ધોનીનો રેકોર્ડ તોડી પંતે ઈતિહાસ રચ્યો:24 વર્ષ અને 27 ટેસ્ટમાં 100 કેચ પકડ્યા, માહીએ 40 મેચનો સમય લીધો હતો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રિષભ પંત બેટિંગમાં ખાસ કરી શક્યો નથી, પરંતુ વિકેટ પાછળ આ ખેલાડી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ પંત ભારત માટે કીપર તરીકે સૌથી ઝડપી 100 કેચ પકડનારો ખેલાડી બની ગયો છે. હવે દિલ્હીના આ વિકેટકીપર બેટરે વધુ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

જોહાનિસબર્ગ ટેસ્ટના બીજા દિવસે, પંતે આફ્રિકન ઇનિંગનો છેલ્લો કેચ પકડતાની સાથે જ તેની ટેસ્ટ કારકિર્દીના 100 કેચ પૂરા કર્યા છે. વિકેટ કિપિંગ કરતા આ રેકોર્ડ નોંધાવનારો તે માત્ર ચોથો ભારતીય વિકેટકીપર છે. પંત પહેલા માત્ર મહેન્દ્ર સિંહ ધોની, સૈયદ કિરમાણી અને કિરણ મોરે આ યાદીમાં સામેલ હતા.

કેચ પકડતાની સાથે જ ધોનીને ઓવરટેક કર્યો
100 કેચ પકડતાની સાથે જ રિષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંતે આ 27 મેચમાં રેકોર્ડ પોતાને નામ કર્યો છે, જ્યારે ધોનીએ 100 કેચ પકડવામાં 40 ટેસ્ટ મેચનો સમય લીધો હતો.

  • ધોનીએ પોતાની ટેસ્ટ કરિયરમાં સૌથી વધુ 256 કેચ પડક્યા છે.
  • પૂર્વ વિકેટકીપર સૈયદ કિરમાણીએ 160 કેચ પકડ્યા છે.
  • કિરણ મોરેએ ટેસ્ટ ક્રિકેટમાં 110 કેચ પકડ્યા છે.

સૌથી ઝડપી 100 કેચ પકડનારો ઈન્ડિયન વિકેટકીપર
ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં રિષભ પંત ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 કેચ પકડનારો વિકેટકીપર બન્યો હતો. પંતે આ સિદ્ધિ પોતાની 26મી ટેસ્ટમાં મેળવી છે. તેની પહેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 36 ટેસ્ટ મેચમાં 100 કેચ પડક્યા હતા. પંતે આ રેકોર્ડ માત્ર 24 વર્ષની ઉંમરે પોતાને નામ કર્યો હતો.

ધોની પછી ત્રીજા નંબર પર રિદ્ધિમાન સાહાનું નામ આવે છે. તેણે આ રેકોર્ડ 37 ટેસ્ટ મેચમાં પોતાને નામ કર્યો હતો. વળી ચોથા સ્થાન પર કિરણ મોરેનું નામ આવે છે, જેણે 39 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે. પાંચમા નંબર પર નયન મોંગિયા અને છઠ્ઠા સ્થાને સૈયદ કિરમાણી છે. મોંગિયાએ 100 કેચ 41 ટેસ્ટમાં લીધા હતા. વળી કિરમાણીએ આ સિદ્ધિ 42 ટેસ્ટમાં મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...