તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે 24 ફેબ્રુઆરીએ રમાશે. મેચના ત્રણ દિવસ પહેલાં ભારતીય ઓપનર રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરી. રોહિતે કહ્યું કે, મોટેરાની પિચ પણ ચેન્નઈની જેમ જ સ્પિનર્સને મદદ કરશે અને બોલ ટર્ન થતો જોવા મળશે. તેમજ ખેલાડીઓને LED લાઇટ્સ અને નવી સીટની શાઇન સાથે એડજસ્ટ થવું પડશે. જોકે, આ ચિંતાનો વિષય નથી, 22 ફેબ્રુઆરીએ ટીમ ઇન્ડિયા નાઈટ સેશનમાં પ્રેક્ટિસ કરશે અને એડજસ્ટ થવાનું શરૂ કરશે.
ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ મોટેરા
રોહિતે કહ્યું કે, વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આવવા માટે બધા ઉત્સુક હતા. ખાસ કરીને આઉટફિલ્ડ જોવા માટે. અમે અહીં બે સેશન રમ્યા છીએ. અહીંની ફેસિલિટી સારી છે, અંદર જિમ પણ છે. ઇન્દોર પ્રેક્ટિસ વિકેટ છે. બહુ જ સરસ સ્ટેડિયમ છે. બસ, હવે અમે દર્શકો પિન્ક બોલ ટેસ્ટ જોવા આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. અહીં બહુ સમયથી ઇન્ટરનેશનલ મેચ રમાઈ નથી, તો અમે મેચના દિવસે પિચને અસેસ કરીને એ પ્રમાણે રમીશું.
નવી એલઇડી લાઇટ્સ અને સીટ કલરથી સેટ થવું પડશે
રોહિતે કહ્યું કે, નવી LED લાઇટ્સ અને સીટ કલર સાથે સેટ થવું જરૂરી છે. તમે નવી જગ્યાએ જાવ ત્યારે લાઇટ્સ સાથે યુઝડ ટૂ થવું અઘરું હોય છે. સીટ બધી નવી છે તો શાઇન મારશે. તેવામાં તેનાથી પણ સેટ થવું પડશે. જોકે, એવું તો છે નહીં કે અમારી ટીમ પહેલીવાર કોઈ નવા સ્ટેડિયમમાં જઈ રહી છે, અમને આદત છે નવા ગ્રાઉન્ડ પર જઈને રમવાની. અમે આવતીકાલે નાઈટમાં ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરવાના છીએ. બધાની તૈયાર થવાની અને નવી જગ્યાએ એડજસ્ટ થવાની પોતાની રીત હોય છે. ફિલ્ડિંગ સેશન પછી બધા 15-20 મિનિટ વ્યક્તિગત પ્રેપરેશનને આપશે.
મોટેરાની પિચ કેવી હશે?
રોહિતે કહ્યું કે, મોટેરાની પિચ ચેન્નઈ માફક જ સ્પિનર્સને મદદ કરશે. બોલ ટર્ન થશે જ. પિચ પર ચર્ચા કરવી ખોટી છે. પિચ બંને ટીમ માટે સરખી જ હોય છે. લોકો વાત કરે છે કે, પિચ આવી કે તેવી ન હોવી જોઈએ. પણ બધા હોમ એડવાન્ટેજ લે જ છે. અમે બહાર રમવા જઈએ તો કોઈ અમારા માટે નથી વિચારતું તો અમે કેમ વિચારીએ? એનો જ તો મતલબ હોમ અને અવે એડવાન્ટેજ છે. નહિતર તમે એક કામ કરો ICCને કહો બધે એક સરખી વિકેટ બનાવે. મને નથી લાગતું કે પિચ અંગે ચર્ચા થવી જોઈએ. પ્લેયર્સ વિશે વાત કરો. પિચ વિશે નહીં. જે સારું રમશે, એ જ જીતશે.
ટીમ ઇન્ડિયા પિચ વિશે વિચારતી નથી
રોહિતે કહ્યું કે, ટીમ ઇન્ડિયા પિચ વિશે વિચારતી નથી. પિચ તો જેવી છે, એવી જ છે. અમે ટર્નિંગ ટ્રેક હોય તો કેવી ટેક્નિક સાથે રમવું અને ફાસ્ટ બોલર્સને મદદ મળતી હોય તો કેવી રીતે રમવું તે અંગે ચર્ચા કરીએ છીએ. જેવી પિચ છે એ પ્રમાણે માઈન્ડને પ્રિપેર કરવામાં માનીએ છીએ. અમને દરેક કન્ડિશનમાં રમતા આવડે છે એટલે જ અમે ટીમ ઇન્ડિયાનો ભાગ છીએ. અમારી ટીમ એવી કન્ડિશનમાં રમવાનું એન્જોય કરે છે, જ્યાં પરિસ્થિતિ વિપરીત હોય. ક્રિકેટ એક્સપર્ટ્સને ખાસ કહીશ કે- ક્રિકેટ વિશે વાત કરો, પિચ વિશે નહીં.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થવા પર
ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે બાકીની બેમાંથી એક ટેસ્ટ જીતવી જરૂરી છે. તેમજ અહીં ટીમ હારનો સામનો કરી શકે એમ નથી. ટીમ એકપણ મેચ હારશે તો ફાઇનલમાં ક્વોલિફાય નહીં થાય. આ અંગે રોહિતે કહ્યું કે, અમારો ફોકસ મેચ પર છે. અમે ક્વોલિફાય કરીને ફાઇનલ્સ રમવા માંગીએ છીએ. જોકે, એ બહુ દૂરની વાત છે. અમારું ધ્યાન અત્યારે તો ટેસ્ટ પર જ રહેશે. દૂરનું વિચારીએ તો દબાણનો અનુભવ થાય છે. તેથી પ્રોસેસને ફોલો કરવો જરૂરી છે. ટેસ્ટ 5 દિવસની હોય છે. આજમાં રહીએ તે જરૂરી છે. તમે સમજીલો ક્રિકેટ રમવું ઇઝ પ્રેસર, ઇન્ડિયા માટે રમવું ઇઝ પ્રેસર. એટલે એવું બધું વિચારતા રહીએ તો ક્રિકેટર તરીકે અમારા માટે પરફોર્મ કરવું અઘરું પડી જાય.
હું બે ઇનિંગ્સની સરખામણી કરવામાં માનતો નથી
શું રોહિતે ચેપોક ખાતે કરેલા 166 રન તેના કરિયરના શ્રેષ્ઠ ટેસ્ટ રન હતા? આ પ્રશ્નનો જવાબ આપતાં રોહિતે કહ્યું કે, હું કોઈપણ ઇનિંગ્સ બીજી ઇનિંગ્સ સાથે કમ્પૅર કરતો નથી. કોઈપણ ઇનિંગ્સને બીજી ઇનિંગ્સ કરતાં સારી કહી શકાય નહીં. દરેક ઇનિંગ્સ અલગ-અલગ પરિસ્થિતિમાં રમાતી હોય છે. જોકે, એ ખરું કે ચેપોક ખાતેની ઇનિંગ્સ મારા માટે સંતોષજનક હતી. તેના થકી ટીમ સારા ટોટલ સુધી પહોંચી શકી હતી. હું સમજી ગયો હતો કે, બોલ ટર્ન થઈ રહ્યો છે અને એ લોકો ઓફ-સ્ટમ્પની બહારની લાઈનનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી સ્વીપ શોટ્સ રમવા જરૂરી હતા.
How good is that view for a nets session 😍😍#INDvENG #TeamIndia @Paytm pic.twitter.com/v0sfOMfzHp
— BCCI (@BCCI) February 20, 2021
ડે-નાઈટ ટેસ્ટમાં ટ્વિલાઇટ સેશન
ડે-નાઈટ ટેસ્ટમાં બીજા સેશનને ટ્વિલાઇટ સેશન કહેવામાં આવે છે. આ એ સમય છે જયારે સનસેટ થઈ રહ્યો હોય છે અને વાતાવરણ બદલાતું હોય છે. ત્યારે બેટિંગ કરવી કેટલી અઘરી હોય છે? આ પ્રશ્નનો જવાબ આપતા રોહિતે કહ્યું કે, હું એક જ પિન્ક બોલ ટેસ્ટ રમ્યો છું. તેમાં બીજા સેશનમાં રમ્યો નથી. જોકે, મને અન્ય બેટ્સમેનોએ કીધું છે કે ત્યારે બેટિંગ કરવી સરળ હોતી નથી. ફોકસ કરવો જરૂરી હોય છે. બીજું સેશન શરૂ થાય ત્યારે બેટ્સમેન તરીકે જરૂરી હોય છે કે, તમે પોતાની સાથે વાત કરતાં રહો. અમારા બેટિંગ ગ્રુપે એ ફેઝ માટે ચર્ચા કરી છે.
ગ્રુપ ઓફ લીડર્સ
ટીમમાં અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન અને રોહિત શર્મા જેવા ઘણા લીડર્સ છે, ત્યારે ટીમ ગ્રુપ ઓફ લીડર્સ સાથે કેવી રીતે મેનેજ કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં રોહિતે કહ્યું કે, અમને એક ગ્રુપ તરીકે કામ કરવાની મજા આવે છે. દરેક પ્લેયર્સને અમુક રોલ આપવામાં આવ્યા છે. આટલા વર્ષો રમ્યા પછી અમે જાણીએ છીએ કે મેચ કઈ તરફ જઈ રહી છે. મેચ સિચ્યુએશનમાં ક્યારેક બોલર્સ બહુ વિચારતા હોય છે. ત્યારે લીડર્સ તેમને મદદ કરી શકે છે.
મારા પોતાના રોલની વાત કરું તો હું, હું સ્લીપમાં ઊભો હોઉં તો મહત્ત્વનું છે કે હું મેસેજ પાસ કરું કે બેટ્સમેન શું કરવા માંગે છે. સિનિયર પ્લેયરનું કામ જ એ હોય છે કે તે બધા માટે રમત સરળ કરે. 99 ટેસ્ટ રમનાર ઇશાંતને પણ ક્યારેક મદદ જોઈતી હોય છે, અને યુવા બોલરને પણ. ક્રિકેટમાં છેલ્લે કોમ્યુનિકેશન ઇઝ ધ કી.
બ્રિસ્બેન જીતી વિદેશની સૌથી યાદગાર જીતમાંથી એક
રોહિતે કહ્યું કે, હું IPL પછી દુબઇથી ભારત પરત ફર્યો હતો. તે પછી નેશનલ ક્રિકેટ એકેડમીમાં એક મહિનો રહ્યો. એ સમજ્યો કે મારે ફિટ થવા શું કરવું પડશે. તે પછી સૌથી અઘરું હતું ઓસ્ટ્રેલિયા જઈને 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું. જોકે બોર્ડનો આભાર કે તેમણે એવો રૂમ અપાવ્યો જ્યાં હું મારી ફિટનેસ પર કામ કરી શકું. નેશનલ ક્રિકેટ એકેડમીનો રૂટિન રૂમમાં ફોલો કરી શકું. તે પછી શ્રેણીનો છેલ્લો દિવસ મગજમાં આવે છે. બ્રિસ્બેનમાં શ્રેણી જીતવી બહુ ખાસ હતી. આ ભારતની વિદેશમાં સૌથી યાદગાર જીત હતી. હું પોતાને લકી માનું છું કે, આ જર્નીનો ભાગ હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.