• Gujarati News
  • Sports
  • Cricket
  • Rishabh Dropped Important Catches In The SA Series, Losing A Stumping Chance Was The Turning Point Of The Match; Fans Were Outraged By The Wicketkeeper's Performance

પંતે કરી ભૂલની 'હેટ્રિક':SA સિરીઝમાં રિષભે મહત્ત્વપૂર્ણ કેચ છોડ્યા, સ્ટમ્પિંગની તક ગુમાવવી મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો; વિકેટકીપરના પ્રદર્શનથી ફેન્સ અકળાયા

4 મહિનો પહેલા
  • પહેલી વનડેમાં ડૂસેનનો કેચ, બીજીમાં ડિકોકનું સ્ટમ્પિંગ અને ત્રીજીમાં ફરીથી ડૂસેનનો કેચ છોડ્યો

ઈન્ડિયન ટીમે ટેસ્ટ પછી વનડે સિરીઝ પણ ગુમાવી દીધી છે. જેના પરિણામે છેલ્લી વનડેમાં આબરુ જાળવવા ઈન્ડિયન બોલર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરંતુ મિડલ ઓવર્સમાં ફરી એકવાર રિષભ પંતે કેચ છોડી દ.આફ્રિકન બેટર ડૂસેનને જીવનદાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સિરીઝની ત્રણેય વનડે મેચમાં પંતે સળંગ 3 વિકેટ લેવાની તક ગુમાવી દીધી છે. પહેલી વનડેમાં તેને ડૂસેનનો કેચ છોડ્યો પછી આફ્રિકન બેટરે સદી ફટકારી દીધી, બીજી વનડેમાં પંતે ડિકોકના સ્ટમ્પિંગની તક ગુમાવી અને આજે ત્રીજી મેચમાં ડૂસેનનો કેચ ડ્રોપ કરી દીધો છે. તેવામાં પંતની ભૂલો કરવામાં હેટ્રિકના કારણે ઈન્ડિયન ટીમની વિકેટ લેવાની લયના રંગમાં સતત ભંગ પડતો જોવા મળ્યો છે. જેનાથી ફેન્સ પણ અકળાઈ ગયા છે. તો ચલો આપણે આવાજ કેટલાક કિસ્સા પર નજર ફેરવીએ....

ત્રીજી વનડે- 17મી ઓવરમાં પંતે સરળ કેચ છોડ્યો
કેપટાઉન વનડેની 17મી ઓવરના પહેલા બોલ પર રિષભ પંતે વાન ડેર ડૂસેનનો સરળ કેચ છોડ્યો હતો. જેના પરિણામે વિરાટ કોહલી સહિત કોમેન્ટેટર્સ પણ અકળાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમે ત્રીજી વનડે મેચમાં ધારદાર બોલિંગ કરી આફ્રિકાની 70 રનમાં 3 વિકેટ પાડી દીધી હતી. તેવામાં મિડલ ઓવર્સમાં ફરી એકવાર પંતે કેચ છોડતા ઈન્ડિયન ટીમ મિડલ ઓવર્સમાં વિકેટ લેવા માટે ફાંફાં મારતી જોવા મળી રહી હતી. વળી જીવનદાનનો ફાયદો ઉઠાવી વાન ડેર ડૂસેને ફિફ્ટી પણ ફટકારી અને ડિકોક સાથે 100+ રનની પાર્ટનરશિપ કરી દ.આફ્રિકાને એક સારા સ્કોર સુધી પહોંચવામાં સહાય કરી છે.

ડિકોકની સ્ટમ્પિંગની તક ગુમાવી હતી
ડિકોકની સ્ટમ્પિંગની તક ગુમાવી હતી

બીજી વનડેમાં ડિકોકના સ્ટમ્પિંગની સરળ તક ગુમાવી

  • અશ્વિનની ઓવરમાં ડિકોક ઓવર સ્ટેપ કરીને લોફ્ટેડ શોટ મારવા ગયો હતો.
  • જોકે ડિકોક શોટ મારવાનું ચૂકી જતા પંત પાસે સ્ટમ્પિંગ કરવાની સરળ તક હતી. પરંતુ રિષભ બોલ પકડી ન શક્યો અને ડિકોકને 32 રનના અંગત સ્કોર પર જીવનદાન મળ્યું હતું.
  • પંતનું આ સ્ટમ્પિંગ ગેમનો ટર્નિંગ પોઈન્ટ સમાન રહ્યું અને ડિકોકે જીવનદાનનો ફાયદો ઉઠાવી 78 રનનો સ્કોર બનાવ્યો હતો.

પંતે પહેલી વનડે મેચમાં ડૂસેનનો કેચ છોડ્યો
તમને જણાવી દઈએ કે રિષભ પંતે પહેલી વનડે મેચમાં વાન ડેર ડૂસેનનો કેચ છોડ્યો હતો. આ યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં ભારતીય ટીમને વિકેટ લેવાની મહત્ત્વપૂર્ણ તક મળી હતી. ત્યાર પછી તો ડૂસેને પહેલી મેચમાં જીવનદાનનો ફાયદો ઉઠાવી શાનદાર સદી ફટકારી દીધી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા પહેલી મેચ હારી ગઈ હતી. એટલું જ નહીં તેણે કેપ્ટન બવુમા સાથે 204 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.

પહેલી વનડેમાં પંત સ્ટમ્પિંગનો શિકાર
ઉલ્લેખનીય છે કે પહેલી વનડેમાં રિષભ પંત ઈન્ડિયન ટીમના રન ચેઝ દરમિયાન શાનદાર લયમાં જોવા મળી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન દ.આફ્રિકન વિકેટકીપર ડિકોકે વાઈડ બોલ પર પંતનું સ્ટમ્પિંગ કરી મેચ પલટી નાખી હતી. પંતની વિકેટ જાણે મેચનો ટર્નિંગ પોઈન્ટ બનીને રહી ગયો હતો.

તેવામાં શું મિડલ ઓવર્સમાં રિષભ પંત જેવી રીતે સરળ તકો ગુમાવી રહ્યો છે એનાથી ઈન્ડિયન ટીમ વધારે મુશ્કેલીમાં મુકાઈ રહી છે? બીજી બાજુ મિડલ ઓવર્સમાં ભારતને આમેય ઓછી વિકેટ મળે છે તેમાં આવી તક ગુમાવવી ભારતને આ સિરીઝમાં ઘણી મોંઘી પડી છે.

ટેસ્ટ સિરીઝમાં પંતે કીગન પીટરસનનો કેચ છોડ્યો
જોહાનિસબર્ગ ટેસ્ટમાં ઈન્ડિયન ટીમ પહેલી ઈનિંગમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેવામાં આફ્રિકન ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે રિષભ પંતે કીગન પીટરસનનો સરળ કેચ છોડ્યો હતો. આ દરમિયાન SAનો સ્કોર 35/1 હતો જો આ કેચ થઈ ગયો હોત તો ભારતને મહત્ત્વપૂર્ણ તક મળી ગઈ હોત.

ઉલ્લેખનીય છે કે આ કેચ અઘરો હતો પરંતુ સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે જો તમે કિપિંગ ગ્લવ્સ પહેર્યા છે તો આવી તકો ગુમાવવી ન જોઈએ. આ કેચ મુશ્કેલ હતો પણ પકડવો જોઈએ.

સોશિયલ મીડિયામાં યૂઝર્સ ભડક્યા

​​રિષભ પંતે આ સિરીઝમાં ઘણા કેચ છોડ્યા છે, તેમાંથી વનડે સિરીઝમાં તેણે સ્ટમ્પિંગ સહિત ઘણી તક ગુમાવતા ફેન્સ પણ તેના પ્રદર્શનથી અકળાઈ ગયા છે. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે રિષભ પંતની આ વિચિત્ર વિકેટકિપિંગ છે. ક્યાં સુધી પંતના ડ્રોપ થયેલા કેચ મેચના ટર્નિંગ પોઈન્ટ બની જશે અને ભારત મેચમાં બેકફુટ પર જતું રહેશે! વળી અન્ય કેટલાક યૂઝર્સે કહ્યું કે પંત મેચમાં એક કેચ તો છોડે જ છે, હવે તો આની આદત પડી ગઈ છે.

સોશિયલ મીડિયામાં જોવા જઈએ તો પંત અને વિકેટકિપિંગમાં ડ્રોપ કેચનો મુદ્દે છેલ્લા 3થી 4 વર્ષથી ચગતો આવ્યો છે. પંત મોટાભાગે કેચ ડ્રોપ થયો હોવાને કારણે ટ્રેન્ડમાં પણ આવ્યો છે અને ફેન્સ તેના સ્થાને ધોની ધોની કરતા ચિયર કરતા પણ જોવા મળ્યા છે. તો વળી બીજી બાજુ દર્શકો સંજુ સેમસનનું નામ ચિયર કરતા પણ જોવા મળ્યા છે. આનાથી સ્પષ્ટપણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે પંત અને કેચ ડ્રોપનો સંબંધ કેટલો જૂનો છે.

પંત અને કેચ ડ્રોપના કારણે છેલ્લા 3-4 વર્ષથી ફેન્સ તેના સામે નિશાન સાધી રહ્યા છે. કેટલીક જુની પોસ્ટ પર નજર ફેરવીએ..
પંત અને કેચ ડ્રોપના કારણે છેલ્લા 3-4 વર્ષથી ફેન્સ તેના સામે નિશાન સાધી રહ્યા છે. કેટલીક જુની પોસ્ટ પર નજર ફેરવીએ..

તમને જણાવી દઈએ કે રિષભ પંતે છેલ્લા કેટલાક વર્ષોમાં જવાદારી પૂર્વક બેટિંગ કરી ટીમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એટલું જ નહીં તેણે ટેસ્ટ અને લિમિટેડ ઓવર્સમાં ઘણા સારા સેવ પણ કર્યા છે તથા ધોનીના રેકોર્ડ્સ પણ તોડ્યા છે. તેવામાં પંતની મહત્ત્વપૂર્ણ ક્ષણમાં ક્યારેક ક્યારેક કેચ છોડવાની ભૂલ ટીમને મુશ્કેલ સ્થિતિમાં મુકી દે છે.

અન્ય સમાચારો પણ છે...