તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Rohan Gavaskar & Dinesh Karthik Controversy | Seeing His Father With Dinesh Karthik, Rohan Gavaskar Said He Took My Place Here After International Cricket.

ગાવસ્કરના બર્થડે પર તેનો પુત્ર ભડક્યો:દિનેશ કાર્તિક સાથે પિતાને જોઇ રોહન ગાવસ્કર 'જેલસ', કહ્યું- તે ઈન્ટરનેશનલ ક્રિકેટ પછી અહીં પણ મારી જગ્યા પચાવી પાડી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્તિક અને સુનીલ ગાવસ્કર WTC-2ની પહેલી સિરીઝ ( IND V/S ENG )માં પણ કોમેન્ટ્રી કરશે

સુનીલ ગાવસ્કરનો 10 જુલાઈએ 72મો જન્મ દિવસ હતો. તે દિવસે ગાવસ્કરનો પુત્ર રોહને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. સુનીલ ગાવસ્કર અને કાર્તિક વિમ્બલ્ડનની મેચ જોવા ગયા હતા, તે ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટો કાર્તિકે પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. જેના જવાબમાં રોહન ગાવસ્કરે મજાકના મૂડમાં લખ્યું હતું કે કાર્તિકે ઈન્ડિયન ટીમની પ્લેઇંગ 11માં મારી જગ્યા લઈ લીધી હતી, હવે અહીંયા પણ એવું જ કર્યું.

કાર્તિક અને ગાવસ્કર વિમ્બલ્ડન જોવા ગયા
અત્યારે દિનેશ કાર્તિક અને સુનીલ ગાવસ્કર કોમેન્ટ્રી કરવા માટે ઇંગ્લેન્ડમાં છે. બંને દિગ્ગજોએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે WTC ફાઇનલ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી હતી. આ ફાઇનલ મેચ પછી ઈન્ડિયન ટીમ ઈંગ્લેન્ડ સામે પણ WTC-2ની શરૂઆત કરશે. આ ટેસ્ટ સિરીઝમાં કોમેન્ટ્રી કરવા માટે આ બંને નિષ્ણાતો ઇંગ્લેન્ડમાં રોકાઇ ગયા છે. તેવામાં દિનેશ કાર્તિક અને સુનીલ ગાવસ્કર વિમ્બલ્ડનની મેચ જોવા માટે ગયા હતા. જેની તસવીર કાર્તિકે ટ્વિટરમાં શેર કરી હતી.

દિનેશના આ ટ્વીટ પર સુનીલ ગાવસ્કરના પુત્રે રોહન ગાવસ્કરે રિપ્લાય આપ્યો હતો. એણે લખ્યું હતું કે જ્યાકે દિનેશ કાર્તિકે ઈન્ડિયા ટીમમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું ત્યારે મને ઇંગ્લેન્ડ સામેની સિરીઝની પ્લેઇંગ-11માં સ્થાન નહોતું મળ્યું. હવે વિમ્બલડનમાં પણ એણે મારી જગ્યા લઈ લીધી છે. મને આશા છે કે તમે લોકોએ સ્ટ્રોબેરી અને ક્રીમ ખાધું હશે.

રોહન ગાવસ્કર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નિષ્ફળ રહ્યો હતો
રોહન ગાવસ્કરે પોતાની 11 વનડે મેચમાં માત્ર 151 રન બનાવ્યા હતા. તેનો સર્વાધિક સ્કોર 54 રનનો રહ્યો હતો. 2004માં જ્યારે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ ટૂર પર ગઈ હતી, ત્યારે મિડલ ઓર્ડરમાં રોહન ગાવસ્કરની જગ્યાએ દિનેશ કાર્તિકને પ્લેઇંગ-11માં તક અપાઈ હતી. રોહન ગાવસ્કરને 2004ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તક મળી હતી, પરંતુ ત્યાં નિષ્ફળ જતા એને ક્યારે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો નહતો.

રોહન ગાવસ્કરે 11 વનડે મેચમાં માત્ર 151 રન બનાવ્યા હતા.
રોહન ગાવસ્કરે 11 વનડે મેચમાં માત્ર 151 રન બનાવ્યા હતા.

ઈન્ડિયન ટીમ 4 ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝ રમશે
ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયા તૈયાર છે. આ સિરીઝની પહેલી મેચ ટ્રેંટ બ્રિડ્જમાં રમાશે. ઈન્ડિયન ટીમ જલદીથી બાયો-બબલમાં પરત ફરશે. WTCની હારને ભૂલીને ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સિરીઝ પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ WTC-2ની પ્રથમ સિરીઝ રહેશે, જેને જીતવા માટે ટીમ ઈન્ડિયા પોતાનું બેસ્ટ આપશે. ટીમ મેનેજમેન્ટે આ સિરીઝમાં ઘણા રિઝર્વ ખેલાડીઓને પણ પોતાની સાથે રાખ્યા છે. દિનેશ કાર્તિક અને ગાવસ્કર આ સિરીઝમાં કોમેન્ટ્રી કરશે.