વિરાટથી ચઢિયાતો કેમ છે હિટમેન:પોતાની કેપ્ટનશિપમાં અત્યારસુધી મોટાભાગની ટૂર્નામેન્ટ જીત્યો છે રોહિત, 9 વર્ષમાં કોહલીએ 3 ફાઇનલ ગુમાવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોહિતે મુંબઈને IPL 2013, 2015, 2017, 2019 અને 2020મા ચેમ્પિયન બનાવ્યું હતું

T-20 વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ટીમમાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે વિરાટ કોહલીએ T-20 ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લઇને દરેકને ચોંકાવી દીધા છે. તેવામાં હવે જો વિરાટ કોહલી આ ફોર્મેટમાં કેપ્ટન નહીં હોય તો તેના સ્થાને રોહિત શર્મા ટીમનો નવો કેપ્ટન બની શકે છે.

આમ જોવા જઇએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં કોહલી કેપ્ટનશિપ મુદ્દે બેકફુટ પર રહ્યો છે અને તેનો બેટિંગ ગ્રાફ પણ નીચે આવી ગયો છે. તેવામાં રોહિત શર્મા કોહલીની જગ્યા લઈ શકે છે, તો ચલો આપણે જાણીએ રોહિત, કોહલી કરતા બેસ્ટ કેમ છે.....

રોહિતને કેપ્ટન તરીકે પસંદ કરવાના 2 મહત્ત્વપૂર્ણ કારણ
પહેલું કારણઃ છેલ્લા 2 વર્ષથી ક્રિકેટ જગતના ઘણા નિષ્ણાંત આ વાત કરી ચૂક્યા છે કે લિમિટેડ ઓવર નહીં તો માત્ર T-20મા તો રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપી દેવી જોઇએ.

બીજું કારણઃ 2013મા મુંબઈ ઈન્ડિયન્સે અડધી ટૂર્નામેન્ટ પૂરી થયા પછી રિકી પોન્ટિંગને કેપ્ટન તરીકે નિયૂક્ત કરી મોટો દાવ રમ્યો હતો. જોકે મુંબઈનો આ દાવ તેની ટીમને પહેલી IPL ટ્રોફી જીતાડવા માટે સફળ રહ્યો હતો. ત્યારપછી રોહિતે ક્યારેય પણ પીછે હઠ કરી નથી. રોહિત 5 IPL ટ્રોફી જીતી ચૂક્યો છે. રોહિતે મુંબઈને 2013, 2015, 2017, 2019 અને 2020મા ચેમ્પિયન બનાવ્યું હતું.

રોહિતે શ્રીલંકા સિરીઝ, નિદાહાસ ટ્રોફી અને એશિયા કપ જીતાડ્યો
2017મા રોહિત શર્માને પ્રથમ વખત ઈન્ડિયન ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. તે સમયે વિરાટ કોહલીને શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો અને રોહિતને ટીમની કમાન મળી હતી. જોકે ત્યારપછી ઈન્ડિયાએ આ વનડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. 2018મા રોહિતે તેની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયાને પ્રથમ નિદાહાસ ટ્રોફી અને પછી તે જ વર્ષે એશિયા કપ જીતાડ્યો હતો.
અત્યારસુધી 19 ઈન્ટરનેશનલ T-20 મેચમાં ઈન્ડિયન ઓપનરે કેપ્ટનશિપ દરમિયાન 15માં જીત અપાવી હતી. જ્યારે માત્ર 4 મેચ જ હારી હતી. વનડે ફોર્મેટમાં પણ રોહિતે 10 મેચમાંથી 8માં જીત અપાવી જ્યારે માત્ર 2 મેચ જ ગુમાવી હતી.

કોહલી સતત નિષ્ફળ રહ્યો

  • 2012મા વિરાટને RCBનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ 9 વર્ષમાં તે એક વખત પણ ટીમને ટ્રોફી જીતાડી શક્યો નહતો. 2016મા જ કોહલીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ત્યારપછી પણ ટીમનું ટાઇટલ જીતવાનું સપનું સાકાર ન થઇ શક્યું અને સનરાઇઝર્સ હૈદરાબાદ બાજી મારી ગયું હતું.
  • વિરાટ કોહલીને 2017મા જ ટીમના લિમિટેડ ઓવર્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અત્યારસુધી 45 T20I મેચોમાં, તેણે 27 જીત મેળવી છે, જ્યારે ટીમને 14મા હારનો સામનો કરવો પડ્યો હતો. 2નું પરિણામ આવી શક્યું નથી અને બે મેચ ટાઈ રહી હતી.
  • વનડેમાં કોહલીએ 95 મેચોમાં ટીમની આગેવાની કરી અને તેમાંથી 65 મેચ જીતવામાં સફળ રહ્યો હતો. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા 27મા હારી ગઈ અને એક મેચ ટાઈ તથા 2નું પરિણામ આવી શક્યું નહતું.
  • કોહલીની કેપ્ટનશીપમાં ઈન્ડિયા 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, 2019ના વનડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં અને 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયું હતું.

સેન્ચુરીના આંકડાઓ પર નજર ફેરવીએ
છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો T-20I અને વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીએ 17 સદી ફટકારી છે, જ્યારે રોહિત શર્માએ બંને ફોર્મેટમાં કુલ 22 સદી નોંધવી છે. 2020ની શરૂઆતથી તો વિરાટ કોહલી એકપણ સદી ફટકારી શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...