તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Rohit Sharma Vs Virat Kohli Captaincy | Virat Kohli May Resign As Team India Captain After T20 World Cup 2021

કોહલી જ રહેશે ઈન્ડિયાનો કેપ્ટન:BCCIએ T-20 વર્લ્ડ કપ પછી વિરાટને દૂર કરવાની વાત નકારી કાઢી, કહ્યું- દરેક ફોર્મેટમાં તે જ કેપ્ટન રહેશે

11 દિવસ પહેલા
  • રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 ટાઇટલ જીત્યા છે

T-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલી જ લિમિટેડ ઓવરનો કેપ્ટન રહેશે. BCCIએ વિરાટ કેપ્ટનશિપ છોડશે એવા તમામ સમાચારો અને માહિતીઓની ખંડણી કરી છે. BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન વિરાટ કોહલી વર્લ્ડ કપ પછી કેપ્ટનશિપ છોડી શકે છે એ વાતને નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં દાવો કરાયો હતો કે કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે લિમિટેડ ઓવરની કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપી દેશે. આ સમાચાર BCCIના સૂત્રોના આધારે પ્રકાશિત કરાઈ હતી અને વર્લ્ડ કપ પછી કોહલી કેપ્ટનશિપ છોડી પોતાની બેટિંગ પર ફોકસ કરી શકે છે એ વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો.

કોહલીની બેટિંગ પર અસર
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના પ્રેશરને કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. કોહલીએ ટેસ્ટમાં પોતાની છેલ્લી સદી 2019 નવેમ્બરમાં નોંધાવી હતી. કોહલીને પણ લાગે છે કે તમામ ફોર્મેટમાં તેની બેટિંગ સુધારવાને કારણે આ નિર્ણય લેવો જરૂરી છે. વળી, 2022 અને 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2 વર્લ્ડ કપ (વનડે અને T-20) પણ રમવાના છે. આવી પરિસ્થિતિમાં જો ઈન્ડિયન ટીમે વર્લ્ડ કપ જીતવો હશે તો વિરાટે આક્રમક બેટિંગ કરવાની જરૂર રહેશે, તેથી કોહલી પણ આ નિર્ણય લઈ શકે છે.

રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે જીત્યા 5 ટાઇટલ
રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વાર ટાઇટલ જીત્યું છે. તેવામાં કોહલી જો કેપ્ટનશિપ જતી કરશે તો રોહિત શર્મા તેનું સ્થાન લઈ શકે છે. રોહિત અત્યારે વનડે ટીમનો વાઇસ- કેપ્ટન છે.

વનડે અને T-20માં વિરાટથી વધુ રોહિતની કેપ્ટનશપિમાં ઈન્ડિયન ટીમ સફળ
વનડે અને T-20માં ઈન્ટરનેશનલ લેવલે ટીમ ઈન્ડિયાને રોહિતની કેપ્ટનશિપમાં અભૂતપૂર્વ સફળતા મળી છે. રોહિતની કેપ્ટનશિપમાં વનડેમાં વિનિંગ રેશિયો 80 છે, જ્યારે વિરાટની કેપ્ટનશિપમાં ટીમ 70.43 ટકા મેચ જીતવામાં સફળ રહી છે. વિરાટે 95 વનડે મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 65 મેચ જીતી છે અને તેને 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વળી, રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ વનડેમાં 10 મેચ રમી છે, જેમાં 8 મેચમાં જીત તથા 2માં હારનો સામનો કરવો પડ્યો છે.

વળી, T-20માં રોહિતની કેપ્ટનશિપમાં ટીમે 78.94 ટકા મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશિપમાં 19 મેચ રમી છે, 15 મેચ જીતી છે અને 4માં હાર મળી છે. વળી, T20માં વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 60 ટકા મેચ જીતી છે. કોહલીની કેપ્ટનશિપમાં 45 T20 મેચમાંથી ઈન્ડિયાએ 27 મેચ જીતી અને 14 મેચ હારી છે. વળી, 2 અનિર્ણાયક રહી.

અન્ય સમાચારો પણ છે...