• Home
  • Sports
  • Cricket
  • Ravichandran Ashwin shared a one year old mankaded photo and says, "Stay in, stay safe"

રવિચંદ્રન અશ્વિને એક વર્ષ જૂનો માંકડેડ ફોટો શેર કરીને કહ્યું, "અંદર રહો, સુરક્ષિત રહો"

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 11:31 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને બુધવારે ટ્વિટર પર જોસ બટલરને IPL 2019માં માંકડેડ આઉટ કરતો ફોટો પોસ્ટ કર્યો. તેણે લખ્યું કે, "કોઈએ મારી સાથે આ ફોટો શેર કરીને મને કહ્યું કે, આ ઘટનાને બરાબર 1 વર્ષ થઈ ગયું છે. આખું દેશ લોકડાઉનમાં હોવાથી બધા નાગરિકોને આ એક રિમાઇન્ડર છે. બહાર ન ફરો. અંદર રહો, સુરક્ષિત રહો." અશ્વિને  હાલમાં કોરોનાવાઇરસને ધ્યાનમાં રાખતા પોતાના ટ્વિટર હેન્ડલનું નામ: લેટ્સ સ્ટે ઇન્ડોર ઇન્ડિયા (lets stay indoors India) કર્યું છે.

અશ્વિન માને છે કે આ કોરોનાવાયરસના સમાધાન શોધવાનો સમય છે, દેશમાં કોઈને પણ જવાબદાર ગણવાનો નહિ. તેણે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "દરેકને હાલની પરિસ્થિતિમાં કેટલાક પાઠ મળશે અને લોકો ભવિષ્ય વિશે જાગૃત રહેશે."અશ્વિન હાલમાં ચેન્નાઇમાં તેના ઘરે છે અને તે પોતાને ઘરે ફિટ રાખવાના પ્રયત્ન કરી રહ્યો છે જેથી કોરોનાનો ખતરો પૂરો થયા બાદ તે સંપૂર્ણ તંદુરસ્તી સાથે મેદાનમાં ઉતરી શકે.

'આશા છે કે કોરોનાનું સમાધાન જલ્દીથી મળી જશે'
અત્યારે શ્રેષ્ઠ સમાધાન એ છે કે બધા એકબીજાથી અંતર રાખે. આશા છે કે વૈજ્ઞાનિકો જલ્દીથી કોઈ ઉપાય શોધી કાઢશે. આ બધા માટે પાઠ છે. અમે રમતોને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ, પરંતુ રમતગમત કરતા ઘણી મોટી વસ્તુઓ છે."

ઓફ સ્પિનરે કહ્યું, "મને યાદ નથી કે મારા શહેરમાં  આ પહેલા મેં ઘણા પક્ષીઓના ક્યારે અવાજો સાંભળ્યો હતો. મને લાગે છે કે આ કાલ્પનિક છે પરંતુ હકીકતમાં આવું થઈ રહ્યું છે. હવામાં નવી તાજગી છે અને ઘણા પક્ષીઓ પાછા ફર્યા છે. ”

'જૂની મેચ જોવાની ઇચ્છા નથી'
અશ્વિને કહ્યું, “ઘણો સમય હોવા છતાં, મેં ક્રિકેટ વિશે વધુ વિચાર્યું નથી. અત્યારે ટીવી પર જૂની ક્રિકેટ મેચ જોવાની ઇચ્છા નથી અને મને કેમ નથી ખબર કેમ પણ હું યુટ્યુબ પર પણ કોઈ જૂના સ્પોર્ટ્સ વીડિયો જોતો નથી. આપણે કેટલાક હેતુ સાથે કંઈક કરીએ છીએ. જેમ કે જો આપણે પ્રેક્ટિસ કરવા જઇએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આગળ આઇપીએલની મેચ છે અથવા કોઈ અન્ય લીગ છે. પરંતુ જો હું પ્રેક્ટિસ કરવા જઉં છું અને હું જાણતો નથી કે હું કઈ મેચ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છું તો તેનો કોઈ ફાયદો નથી."

અશ્વિન અત્યાર સુધીમાં ભારત માટે 71 ટેસ્ટ, 111 વનડે અને 46 T-20 રમ્યો છે. 

માંકડેડ શું છે?
13 ડિસેમ્બર 1947ના સિડની ખાતે ભારતીય બોલર વિનુ માંકડે પહેલીવાર કોઈ બેટ્સમેનને આ રીતે રન-આઉટ કર્યો હતો. માંકડે ઓસ્ટ્રેલિયાના બિલ બ્રાઉનને પોતાની રન-અપ વખતે ક્રિઝની બહાર જોતા રન-આઉટ કર્યો હતો. તે પછી આ રીતે કોઈ બેટ્સમેન આઉટ થાય તો તેને માંકડેડ કહેવામાં આવે છે. આ ઘટના પછી ઓસ્ટ્રેલિયન મીડિયાએ માંકડની ખૂબ ટીકા કરી હતી. જોકે ત્યારે સર ડોન બ્રેડમેને માંકડનો પક્ષ લેતા આ મોડ ઓફ વિકેટને યોગ્ય ગણાવી હતી. નિયમ મુજબ જ્યાંં સુધી બોલર બોલ રિલીઝ ન કરે ત્યાર સુધી બેટ્સમેને ક્રિઝની અંદર જ ઉભું રહેવું જરૂરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી