ઈન્ડિયન ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ T-20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે એવી ચર્ચાઓ થઈ રહી છે. આમ જોવા જઈએ તો એક પૂર્વ ક્રિકેટર અને કોચ તરીકે શાસ્ત્રીનો કરિયર ગ્રાફ સારો રહ્યો હતો, તેમના કાર્યકાળ દરમિયાન ઈન્ડિયન ટીમે ઘણી આંતરરાષ્ટ્રીય સિરીઝ પણ જીતી હતી, પરંતુ આની સાથોસાથ રવિ શાસ્ત્રી અવારનવાર વિવિધ વિવાદોમાં પણ ઘેરાયેલા રહ્યા છે. તો ચલો, આપણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની જિંદગી સાથે જોડાયેલા કેટલાક વિવાદો અંગે જાણકારી મેળવીએ.......
1. દારૂડિયો કહીને ફેન્સ ચીઢવતા
છેલ્લાં કેટલાંય વર્ષોથી ક્રિકેટ ફેન્સ રવિ શાસ્ત્રીને દારૂડિયો કહીને સંબોધતા આવ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર રવિ શાસ્ત્રીની દારૂની બોટલ સાથેની વિવિધ તસવીરો પણ શેર કરતા હોય છે. ઈન્ડિયન ફેન્સને એમ લાગે છે કે રવિ શાસ્ત્રી મોટા ભાગે દારૂના નશામાં જ ફરતો હોય છે.
વાઇરલ વીડિયો
આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવા માટે ફેન્સ બહાર ઢોલ-નગારાં સાથે બહાર ઊભા હતા. બસ જ્યારે ત્યાં ઊભી રહે છે ત્યારે રવિ શાસ્ત્રી ઊતરતાંની સાથે જ હાથમાં બિયરની બોટલ પીતો નજરે પડ્યો હતો.
ફેન્સે ટ્રોલ કર્યો
2. સૌરવ ગાંગુલી સાથે પણ વિવાદ થયો હોવાની ચર્ચાએ જોર પકડેલું
ઈન્ડિય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી અને ટીમના પૂર્વ કેપ્ટન તથા BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી વચ્ચે પણ વિવાદ સર્જાયો હતો. વર્ષ 2016માં જ્યારે CACને ટીમના નવા કોચની પસંદગીની જવાબદારી સોંપાઈ હતી ત્યારે રવિ શાસ્ત્રી ટીમના હેડ કોચ ન બની શકતાં તેણે સૌરવ ગાંગુલી પર નિશાન સાધ્યું હતું.
મહત્ત્વપૂર્ણ વાત તો એ રહી કે જ્યારે સૌરવ ગાંગુલી હેડ કોચ માટે ઈન્ટરવ્યુ લઈ રહ્યા હતા ત્યારે રવિ શાસ્ત્રી બેન્કોકમાં પરિવાર સાથે વેકેશન પર હતા, જેને કારણે તેમણે વીડિયો-કોલના માધ્યમથી ઈન્ટરવ્યુ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. સૌરવ ગાંગુલીને આ વાત જરાય પણ પસંદ ન આવી અને તેણે રવિ શાસ્ત્રીનો ઈન્ટરવ્યુ જ રદ કરી દીધો. ત્યાર પછી બંને એકબીજા વિરોધી નિવેદનો આપતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઇએ કે એ સમયે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને VVS લક્ષ્મણ CACના સભ્ય હતા. જોકે ગાંગુલી જ્યારે BCCIના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે શાસ્ત્રીએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને બંને વચ્ચેના વિવાદોની પણ ખંડણી કરી હતી.
3. 'અઝહર' મૂવી પછી પણ શાસ્ત્રી વિવાદોમાં ઘેરાયો
2016માં ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની બાયોપિક 'અઝહર' રિલીઝ થઈ હતી. આ મૂવીમાં અઝહરની ભૂમિકા બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને રવિ શાસ્ત્રીની ભૂમિકા ગૌતમ ગુલાટી નિભાવી રહ્યો હતો. આ ફિલ્મ સામે રવિ શાસ્ત્રીએ વિરોધ કર્યો હતો, તેણે કહ્યું હતું કે અહીં મારું ચરિત્ર ખરાબ રીતે પ્રકાશિત કરાયું છે. અઝહર મૂવીના એક સીનમાં શાસ્ત્રીને એક મહિલા સાથે આપત્તિજનક હાલતમાં દેખાડાયો હતો, જેને કારણે તેણે ફિલ્મ મેકર્સ સામે પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા.
4. રવિ શાસ્ત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું
2018-2019માં ઈન્ડિયન ટીમ ઓસ્ટ્રેલિયા ટૂર પર ગઈ હતી, જ્યાં ઈન્ડિયાએ એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 31 રનથી જીતી લીધી હતી. આ યાદગાર જીત પછી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ એક લાઇવ શો દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ શોના હોસ્ટ સુનીલ ગાવસ્કરે જ્યારે તેમને પૂછ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમે ઈન્ડિયા સારી ટક્કર આપી રહી હતી, ત્યારે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કેવું હતું? એવામાં શાસ્ત્રીએ જવાબ આપતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે ઘણું વાઈરલ થયું હતું.
5. મેચ દરમિયાન શાસ્ત્રી ઊંઘી ગયો હોય એવી તસવીરો વાઇરલ
ઓક્ટોબર 2019માં ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન તે ઊંઘતો જોવા મળ્યો હતો. રવિ શાસ્ત્રીની આ તસવીર ગણતરીના સમયમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી. ટ્વિટર પર પણ ફેન્સે રવિ શાસ્ત્રી પર નિશાન સાધ્યું હતું, યુઝર્સે કહ્યું હતું કે નોકરી હોય તો શાસ્ત્રી સાહેબ જેવી, ખાવાનું-પીવાનું અને ઊંઘતાં ઊંઘતાં કરોડો રૂપિયાનો પગાર લેવો. જોકે રવિ શાસ્ત્રીએ આ તમામ ટ્રોલર્સનાં વાઇરલ ટ્વીટની ખંડણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.