• Gujarati News
  • Sports
  • Cricket
  • Remembering My Late Father, Tears Spilled From My Eyes, Said If My Father Was Alive, I Would Have Been Very Happy Today.

લાઇવ ઇન્ટરવ્યૂમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો હાર્દિક:પિતાને યાદ કરી આંખમાંથી આંસુ છલકાયા, કહ્યું- 'મારા પપ્પા જીવતા હોત, તો આજે બહુ ખુશ હોત'

એક મહિનો પહેલા

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની જીતમાં હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે પહેલા બોલથી જ શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણ વિકેટ ઝડપી. ત્યારબાદ બેટથી 40 રનની મહત્વની ઈનિંગ પણ રમી હતી. ટીમ ઈન્ડિયાની જીત પછી હાર્દિક પંડ્યા ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેણે પોતાના સ્વર્ગસ્થ પિતાને યાદ પણ કર્યા.

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. જીત માટે 160 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે છેલ્લા બોલે પ્રાપ્ત કર્યો. ભારતની જીતમાં હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે પહેલા બોલથી જ શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણ વિકેટ ઝડપી. ત્યારબાદ બેટથી 40 રનની મહત્વની ઈનિંગ પણ રમી હતી.

હાર્દિક પંડ્યા અને કોહલી વચ્ચે શતકીય પાર્ટનરશીપ થઈ અને તેનું પરિણામ ભારતની ટીમને જીત સ્વરૂપે મળ્યું. હાર્દિક અને કોહલી વચ્ચે પાંચમી વિકેટ માટે 113 રનની પાર્ટનરશીપ થઈ. મેચ પત્યા પછી હાર્દિક પંડ્યા ભાવુક થયો અને દિવંગત પિતાને પણ યાદ કર્યા.

મારા પિતાએ ઘણા ત્યાગ કર્યા
હાર્દિક પંડ્યાએ કહ્યું- 'મેં મેચ પહેલા રાહુલ સરને કહ્યું કે, હું દસ મહિના પહેલા જ્યાં હતો અને અત્યારે જ્યાં છું તે મોટી વાત છે. હું તેની માટે મહેનત કરી રહ્યો છું. આ ઈનિંગ મારા પિતા માટે છે. તેઓ અહિંયા હોત તો ખૂબ જ ખુશ હોત. જો મને રમવાની તક ન મળત તો હું અહિંયા કેવી રીતે હોત. મારા પિતાએ ઘણા ત્યાગ કર્યા છે. તેમણે અમારી માટે બીજા શહેર જવાનું નક્કી કર્યું. જ્યારે હું અને મારો ભાઈ છ વર્ષના હતા, ત્યારે તેમણે શહેર બદલ્યું હતું. હું હંમેશા પિતાનો આભારી રહીશ'.

હાર્દિક પંડ્યાએ કહ્યું- 'આજે પહેલી મેચ હતી એટલે ખુબ મહત્વની હતી અને તે પણ પાકિસ્તાન વિરુદ્ધ. મેં અને વિરાટે ભલે સારું પ્રદર્શન કર્યું પણ જીતમાં બધાનું યોગદાન હતું. અર્શદીપ, શમી, ભુવનેશ્વરની બોલિંગ શાનદાર હતી. સૂર્યાના ચોગ્ગા મહત્તવપૂર્ણ હતા'.

ગયા વર્ષે હાર્દિકના પિતાનું અવસાન થયું હતું
હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું ગયા વર્ષે અવસાન થયું હતું. હાર્દિક અને કૃણાલ પંડ્યાને ક્રિકેટર બનાવવામાં હિમાંશુ પંડ્યાનું યોગદાન મહત્વનું હતું. બંન્ને ભાઈઓને ક્રિકેટર બનાવવા હિમાંશુ પંડ્યાએ તેમનો બિઝનેસ પણ બંધ કર્યો હતો અને બીજા શહેરમાં વસવાટ કર્યો હતો. જેથી તેમના બંન્ને દિકરાઓને ક્રિકેટની સારી સુવિધા મળી રહે.

ભારત-પાકિસ્તાનની મેચ શાનદાર રહી
પાકિસ્તાને ભારતને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમ તરફથી શાન મસૂદે સૌથી વધુ 52 રનનું યોગદાન આપ્યું. ઈફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રનની ઈનિંગ રમી. અર્શદીપ અને હાર્દિક બંન્ને ભારતીય ટીમ માટે અસરકારક સાબિત થયા. અર્શદીપ અને હાર્દિકે ત્રણ-ત્રણ વિકેટ લીધી.

160 રનનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત સારી રહી નહતી. ભારતે રોહિત શર્મા અને કેએલ રાહુલની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. ત્યાર પછી કોહલી અને પંડ્યાની પાર્ટનરશીપે મેચની દિશા બદલી નાખી.

અન્ય સમાચારો પણ છે...