તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Rohit And Gill Will Open, Shardul Thakur Didn't Get A Place In 15 Players, Still Suspense Over Bowling Combination

WTC ફાઈનલ માટે ટીમ જાહેર:રોહિત અને ગિલ કરશે ઓપનિંગ, શાર્દૂલ ઠાકુરને 15 ખેલાડીઓમાં પણ જગ્યા ન મળી, ચાર ફાસ્ટ બોલર રમાડવા અંગે હજુ સસ્પેન્સ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સાઉથમ્પટનમાં 18થી 22 જૂન વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાએ 15 ખેલાડીઓની યાદી જાહેર કરી છે. લિસ્ટના આધારે તે વાત નક્કી છે કે ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ જ ઈનિંગની શરૂઆત કરશે. બોલિંગ કોમ્બિનેશન પર હજુ સસ્પેન્સ યથાવત છે. જો કે શાર્દૂલ ઠાકુરને બહાર થવાથી ચાર ફાસ્ટ બોલરને પ્લેઈંગ-11માં સામેલ કરવાની આશા ઘટી ગઈ છે.

બેટિંગ કોર યથાવત, વિહારી પણ ટીમમાં
ભારતે આ મેચ માટે બેટિંગ કોર તે જ રાખી છે, જે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સ્થાનિક ટેસ્ટ સીરીઝમાં હતી. એટલે કે રોહિત અને શુભમન પછી ત્રણ નંબર પર ચેતેશ્વર પુજારા, નંબર ચાર પર કેપ્ટન વિરાટ કોહલી અને નંબર 5 પર અજિંક્ય રહાણે ઉતરશે તે લગભગ નક્કી માનવામાં આવે છે. ટીમમાં હનુમા વિહારીને પણ સામેલ કરવામાં આવ્યો છે. જો ભારતીય ટીમ 6 વિશેષજ્ઞ બેટ્સમેન (વિકેટકીપરને છોડીને) ઉતરે છે તો વિહારીને પ્લેઈંગ-11માં તક મળી શકે છે. આવી સ્થિતિમાં પંત નંબર-7 પર આવશે. જો વિહારી સામેલ નહીં થાય તો પંત નંબર -6 પર બેટિંગ કરવા ઉતરશે.

બે સ્પિનર્સને રમાડવાની આશા વધી
ભારતના 15 ખેલાડીઓની યાદીથી તે પણ જાહેર થઈ ગયું છે કે ટીમ મેનેજમેન્ટ બે સ્પિનર્સને રમાડી શકે છે. જો ચાર ફાસ્ટ બોલર રમે છે તો રવિચંદ્રન અશ્વિન કે રવીન્દ્ર જાડેજામાંથી કોઈ એકને બહાર બેસાડવા પડશે. એવામાં શાર્દૂલ ઠાકુરને પણ સામેલ કરવામાં આવી શકે છે કારણ કે તે સારી બેટિંગ પણ કરી જાણે છે. હવે જો કે શાર્દૂલ જ ટીમમાં નથી તો ઈશાંત, શમી, બુમરાહ અને સિરાજને રમાડવાથી ભારતીય બેટિંગલાઈન નબળી પડી શકે છે.

ઈશાંત અને સિરાજને લઈને સસ્પેન્સ યથાવત
ભારતે ઈશાંત, બુમરાહ, શમી અને સિરાજની સાથે-સાથે ઉમેશ યાદવને પણ સામેલ કર્યો છે. જો કે હાલના ફોર્મ અને તકની દ્રષ્ટીએ ઉમેશને રમાડવામાં આવશે કે નહીં તેની શક્યતા ઘણી જ ઓછી છે. બુમરાહ અને શમીની પ્લેઈંગ-11માં જગ્યા નિશ્ચિત માનવામાં આવે છે. એવામાં પેંચ ત્યાં અટકે છે કે ઈશાંત અને સિરાજમાંથી કોને પ્લેઈંગ-11માં સમાવવામાં આવે. આ સવાલનો જવાબ મેચના દિવસે જ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...