સમાનતા ક્યારે?:રોહિત શર્માને 3 વન-ડે રમવા માટે 18 લાખ, જ્યારે મિતાલીને માત્ર 1 લાખ રૂપિયા મળે છે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વની ટોચની પ્રોફેશનલ રમતોમાં પુરુષ ખેલાડીઓની સરખામણીએ મહિલાઓને 15 થી 100% ઓછી સેલેરી
  • દેશમાં મહિલા-પુરુષ ફૂટબોલર્સની સેલેરીમાં 10 ગણું અંતર જોવા મળે છે

વિશ્વ લેંગિક સમાનતા મામલે સંઘર્ષ કરી રહ્યુ છે. પુરુષ અને મહિલાઓની સેલેરીમાં રહેલા અંતરને દૂર કરવા પ્રયાસ કરવામા આવે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ સહિતના દેશોમાં ફૂટબોલ ફેડરેશને સમાન વેતન લાગુ કર્યું છે, જોકે હજુ પણ સ્થિતિમાં ખાસ સુધરી નથી. પ્રોફેશનલ ખેલાડીઓને મળતી સેલેરી અને પ્રાઈઝ મનીમાં ઘણું અંતર જોવા મળે છે.

ક્રિકેટ, બાસ્કેટબોલ, ગોલ્ફ, ફૂટબોલ, બેસબોલ, હોકી જેવી ટોચની રમતોની વાત કરીએ તો મહિલા ખેલાડીઓને પુરુષોની સરખામણીએ 15 થી 100% ઓછી સેલેરી મળે છે. જોકે, બીબીસીના એક સરવે અનુસાર, 83% રમતોમાં સમાન પ્રાઈઝ મની મળે છે, પરંતુ તે માત્ર વર્લ્ડ ચેમ્પિયન સ્તર પર. અન્ય ટૂર્નામેન્ટમાં નહીં. ફોર્બ્સના ટોપ-50 સૌથી વધુ કમાણી કરતી ખેલાડીઓમાં માત્ર 2 મહિલા (ઓસાકા-સેરેના) જોવા મળે છે.

મહિલા દિવસ વિશેષઃ ક્રિકેટની ફીમાં ભેદભાવ કેમ?
BCCIએ 2017માં ભથ્થાને પુરુષ-મહિલા માટે સમાન કર્યા. જોકે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને મેચ ફીના અંતરમાં ઘટાડો ન આવ્યો. પુરુષ ક્રિકેટર્સના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ્સમાં 4 કેટેગરી (7, 5, 3 અને 1 કરોડના) છે. જ્યારે મહિલા ક્રિકેટર્સમાં 50, 30, 10 લાખની 3 કેટેગરી છે. પુરુષ ક્રિકેટર્સની મેચ ફી 15 લાખ (ટેસ્ટ), 6 લાખ (વન-ડે), 3 લાખ (ટી-20) છે. જ્યારે મહિલા ક્રિકેટર્સની મેચ ફી નક્કી નથી. તેમને 3 મેચની સીરિઝમાં 1 લાખ મળે છે. ટોચની મહિલા ક્રિકેટર્સ પુરુષોની સરખામણીએ માત્ર 7%ની કમાણી કરે છે.

ફૂટબોલ વર્લ્ડ કપની પ્રાઈઝ મનીમાં 13 ગણાનું અંતર, દર વર્ષે તેમાં વધારો જોવા મળી રહ્યો છે
ભારતમાં પુરુષ ફૂટબોલરને એવરેજ 65-70 લાખ મળે છે. જ્યારે મહિલા ફૂટબોલરને માત્ર 5-10 લાખ મળે છે. વર્લ્ડ કપની પ્રાઈઝ મનીમાં જ 13 ગણાનું અંતર છે. પુરુષોની પ્રાઈઝ મની 400 મિલિયન ડૉલર જ્યારે મહિલાઓની પ્રાઈઝ મની 30 મિલિયન ડૉલર હતી. આ દર વર્ષે વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...