તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોથી ટેસ્ટમાં જાડેજાના રમવા અંગે સસ્પેન્સ:ઘુંટણની તપાસ માટે હોસ્પિટલ પહોંચ્યો રવીન્દ્ર જાડેજા, લીડ્સ ટેસ્ટમાં ફીલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયન ટીમ 30 ઓગસ્ટ (સોમવારે) લંડન જશે
  • ચોથી ટેસ્ટ મેચ 2 સપ્ટેમ્બરથી લંડનના ઓવલમાં રમાશે

રવીન્દ્ર જાડેજાને હેડિંગ્લે ટેસ્ટ મેચ દરમિયાન ઈજા પહોંચી હતી, ત્યારપછી તે હોસ્પિટલમાં સ્કેન કરવા પહોંચ્યો હતો. આ અંગે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને જાડેજાએ માહિતી આપી હતી. ફેન્સે તેને યોગ્ય સારવાર લેવાની સલાહ આપી. હેડિંગ્લેમાં 76 રનથી હાર્યા પછી સિરીઝ 1-1ની બરાબરી પર પહોંચી ગઈ છે. તેવામાં હવે જાડેજા ઈજાગ્રસ્ત થતા 5 ટેસ્ટની સિરીઝની અન્ય 2 મેચમાં તેના રમવા અંગે સસ્પેન્સ ઊભો થયો છે.

ત્રીજી ટેસ્ટ મેચમાં ફિલ્ડીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
32 વર્ષીય ઈન્ડિયન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને લીડ્સ ટેસ્ટના બીજા દિવસે ઘુંટણમાં ઈજા પહોંચી હતી. ત્યારપછી તે હોસ્પિટલમાં સ્કેન કરવવા પહોંચ્યો હતો. આ અંગે જાડેજાએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને માહિતી આપી હતી. ઇંગ્લેન્ડમાં ઈન્ડિયન ટીમ સાથે કાર્યરત એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જાડેજાના સ્કેનનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. તે આવી જશે એટલે ચોથી ટેસ્ટ મેચમાં જાડેજા રમશે કે નહીં તેનો નિર્ણય લેવાશે.

ઈન્ડિયન ટીમ સોમવારે લંડન જશે
30 ઓગસ્ટના રોજ ટીમ ઇન્ડિયા લંડન માટે રવાના થશે અને જો રવિન્દ્ર જાડેજાની ઈજા ગંભીર નહીં હોય તો તે પણ ટીમની સાથે જ ત્યાં પહોંચશે. જોકે, જાડેજાનું હોસ્પિટલમાં પહોંચવું અને સ્કેન કરાવવું ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચારથી ઓછું નથી.

2જી સપ્ટેમ્બરથી ચોથી ટેસ્ટ મેચ શરૂ થશે
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 2 સપ્ટેમ્બરથી કિંગ્ટન ઓવલમાં રમાશે. કિંગ્ટન ઓવલની પીચ સ્પિનર્સને મદદ કરે છે, આવા કેપ્ટન વિરાટ કોહલીને ચોક્કસપણે ગમશે કે જાડેજાનો સ્કેન રિપોર્ટ સામાન્ય આવે અને તે મેચમાં રમી શકે. ત્રીજી ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરી અને એક ઇનિંગ, 76 રનથી જીત મેળવી હતી. હાલમાં 5 ટેસ્ટની સિરીઝ 1-1ની બરાબરી પર છે.

અન્ય સમાચારો પણ છે...