• Gujarati News
  • Sports
  • Cricket
  • Ravi Shastri Will Join Legends League Cricket, The Tournament Will Be Held From January; Find Out Which Position Was Selected

LLC 2022:રવિ શાસ્ત્રી લેજેન્ડ્સ લીગ ક્રિકેટ સાથે જોડાશે, જાન્યુઆરીથી ટૂર્નામેન્ટની આયોજન થશે; જાણો કયા પદ માટે પસંદગી થઈ

18 દિવસ પહેલા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને લિજેન્ડ્સ લીગ ક્રિકેટના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓ ભાગ લેશે. આ એક પ્રોફેશનલ ટૂર્નામેન્ટ હશે જે આવતા વર્ષે જાન્યુઆરી દરમિયાન ગલ્ફ કંટ્રીમાં યોજાશે.

રવિ શાસ્ત્રીએ ખુશી વ્યક્ત કરી
લિજેન્ડ્સ લીગ ક્રિકેટના કમિશ્નર તરીકે નિયુક્ત થયા બાદ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ક્રિકેટ સાથે, ખાસ કરીને રમતના દિગ્ગજો સાથે જેઓ એક સમયના ક્રિકેટના ચેમ્પિયન રહ્યા છે, તેમની સાથે જોડાઈને ખૂબ જ સારું લાગે છે. રવિ શાસ્ત્રીએ તાજેતરમાં જ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. શાસ્ત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ પ્રકારની ક્રિકેટમાં મજા આવશે, આ દિગ્ગજો પાસે સાબિત કરવા માટે કંઈ નવું નથી. પરંતુ તેમની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે, તે જોવાનું રસપ્રદ રહેશે કે તેઓ તેની સાથે કેવી રીતે ન્યાય કરે છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચના જણાવ્યા અનુસાર, હું લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો ભાગ બનીને ખૂબ જ રોમાંચિત છું, આ એક અનોખી પહેલ છે અને અમે તેનું આગળ ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યા છીએ.

આ દેશોના ક્રિકેટરો ભાગ લેશે
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરો હશે જેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જ્યારે અન્ય દેશોના ક્રિકેટરોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવશે જે ભારત, એશિયા અને બાકીના વિશ્વની ટીમોનું પ્રતિનિધિત્વ કરશે. લીગના સહ-સ્થાપક અને CEO રમણ રહેજાએ જણાવ્યું હતું કે, શાસ્ત્રી ભારતીય અને વિશ્વ ક્રિકેટના સાચા દિગ્ગજ છે, જેમણે વર્ષોથી ભારતનું નામ રોશન કર્યું છે. તેણે ઉમેર્યું હતું કે આપણી ક્રિકેટ બાબતોનું નેતૃત્વ કરવા અને લીગને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા માટે કદાચ આનાથી વધુ સારી વ્યક્તિ અમારી પાસે ન હોઈ શકે. અમે આગળના ઉત્તેજક દિવસોની રાહ જોઈ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...