• Gujarati News
  • Sports
  • Cricket
  • Ravindra Jadeja Deleted All Posts With CSK, Increasing Speculation Of Discord; Didn't Even Wish Dhoni A Birthday

બાપુ નારાજ થઈ ગયા!:રવીન્દ્ર જાડેજાએ CSK સાથેની તમામ પોસ્ટ ડિલિટ કરી, અણબનાવની અટકળો વધી; ધોનીને બર્થડે વિશ પણ નથી કર્યું

3 મહિનો પહેલા

શું રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) છોડશે? શનિવારે ફરી આ પ્રશ્ન ઉભો થયો હતો. કારણ કે જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી CSK સંબંધિત તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આટલું જ નહીં, 33 વર્ષીય ઓલરાઉન્ડરે આ વખતે સોશિયલ મીડિયા પર CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી નથી. જાડેજા અને ધોનીને સારા મિત્રો માનવામાં આવે છે.

ઈન્સ્ટાગ્રામ પરથી CSK સંબંધિત પોસ્ટ હટાવ્યા બાદ જાડેજાએ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં તેની અને ફ્રેન્ચાઇઝી વચ્ચે અણબનાવના સમાચાર ફરીથી વેગવંતા બન્યા છે. આ અંગે ફ્રેન્ચાઈઝી અને જાડેજા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

જાડેજાએ ધોનીને બર્થડે વિશ ન કરી
ધોનીને તેના છેલ્લા જન્મદિવસ પર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જાડેજાએ અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ, આ વખતે ન તો તેમની ઇન્સ્ટામાં પોસ્ટ કે ન તો અભિનંદન સંબંધિત કોઈ પોસ્ટ ટ્વિટર પર આવી છે. ગત વર્ષની પોસ્ટમાં જાડેજાએ લખ્યું હતું કે દેશના અનેક લોકોની પ્રેરણા...એક નેતા, જેમણે પોતાના નેતૃત્વથી એક દાખલો બેસાડ્યો. તમારા માર્ગદર્શન બદલ આભાર. માહી ભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ.

2021માં ધોનીને વિશ કરી હતી...

10 વર્ષનો સાથ છૂટી શકે છે
જો જાડેજા અને ફ્રેન્ચાઈઝી વિશેની અટકળો સાચી પડે તો આઈપીએલની આગામી સિઝનથી જાડેજા અને CSKનો સાથ છૂટી શકે છે. જાડેજા 2012માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો અને ત્યારથી તે ટીમ સાથે છે. તેણે CSK સાથે 2 IPL ટાઇટલ પણ જીત્યા છે.

ધોની બાદ જાડેજા બન્યો કેપ્ટન​​​​​​

જાડેજાને IPL-15માં CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. પરંતુ, જાડેજા કેપ્ટનશિપની જવાબદારી સંભાળી શક્યો નહોતો. તેમની કમાન હેઠળ ટીમ એક પછી એક મેચ હારવા લાગી. તે 8માંથી 6 મેચ હારી જતા જાડેજાએ સિઝનની વચ્ચે જ કેપ્ટન્શિપ છોડી દીધી હતી અને ધોની ફરીથી કેપ્ટન બન્યો હતો.

જાડેજાનું પ્રદર્શન પણ ઘટ્યું

આ સિઝનમાં કેપ્ટનશિપના દબાણમાં જાડેજાનું પ્રદર્શન પણ ઘટી ગયું હતું. તે 10 મેચમાં 19ની એવરેજથી માત્ર 116 રન જ બનાવી શક્યો હતો. બોલિંગમાં તેને માત્ર 5 વિકેટ મળી હતી. આવી સ્થિતિમાં જાડેજાને ઈજાનું કારણ આપીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

રૈનાએ પણ સીઝનની વચ્ચે જ ટીમ છોડી દીધી

આઈપીએલ-2020માં સુરેશ રૈનાએ પણ ટીમ છોડી દીધી હતી અને ટૂર્નામેન્ટની વચ્ચે જ ભારત પરત ફર્યા હતા. ત્યારબાદ ટીમને અધવચ્ચે છોડી દેવામાં આવી હતી. વિવાદને કારણે તે દુબઈથી પરત ફર્યો હતો.

જાડેજા અત્યારે ઈંગ્લેન્ડમાં છે
રવિન્દ્ર જાડેજા અત્યારે ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. તેણે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. જાડેજાએ ભારતની બીજી ઇનિંગમાં 194 બોલમાં 104 રન બનાવ્યા હતા. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...