તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:રવિ શાસ્ત્રીએ કહ્યું- કામ પર પરત ફરીને સારું લાગી રહ્યું છે; રિચાર્ડસનની જગ્યાએ ટાઈને વનડે, T-20માં તક

સિડની5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટ્વિટર પર શાર્દુલ ઠાકુર, શિખર ધવન અને હાર્દિક પંડ્યાની સાથેનો ફોટો શેર કર્યો. - Divya Bhaskar
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટ્વિટર પર શાર્દુલ ઠાકુર, શિખર ધવન અને હાર્દિક પંડ્યાની સાથેનો ફોટો શેર કર્યો.

કોરોના વચ્ચે ટીમ ઇન્ડિયા પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ટીમ અત્યારે સિડનીમાં ક્વોરન્ટીન છે. કોરોના વચ્ચે ક્રિકેટ શરૂ થવાથી ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી ખુશ છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, કામ પર પરત ફરીને સારું લાગી રહ્યું છે.

જ્યારે બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ લિમિટેડ ઓવર્સની સીરિઝ માટે પોતાની ટીમમાં કેન રિચાર્ડસનની જગ્યાએ ફાસ્ટ બોલર એન્ડ્રુ ટાઈને ટીમમાં સ્થાન આપ્યું છે. રિચાર્ડસન પોતાની પત્ની અને ન્યૂ બોર્ન બેબી સાથે સમય પસાર કરવા આ સીરિઝમાં રમવાનો નથી.

હાર્દિક, ધવનની સાથે નજર આવ્યા શાસ્ત્રી
ટીમ ઇન્ડિયા અત્યારે પ્રેક્ટિસ કરી રહી છે. શાસ્ત્રીએ પ્રેક્ટિસ સેશનના ફોટોઝ ટ્વિટર પર શેર કર્યા. ફોટોઝમાં શાસ્ત્રી હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને શિખર ધવન સાથે દેખાયા હતા. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે, 3 T-20 અને 4 ટેસ્ટની સીરિઝ રમવાની છે. 27 નવેમ્બરે વનડેથી ટૂરની શરૂઆત થશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કન્ફર્મ કર્યું
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ ઓફિશિયલી જાહેર કર્યું કે રિચાર્ડસન ભારત સામે નહીં રમે. નેશનલ સિલેક્ટર ટ્રેવર હોન્સે બુધવારે કહ્યું કે, કેન માટે ટીમમાંથી નામ પાછું ખેંચવાનો નિર્ણય અઘરો હતો. તેને સિલેક્ટર્સ અને આખી ટીમનો સપોર્ટ મળ્યો છે. તે પોતાના પરિવાર સાથે એડિલેડમાં રહેવા માગે છે અને અમે તેની સાથે છીએ.

એન્ડ્રુ ટાઈ આ પહેલા ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. તે પોતાના કરિયરમાં 7 વનડે અને 26 T-20 મેચ રમ્યો છે, જેમાં તેણે અનુક્રમે 12 અને 37 વિકેટ ઝડપી છે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચતારીખસ્થળ
1st ODI (ડે નાઈટ)27 નવેમ્બરસિડની
2nd ODI (ડે નાઈટ)29 નવેમ્બરસિડની
3rd ODI (ડે નાઈટ)2 ડિસેમ્બરકેનબરા
1st T20 ( નાઈટ)4 ડિસેમ્બરકેનબરા
2nd T20 (નાઈટ)6 ડિસેમ્બરસિડની
3rd T20 (નાઈટ)8 ડિસેમ્બરસિડની
1st Test (ડે નાઈટ)17-21 ડિસેમ્બરએડિલેડ
2nd Test26-30 ડિસેમ્બરમેલબોર્ન
3rd Test07-11 જાન્યુઆરીસિડની
4th Test15-19 જાન્યુઆરીબ્રિસ્બેન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો