T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:રોહિત શર્મા કેપ્ટન, બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી; શમી, અય્યર, બિશ્નોઈ અને ચહર સ્ટેન્ડબાય

16 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપ માટે 15 પ્લેયર્સની ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈજાના કારણે બહાર રહેલા હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. T20 વર્લ્ડ કપનો આરંભ 16 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે. તો ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવા ઊતરશે.

વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે હોમ સિરીઝ રમશે. આ બન્ને સિરીઝ માટેની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ભારતીય T20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ.

સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટેની T20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપસિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ.

કોહલીએ એશિયા કપમાં ઓપનિંગમાં આવીને સદી ફટકારી હતી.
કોહલીએ એશિયા કપમાં ઓપનિંગમાં આવીને સદી ફટકારી હતી.

રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાથી અક્ષરને ચાન્સ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ અક્ષર પટેલને ચાન્સ મળ્યો છે. જાડેજાને હાલમાં જ ઘૂંટણની સર્જરી થઈ છે. તે એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. જાડેજાના બહાર થવાથી ટીમને તેની ખોટ લાગી હતી. ટીમ સુપર-4ની સતત બે મેચ હારીને એશિયા કપના ફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી.

15 વર્ષથી જીતી નથી શકી ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાએ પોતાનો પહેલો વર્લ્ડ કપ 2007માં જીત્યો હતો. તે સમયે આ ટુર્નામેન્ટનું પહેલીવાર આયોજન થયું હતું. તે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હતા. આ પછી 6 વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમ ટુર્નામેન્ટ જીતી શકી નથી.