તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Rohit Sharma ODI Cricketer Of The Year, Kohli's Test And ODI Captain Selection

કોહલી સતત ત્રીજીવાર ટેસ્ટ અને વન ડે ટીમનો કેપ્ટન બન્યો, રોહિત શર્મા પહેલીવાર વન ડે ક્રિકેટર ઓફ ધ યર બન્યો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ કપ 2019માં ખેલ ભાવના માટે વિરાટ કોહલીને સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ
  • ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમિંસની ટેસ્ટના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદગી કરાઈ
  • ભારતીય સ્પિનર દીપક ચાહરની T20માં પર્ફોર્મન્સ ઓફ ધ યર તરીકે પસંદગી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે 2019ના એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ઓપનર રોહિત શર્મા વન ડે ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. વિરાટ કોહલીની ટેસ્ટ અને વન ડે ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ છે. વર્લ્ડ કપ 2019માં ખેલ ભાવના માટે કોહલીને સ્પિરિટ ઓફ ક્રિકેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં દર્શકોને સ્ટીવ સ્મિથને ન ખીજવવા કહ્યું હતું. 2017 અને 2018માં પણ કોહલીને વન ડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
 
ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. 2019માં 59 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિંસને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ અપાયો છે. રિચર્ડ ઈલિંગવર્થને અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ અપાયો છે.
 

લબુશાને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર
 
ઓસ્ટ્રેલિયાના માર્નસ લબુશાને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. T20માં પરફોર્મન્સ ઓફ ધ યર ભારતીય સ્પિનર દીપક ચાહરને મળ્યો છે. તેણે 10 નવેમ્બરે બાંગ્લાદેશ સામે નાગપુરમાં T20માં સાત રન આપની છ વિકેટ લીધી હતી. આમાં હેટ્રિકનો સમાવેશ થાય છે.
 

રોહિત શર્માએ 2019માં વન ડેમાં સૌથી વધારે રન બનાવ્યા
 

રોહિતે 2019માં 28 વન ડે માં સૌથી વધારે 1490 રન બનાવ્યા હતા. જેમાં સાત સદીનો સમાવેશ થાય છે. જેમાંથી પાંચ સદી તેણે વર્લ્ડ કપમાં ફટકારી હતી. આમાં 1377 રન સાથે કોહલી બીજા સ્થાને છે. 

આઈસીસી વન ડે ટીમ ઓફ ધ યર 2019
 

ખેલાડી પ્લેઈંગ રોલદેશ
રોહિત શર્માબેટ્સમેન  ભારત
શાઈ હોપ વિકેટકીપરવેસ્ટ ઈન્ડિઝ
વિરાટ કોહલીબેટ્સમેન ભારત
બાબર આઝમબેટ્સમેનપાકિસ્તાન
કેન વિલિયમ્સનબેટ્સમેનન્યૂઝીલેન્ડ
બેન સ્ટોક્સઓલ રાઉન્ડરઈંગ્લેન્ડ
જોસ બટલરવિકેટકીપર-બેટ્સમેનઈંગ્લેન્ડ
મિશેલ સ્ટાર્કબોલરઓસ્ટ્રેલિયા
ટ્રેન્ટ બોલ્ટબોલરન્યૂઝીલેન્ડ
મોહમ્મદ શામીબોલરભારત
કુલદીપ યાદવબોલરભારત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો