તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુજારા સામે સવાલ:ચેતેશ્વર પૂજારા સામે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવાનું જોખમ

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન ના કર્યું તો બહાર થઈ શકે છે

ભારતનો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ કહેવાતો ચેતેશ્વર પૂજારા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નથી. ટીમ મેનેજમેન્ટ તેનાથી નિરાશ છે. આથી તેના પર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટની પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર થવાનું જોખમ છે. જો તેણે પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન ના કર્યું તો બહાર કરી શકાય છે. તે છેલ્લી 30 ઈનિંગ્સમાં એક પણ સદી ફટકારી શક્યો નથી.

તેણે છેલ્લે 2019માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. જાન્યુઆરી, 2020થી તેની સરેરાશ 26.35ની રહી છે. તેના 30.20 સ્ટ્રાઈક રેટથી અલ્ટ્રા-ડિફેન્સિવ એપ્રોચથી વિરોધીને પુનરાગમનનો સમય મળી જાય છે.

પુજારાના ખરાબ રમવાને કારણે નંબર-4 પર આવતા કોહલી અને નંબર-5 પર આવતા અજિંક્ય રહાણે પર વધારાનું દબાણ બની જાય છે. જો પુજારાને બહાર કરાય તો મિડલ ઓર્ડરમાં કે.એલ. રાહુલ કે હનુમા વિહારીમાંથી કોઈ એકને તક મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...