IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ સંભાળ્યા પછી રિષભ પંતને ભારતીય ટીમની કમાન પણ મળી ગઈ છે. વિરાટ-રોહિતની ગેરહાજરી અને રાહુલ ઈજાગ્રસ્ત થતા રિષભ પંતને ટીમનો કેપ્ટન બનાવાયો હતો. તેવામાં ટોસ દરમિયાન રિષભ પંત ભાવુક થઈ ગયો હતો. તો બીજી બાજુ મેચ હારી ગયા પછી પંતે દ.આફ્રિકન ટીમની પ્રશંસા પણ કરી હતી.
ટોસ દરમિયાન પંતનો ભાવુક સંદેશ
રિષભે ઈમોશનલ સ્પિચ આપતા કહ્યું કે દિલ્હીનો હું છોકરો છું અને મારા પોતાના ઘરઆંગણે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમવી મારા માટે ગર્વની વાત છે. એટલું જ નહીં મને કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવાની તક મળી છે જેને લઈને હું ઘણો ઉત્સાહિત છું. મને જેને પણ સપોર્ટ કર્યો છે એ દરેકનો હું આભારી છું.
તમને જણાવી દઈએ કે પંત ટોસ હારી ગયો હતો અને આફ્રિકાએ પહેલા બોલિંગ પસંદ કરી હતી. તેવામાં રિષભે ગેમ પ્લાન જણાવતા કહ્યું કે આ એક સારી પિચ છે અને અહીં પહેલા બેટિંગ કરવામાં અમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. પરંતુ જો હું ટોસ જીત્યો હોત તો બોલિંગ કરવાનો નિર્ણય જ લીધો હોત. આ મારી કારકિર્દીની સૌથી મહત્ત્વપૂર્ણ મેચ છે. વળી ભારતીય ટીમના પ્લેઇંગ-11મા પસંદ થયેલા દરેક ખેલાડીને પોતાના રોલ વિશે જાણ છે.
વીડિયો જોવા અહીં ક્લિક કરો...
પંતને પ્લેઇંગ-11 મોઢે હતી
તમને જણાવી દઈએ કે રિષભ પંત સાથે ટોસ દરમિયાન વધુ એક ગજબનો કિસ્સો થયો હતો. તેણે ભારતીય ટીમની પ્લેઇંગ-11 વિશે પૂછવામાં આવ્યું ત્યારે તાત્કાલિક દરેક ખેલાડીના નામ બોલવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન પંતે 11 ખેલાડીના નામ મોઢે હતા અને દરેક વિશે જણાવી દીધું હતું. આમ જોવા જઈએ તો ટીમમાં અન્ય કેપ્ટનને આખી પ્લેઇંગ-11 યાદ હોતી પણ નથી. 2 કે 3 ફેરફાર થયા હોય તો પણ અન્ય કેપ્ટન નામ ભૂલી જતા હોય છે તેવામાં પંતે આખી ટીમ વિશે જણાવી દીધું હતું.
ભારતીય ટીમની પહેલી T20માં પ્લેઇંગ-11, ઉમરાનને તક ન મળી
ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, રિષભ પંત (કેપ્ટન), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન
કેપ્ટન અને વાઈસ કેપ્ટન વચ્ચે શાનદાર પાર્ટનરશિપ
ભારતીય ટીમની ચોથી વિકેટ માટે પાર્ટનરશિપ પંત અને કેપ્ટન વચ્ચે શાનદાર રહી હતી. આ દરમિયાન બંને ખેલાડીએ મળીને કુલ 18 બોલમાં 46 રન ફટકારી ટીમને એક હાઈસ્કોરિંગ ટોટલ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પાર્ટનરશિપ પછી જોકે રિષભ પંત 29ના અંગત સ્કોર કરી નોર્ત્યાની ઓવરમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારપછી હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક વચ્ચે 5 બોલમાં 9* રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
હાર પછી પંતનું નિવેદન....
ઈન્ડિયન ટીમ T20 ઈન્ટરનેશનલ મેચમાં સતત 13 મેચ જીતવાનો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગઈ છે. દ.આફ્રિકાએ પાંચ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતને 7 વિકેટથી હરાવી દીધું છે. તેવામાં ભારતના કેપ્ટન રિષભ પંતે કહ્યું કે અમે ખૂબ જ સારો સ્કોર સેટ કર્યો હતો. કેટલીકવાર તમારે સામેની ટીમને તેમના શાનદાર રમતનો શ્રેય આપવો પડે. આજે દ.આફ્રિકાના બેટર્સે સારી બેટિંગ કરી મેચ જીતી લીધી છે. જ્યારે અમે બેટિંગ કરતા હતા ત્યારે બોલર્સને સ્લોઅર બોલથી ઘણો ફાયદો થતો હતો પરંતુ ત્યારપછી વિકેટ બેટિંગ માટે વધુ અનુકૂળ બની ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.