ક્રિકેટ / થ્રો-ડાઉન એક્સપર્ટ રઘુના કારણે ઝડપી બોલર્સના સામના માટે તૈયાર: કોહલી

Ready for fast bowlers due to throw-down expert Raghu: Kohli
X
Ready for fast bowlers due to throw-down expert Raghu: Kohli

  • ભારતીય બેટ્સમેન 150-155ની ગતિવાળી બોલને સારી રીતે રમવાનું શીખી ગયા છે

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 05:00 AM IST

નવી દિલ્હી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ માન્યું કે થ્રો-ડાઉન એક્સપર્ટ ડી.રાઘવેન્દ્રના કારણે ભારતીય બેટ્સમેન ઝડપી બોલરો વિરુદ્ધ સારું રમી શકે છે. કોહલીએ કહ્યું કે, ‘રઘુ સાઈડઆર્મથી થ્રો કરતા 150-155 કિ.મી.ની સ્પીડે બોલ નાંખે છે. તેના કારણે અમને ઝડપી બોલર્સ સામે રમવામાં ઘણી મદદ મળે છે. અમે આટલી ઝડપથી આવતી બોલનો અગાઉ કરતા સારી રીતે સામનો કરતા શીખી ગયા છીએ.’ સાઈડઆર્મ એક પ્રકારની ક્રિકેટિંગ ઈક્વિપમેન્ટ છે, જે લાંબા ચમચા જેવું હોય છે, તેને એવી રીતે ડિઝાઈન કરે છે કે તેમાં બોલ પકડી શકાય અને ઝડપથી થ્રો કરી શકાય છે.
કોહલીએ કહ્યું,‘રઘુને ખેલાડીઓના ફૂટવર્ક અને બેટની મુવમેન્ટ અંગે સારી સમજ છે. નેટ પર જ્યારે રઘુનો સામનો કર્યા બાદ મેદાન પર જઈએ છીએ ત્યારે લાગે છે કે તમારી પાસે ઝડપી બોલર્સ સામે સ્ટ્રોક રમવા ઘણો સમય હોય છે.’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી