કે.એલ.રાહુલનું પ્રમોશન:રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા રાહુલને ટેસ્ટનો વાઈસ કેપ્ટન બનાવાયો, ટીમના ભવિષ્ય મુદ્દે બોર્ડ એક્શનમાં આવ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી 3 ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હોવાથી હવે કે.એલ.રાહુલને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવાયો છે. BCCIના સૂત્રે પણ આ મુદ્દે ANIને જાણ કરી છે.

કે.એલ.રાહુલ શાનદાર ફોર્મમાં છે
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કે.એલ.રાહુલ શાનદાર ફોર્મમાં છે. ઇંગ્લેન્ડ ટૂરમાં મળેલી તકનો લાભ ઉઠાવી રાહુલે ટેસ્ટ ફોર્મેટની 8 ઈનિંગમાં કુલ 39.38ની એવરેજથી કુલ 315 રન કર્યા છે. રાહુલે 2014માં ઓસ્ટ્રેલિયા ટૂરથી ટેસ્ટ ફોર્મેટમાં કારકિર્દીની શરૂઆત કરી છે. તેવામાં અત્યારસુધી રાહુલે 40 ટેસ્ટ મેચમાં 35.17ની એવરેજથી 2321 રન કર્યા છે. જેમાં 1 ટેસ્ટ મેચમાં બે ઈનિંગ હોય તેના આધારે રાહુલે કુલ 68 ઈનિંગ રમી છે. એમા તેણે 6 સદી અને 12 ફિફ્ટી ફટકારી છે.

ગુજરાતના પ્રિયાંક પંચાલની રોહિતના સ્થાને ટીમમાં પસંદગી
ગુજરાતના પ્રિયાંક પંચાલની રોહિતના સ્થાને ટીમમાં પસંદગી

રોહિતને હેમસ્ટ્રિંગ ઈન્જરી
દક્ષિણ આફ્રિકા ટૂર દરમિયાન રોહિત શર્માને અંજિક્ય રહાણેના સ્થાને ટેસ્ટ ટીમનો નવો વાઈસ કેપ્ટન પસંદ કરાયો હતો. પરંતુ ટૂરમાં જતા પહેલા રોહિતને ટ્રેનિંગ સેશનમાં હેમસ્ટ્રિંગ ઈન્જરી થતા તે બહાર થઈ ગયો છે. હવે આ ઈન્જરીમાંથી બહાર આવવા માટે રોહિત અત્યારે નેશનલ ક્રિકેટ એકેડમીના રિહેબમાં છે. અત્યારે રોહિતના સ્થાને ટીમમાં પ્રિયાંક પંચાલની પસંદગી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...