• Gujarati News
  • Sports
  • Cricket
  • RISHABH Said At The Time Of Taking The Run, The England Player Comes In Between Knowingly, Should I Hit Hard?

પંતે ગુસ્સામાં રોહિતને ફરિયાદ કરી:કહ્યું- રન લેતા સમયે ઇંગ્લેન્ડના પ્લેયર જાણી જોઈને વચ્ચે આવે છે, જોરદાર ટક્કર મારી દઉ?

3 મહિનો પહેલાલેખક: સ્પોર્ટ્સ ડેસ્ક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 મેચ ટ્રેન્ટ બ્રિજ નોટિંગહામ ખાતે રમાશે. ભારત હવે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે અને શ્રેણી પર કબજો કરી લીધો છે. શનિવારે રમાયેલી મેચમાં ભુવી અને બુમરાહની જોડીએ અંગ્રેજો પર તબાહી મચાવી હતી. બીજી T20 મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રિષભ પંતનો રન લેવાનો છે. ફેન્સ પણ સોશિયલ મીડિયા પર પંતની ખૂબ મજા લઈ રહ્યા છે. પંત ઘણીવાર મેદાન પર કંઈકને કંઈક કહેતો રહે છે. જ્યારે તે કિપિંગ કરતો હોય છે, ત્યારે તેનો અવાજ ઘણીવાર સ્ટમ્પ માઈક પર કેપ્ચર થાય છે. આવામાં ઇંગ્લેન્ડ ખેલાડીને ટક્કર મારી દેવાની વાત કરતો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાળો વીડિયો વાઈરલ...

પંતનો અવાજ માઈકમાં કેપ્ચર

પંતે રન લીધા પછી રોહિતને બોલાવ્યો
પંતે રન લીધા પછી રોહિતને બોલાવ્યો

તેનો અવાજ કેમેરા માઈકમાં કેપ્ચર થઈ ગયો છે. હવે તેની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે. વાસ્તવમાં, પંત ખૂબ જ રમુજી છે અને ઘણીવાર મેદાન પર મજાક પણ કરે છે. તેના આવા જ કિસ્સાના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.

આ દરમિયાન રિષભ પંત જ્યારે રન લઈ રહ્યો હતો ત્યારે ઇંગ્લેન્ડના ખેલાડીઓ તેની વચ્ચે આવી જતા હતા. આ જોઈને ગુસ્સામાં આવેલા પંતે ભારતીય કેપ્ટન રોહિત શર્માને ફરિયાદ કરી હતી. પંતે કહ્યું કે આ લોકો જાણી જોઈને મારા રન લેતા સમયે વચ્ચે આવે છે. હવે હું આવું કરે તો શું ટક્કર મારીને પાડી દઉં? આ એક ક્લિપ પછી રોહિતનો જવાબ સંભળાયો નથી પરંતુ આ ચર્ચા અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી વાઈરલ થઈ રહી છે. વળી આ અંગે ઘણા ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

રિષભે ફરિયાદ કરી રોહિતને કહ્યું કે જાણી જોઈને આ ઇંગ્લેન્ડના ખેલાડીઓ વચ્ચે આવે છે, શું કરું ટક્કર મારી દઉં?
રિષભે ફરિયાદ કરી રોહિતને કહ્યું કે જાણી જોઈને આ ઇંગ્લેન્ડના ખેલાડીઓ વચ્ચે આવે છે, શું કરું ટક્કર મારી દઉં?

ક્રિસ જોર્ડન (4/27) અને રિચર્ડ ગ્લીસન (3/15)ની ચુસ્ત બોલિંગને કારણે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા (46* રન, 29 બોલ, 5 ચોગ્ગા)એ ટીમને આઠ વિકેટે 170 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

ઇંગ્લેન્ડના ખેલાડીનું ડેબ્યુ યાદગાર બન્યું
ઈંગ્લેન્ડે આ મેચમાં પ્રથમ વખત રિચર્ડ ગ્લેસનને T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક આપી હતી. રોહિત શર્માએ તેની પહેલી જ ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ પાંચમા બોલ પર તેણે ભારતીય કેપ્ટનની વિકેટ લીધી હતી.

ગ્લેસને એક જ ઓવરમાં પહેલા વિરાટ કોહલી અને પછી બીજા બોલ પર રિષભ પંતને પેવેલિયન ભેગા કર્યા હતા. આ રીતે ગ્લેસને ચાર બોલમાં ત્રણ વિકેટ લઈને પોતાનું ડેબ્યૂ યાદગાર બનાવ્યું હતું. ગ્લેસન બાદ જોર્ડને તેની એક ઓવરમાં સૂર્યકુમાર યાદવ અને પછી હાર્દિક પંડ્યાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 89 રનમાં પાંચ વિકેટ પડી ગયા પછી જાડેજાએ લીડ મેળવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...