તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોહિત માટે ખાસ રણનીતિ:ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને કહ્યું- રોહિત શર્મા વર્લ્ડ ક્લાસ પ્લેયર, તે અમારા બોલર્સને પડકાર આપશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ઓપનર રોહિત શર્મા માટે ખાસ વ્યૂહરચના ઘડી છે. ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​નાથન લાયને આ વાત કહી. તેણે કહ્યું કે "રોહિત એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. તે ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયન બોલરો માટે સૌથી મુશ્કેલ પડકાર સાબિત થશે. આને કારણે તેના માટે વિશેષ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે-ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર છે."

રોહિત શ્રેણીની છેલ્લી બે મેચ માટે ભારતીય ટીમ સાથે જોડાયો છે. પ્રથમ મેચ 7 જાન્યુઆરીએ સિડનીમાં અને બીજી 15એ બ્રિસ્બેનમાં યોજાવાની છે. જોકે, રોહિતે ન્યૂયરના દિવસે અન્ય ચાર ખેલાડીઓ સાથે એક રેસ્ટોરાંમાં ડિનર કર્યું હતું. તેના પર કોરોના નિયમ તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. તેવામાં તેના ત્રીજી ટેસ્ટમાં રમવા પર સસ્પેન્સ છે.

રોહિત માટે ઓસ્ટ્રેલિયાનો પ્લાન તૈયાર છે

  • લાયને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "ચોક્કસ, રોહિત શર્મા વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે, તેથી જ તેને આઉટ કરવો અમારા બોલર્સ માટે એક પડકાર રહેશે.
  • અમે અમારી વ્યૂહરચના પ્રમાણે મેચ રમીશું. અમે પડકારો લેવાનું પસંદ કરીએ છીએ. રોહિતના જોડાવાથી ભારતીય ટીમ મજબૂત થઈ છે. રોહિત માટે અમારો પ્લાન તૈયાર છે."

રોહિત ઉપ-કપ્તાન તરીકે ટીમમાં જોડાયો

  • રોહિત ટીમ સાથે ઉપ-કપ્તાન તરીકે જોડાયો છે. તે 13 મહિના પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે.
  • રોહિત છેલ્લે 22 નવેમ્બર 2019ના રોજ કોલકાતામાં બાંગ્લાદેશ સામે રમ્યો હતો. તે ડે-નાઈટ મેચ હતી.
  • હાલમાં રોહિતે 7 જાન્યુઆરીથી શરૂ થનારી સિડની ટેસ્ટ માટે નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
  • રોહિતે 32 ટેસ્ટમાં 2141 રન બનાવ્યા છે. તેણે 2019માં સાઉથ આફ્રિકા સામે રાંચી ટેસ્ટમાં 212 રન માર્યા હતા. આ તેની ટેસ્ટમાં પ્રથમ ડબલ સેન્ચુરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો