તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોતાની સ્ટ્રેટેજીમાં ફસાઈ હાર્યું ઇંગ્લેન્ડ:રોહિત ગેમચેન્જર અને અશ્વિન ટ્રમ્પ કાર્ડ સાબિત થયા, અક્ષરે એક્સ ફેક્ટર દેખાડ્યું

ચેન્નઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 317 રનથી હરાવી ચાર મેચની સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. 89 વર્ષમાં ઇંગ્લેન્ડ સામે ભારતની આ સૌથી મોટી જીત છે. પહેલી ટેસ્ટમાં 227 રનની એકતરફી હાર બાદ ભારતીય ટીમનું પુનરાગમન પ્રશંસાપાત્ર છે. કુલ 5 પરિબળ એવાં રહ્યાં, જેને લીધે આ મેચમાં ભારતનો માર્ગ સરળ બની ગયો.
1.ટોસ જીતવો એ સૌથી મહત્ત્વનું પરિબળ સાબિત થયું
પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડનું ટોસ જીતવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું. દરમિયાન પિચ સ્પિનરો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ હતી, જેથી ટોચ જીતવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયો. સતત ચાર ટેસ્ટમાં ટોસ હાર્યા બાદ છેવટે ટોચ ભારતની તરફેણમાં રહ્યો છે.
2. રોહિત શર્માની શ્રેષ્ઠ ઈનિંગ
જેની આશા વ્યક્ત કરવામાં આવતી હતી એ પ્રમાણે પહેલા દિવસથી જ પિચ સ્પિનરો માટે મદદરૂપ સાબિત થઈ. ભારતના મોટા ભાગના બેટ્સમેન માટે પિચ પર ટકવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું, જોકે રોહિત શર્માએ 161 રનની ઈનિંગ રમીને ભારતને 300 રનને પાર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અહીંથી મેચ ઇંગ્લેન્ડની પહોંચથી બહાર નીકળી ગઈ હતી. રોહિતે સાતમી સદી ફટકારી અને ટેસ્ટ મેચમાં તેણે જ્યારે પણ સદી ફટકારી છે ત્યારે ભારતની જીત સુનિશ્ચિત થતી રહી છે. આ વખતે પણ આ પ્રમાણે જ થયું.

3. બોલ અને બેટિંગમાં અશ્વિનનો કમાલ
રોહિત શર્માની શાનદાર ઈનિંગ બાદ ચેન્નઈના સિતારા રવિચંદ્રન અશ્વિને મોરચો સંભાળ્યો હતો. તેણે ઇંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં 43 રન આપી 5 વિકેટ ઝડપી હગતી. તેને લીધે ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 134 રનમાં જ સમેટાઈ ગઈ હતી. અશ્વિને ત્યાર બાદ બેટિંગમાં પણ સારો દેખાવ કર્યો હગતો. તેણે 106 રનની ઇનિંગ રમ્યો હતો. ઇંગ્લેન્ડની બીજી ઈનિંગમાં પણ તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.

4.એક્સ ફેક્ટર સાબિત થયા અક્ષર પટેલ
આ ટેસ્ટમાં યોગ્ય ટીમની પસંદગીએ ભારતીય ટીમના માર્ગને સરળ કરી આપ્યો. પ્રથમ ટેસ્ટમાં રમી ચૂકેલા શાહબાજ નદીમ અને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ આ વખતે અક્ષર પટેલ અને કુલદીપ યાદવને તક આપવામાં આવી હતી. ઝડપી બોલર બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ આવ્યો. અક્ષર 90 કિલોમીટરની પ્રતિ કલાકથી વધારે ઝડપથી બોલિંગ કરી રહ્યો છે. તેને લીધે ઇંગ્લેન્ડના બેટ્સમેન સરળતાથી સ્વીપ કરી શકતા ન હતા. અક્ષરે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી. રિસ્ટ સ્પિનર કુલદીપને ઓછી ઓવર મળી, જોકે તેણે પણ અસરકારક બોલિંગ કરી હતી.

5. પોતાની જ વ્યૂહરચનામાં ફસાઈ ગઈ ઇંગ્લેન્ડની ટીમ
પ્રથમ ટેસ્ટમાં જીત હાંસલ કરનારી ઇંગ્લેન્ડ ટીમના ચાર ખેલાડી આ ટેસ્ટમાં રમ્યા ન હતા. ડોમ બેસ, જોસ બટલર, જેમ્સ એન્ડરસન અને જોફ્રા આર્ચરની જગ્યા મોઈન અલી, બેન ફોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ અને ઓલી સ્ટોને લીધું હતું. ફોક્સ ઉપરાંત અન્ય ત્રણ રિપ્લેસમેન્ટ ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું નથી. મોઈન અલીએ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી, જોકે તેણે ખૂબ જ નબળી બોલિંગ કરી હતી. એને લીધે ભારતીય બેટ્સમેન પર કોઈ દબાણ રહ્યું નથી.એકંદરે એવું કહી શકાય છે કે રોટેશન પોલિસી ઇંગ્લેન્ડની વિરુદ્ધ ગઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો