બાંગ્લાદેશ પ્રવાસ માટે નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત:રવીન્દ્ર જાડેજા અને યશ દયાલ ટીમમાંથી બહાર; જાણો કયા ખેલાડીને મળ્યું સ્થાન

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ રવિન્દ્ર જાડેજા અને યશ દયાલના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદ અને ફાસ્ટ બોલર કુલદીપ સેનને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યા છે.

જાડેજા સંપૂર્ણ રીતે ફિટ નથી
દયાલને પીઠના નીચેના ભાગમાં સમસ્યા છે અને તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર આવ્યો નથી અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. આથી તેમનું રિપ્લેસમેન્ટ પણ ટીમમાં સામેલ કર્યું છે.

શાહબાઝ-કુલદીપને ન્યૂઝીલેન્ડ સિરીઝથી હટાવ્યા
કુલદીપ અને શાહબાઝને શરૂઆતમાં ન્યુઝીલેન્ડમાં 25 નવેમ્બરથી ઓકલેન્ડમાં શરૂ થનારી 3 મેચની ODI શ્રેણી (ભારત VS ન્યુઝીલેન્ડ) માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે હવે તે બાંગ્લાદેશ જનારી ટીમનો ભાગ હશે. ન્યૂઝીલેન્ડમાં ODI ટીમ માટે હાલમાં કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.

ન્યૂઝીલેન્ડ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, ઉમરાન મલિક

બાંગ્લાદેશ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (c), KL રાહુલ (vc), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (wk), ઈશાન કિશન (wk), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન

ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ

  • 4 ડિસેમ્બર, પહેલી વન-ડે(ઢાકા) 12.30 વાગ્યે
  • 7 ડિસેમ્બર, બીજી વન-ડે(ઢાકા) 12.30 વાગ્યે
  • 10 ડિસેમ્બર, ત્રીજી વન-ડે(ઢાકા) 12.30 વાગ્યે
  • 14-18 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ(ચિટગાવ)
  • 22-26 ડિસેમ્બર, બીજી ટેસ્ટ(ઢાકા)
અન્ય સમાચારો પણ છે...