્રિકેટ રમતો રહેશે.

વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ
ટી-20 વર્લ્ડ કપ બાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવશે. ન્યુઝીલેન્ડની ટીમે ત્રણ ટી-20 અને 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. 17 નવેમ્બરે જયપુરમાં પ્રથમ ટી-20 મેચ રમાંવાની છે. 19 નવેમ્બરે રાંચીમાં બીજી મેચ અને 21 નવેમ્બરે કોલકાતામાં ત્રીજી ટી-20 મેચ રમાશે. ત્યારબાદ 25-29 નવેમ્બર સુધી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ અને 3-7 ડિસેમ્બરે બીજી ટેસ્ટ મેચ રમાશે.

2023 સુધીમાં બે વર્લ્ડ કપ
2023 સુધી બે વર્લ્ડ કપ યોજવાના છે. આગામી વર્ષે 2022માં ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના મેદાનો પર ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે, જ્યારે 2023માં ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ યોજાશે. એવામાં આ મોટી ટુર્નામેન્ટ પહેલા રોહિતને રોહિતેન આખી ટીમ તૈયાર કરવાની તક પણ મળશે. ઓસ્ટ્રેલિયાના મોટા મેદાનોને ધ્યાનમાં લેતા રોહિત શર્મા એક સારી ટીમ તૈયાર કરી શકે છે. સાથે જ અત્યાર સુધીમાં મોટી ટુર્નામેન્ટ જીતવાનો તેમનો અનુભવ પણ ટીમ માટે ફાયદાકારક સાબિત થશે.

2017 બાદ ટીમ ઈન્ડિયામાં હશે બે કેપ્ટન
2017 બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં બે કેપ્ટન હશે. આ પહેલા 2017થી 2017 સુધી ભારતીય ટીમમાં બે કેપ્ટન હતા. ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો હતો અને વિરાટ કોહલી ટીમના નવા કેપ્ટન બન્યા હતા. જ્યારે ધોની વનડે અને ટી-20માં કેપ્ટન તરીકે રમી રહ્યા હતા. ત્યાર બાદ ખલી 2017થી ત્રણેય ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. હવે કોહલીનું ટી-20 કેપ્ટન પદ છોડ્યા બાદ રોહિત અને કોહલી ભારતના બે અલગ-અલગ કેપ્ટન હશે.

કેપ્ટન તરીકે રોહિતનો રેકોર્ડ છે શાનદાર
કેપ્ટન તરીકે રોહિતનો રેકોર્ડ શાનદાર છે. તેણે 19 મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી છે અને 15 મેચ જીત્યા છે. જ્યારે IPLમાં તેમણે પોતાની ટીમને 59.68 ટકા મેચ જીતાડી છે. તે એકમાત્ર કેપ્ટન છે જેના નાએ IPL ટ્રોફી છે. ભારતની કેપ્ટનશીપ કરતાં રોહિતે બેટ્સમેન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં 41.88ની સરેરાશથી 712 રન બનાવ્યા છે અને આ દરમિયાન બે સદી અને પાંચ ફિફ્ટી પણ ફટકારી છે.

દ્રવિડને મુખ્ય કોચ બનાવવા બાબતે પણ થશે નિર્ણય
રોહિતને કેપ્ટન બનાવવાની સાથે જ BCCI રાહુલ દ્રવિડને મુખ્ય કોચ બનાવવાની જાહેરાત પણ કરશે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં શક્યતા છે કે દ્રવિડને જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...