ભારતીય ટીમ હાલ શ્રીલંકા વિરુદ્ધ T20 મેચની સિરીઝ રમી રહી છે. આ પછી બંને ટીમ વચ્ચે વન-ડે સિરીઝ રમાવા જઈ રહી છે. અનફિટ રોહિત શર્માની ગેરહાજરીમાં T20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
જ્યારે વન-ડે સિરીઝમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે ટીમમાં કમબેક કરશે. જેને લઈને હિટમેને તૈયારી શરી કરી છે. રોહિત જીમમાં ખૂબ પરસેવો પાડી રહ્યા છે. તેમણે જાતે ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ જીમમાં નાચતા દેખાઈ રહ્યા છે.
રોહિતની પોસ્ટ પર પત્ની રીતિકાની કમેન્ટ
ઠુમકા લગાવવાની સાથે રોહિત શર્મા ખૂબ મહેનત એટલે કે જીમ કરતા દેખાઈ રહ્યા છે. રોહિત શર્માએ આ વીડિયો શેર કરવાની સાથે જ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, 'જેનાથી તમને ખુશી મળે... એ કામ કરો'. આ પોસ્ટ પર તેમની પત્ની રીતિકાએ પણ કમેન્ટ કર્યું. તેમણે બે બ્લેક દિલના ઈમોજી સાથે ફાયર ઈમોજી પણ શેર કર્યું.
જણાવી દઈએ કે રોહિત શર્માએ હાલ બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન વન-ડે સિરીઝ રમી હતી. આ સિરીઝની બીજી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રોહિતના ડાબા હાથના અંગૂઠામાં ઈજા પહોંચી. જેને કારણે તેઓ ઓપનિંગ કરવા ઉતર્યા નહીં. જોકે રોહિત સાતમી વિકેટ પડ્યા પછી મેદાને ઉતર્યા હતા. ઈજા હોવા છતા રોહિતે શાનદાર અર્ધસદી ફટકારી હતી, પરંતુ છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી શક્યા નહતા, જેથી ભારત મેચ હારી ગયું હતું.
અગાઉ પણ શેર કરી હતી તસવીર
રોહિત શર્માએ પોતાના ફેન્સને નવા વર્ષની શરૂઆતમાં જ સારા સમાચાર આપ્યા હતા. હિટમેને વર્ષની શરૂઆતમાં જ ઇન્સ્ટાગ્રામમાં વર્કઆઉટ અને પ્રેક્ટિસ કરતા ફોટા શેર કર્યા હતા. ભારતીય સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવે તેમાં કમેન્ટ પણ કરી હતી.
વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા(કેપ્ટન), હાર્દિક પંડ્યા(વાઇસ કેપ્ટન), શુબમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.
ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝનું શિડ્યુલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.