તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રમીઝ રાઝા PCBના નવા ચેરમેન:પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની મુલાકાતે પહોંચ્યા, નવી જોબ ઓફર સ્વીકારી; એહસાન મનીના સ્થાને નિયુક્ત થયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
રમીઝે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 57 ટેસ્ટ અને 198 વનડે રમી હતી. જેમાં તેણે ટેસ્ટમાં 2833 રન અને વનડેમાં 5841 રન કર્યા હતા.  - Divya Bhaskar
રમીઝે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 57 ટેસ્ટ અને 198 વનડે રમી હતી. જેમાં તેણે ટેસ્ટમાં 2833 રન અને વનડેમાં 5841 રન કર્યા હતા. 
  • રમીઝના કારણે ICC દ્વારા પણ સહાયતા મળવાની સંભાવના
  • BCCI અને PCB વચ્ચે પણ સંબંધો સુધરી શકે છે

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા ચેરમેન તરીકે કાર્યરત થશે. તેમણે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મળીને નવી જોબ ઓફર સ્વીકારી હતી. રમીઝ રાજા હવે એહસાન મનીના સ્થાને નિયુક્ત થશે.

23 ઓગસ્ટે ઈમરાનની મુલાકાતે પહોંચ્યા રમીઝ રાજા
ઈમરાને રમીઝ અને એહસાનને 23 ઓગસ્ટે મીટિંગમાં જોડાવવા કહ્યું હતું. મીડિયાના અહેવાલો પ્રમાણે PCBના પૈટ્રેન ઈન ચીફ ઈમરાનના મત મુજબ PCBનું નેતૃત્વ અનુભવી ક્રિકેટર કરે, જેના કારણે તેમણે 59 વર્ષીય રમીઝ રાજાને જવાબદારી સોંપી હતી.

76 વર્ષના એહસાન મણીનો કાર્યકાળ બુધવારે સમાપ્ત થયો.
76 વર્ષના એહસાન મણીનો કાર્યકાળ બુધવારે સમાપ્ત થયો.

વડાપ્રધાન 3 દિવસ પછી નિર્ણય લેશે
રમીઝ રાજાએ કહ્યું હતું કે મેં મારો પ્લાન ઈમરાન ખાનને આપી દીધો છે હવે તે નિર્ણય લેશે. 3 દિવસ પછી એટલે કે ગુરુવારે વડાપ્રધાને રમીઝ રાજાની ઓફરનો સ્વીકાર કરી લીધો છે.

રમીઝે 57 ટેસ્ટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું
રમીઝે કહ્યું હતું કે મારો ધ્યેય પાકિસ્તાન ક્રિકેટને આગળ વધારવાનો છે. જેના માટે મોટાપાયે ફેરફાર કરાવાની જરૂર છે. રમીઝે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 57 ટેસ્ટ અને 198 વનડે રમી હતી. જેમાં તેણે ટેસ્ટમાં 2833 રન અને વનડેમાં 5841 રન કર્યા હતા.

રમીઝ રાજાએ IPLમાં કોમેન્ટ્રી પણ કરી છે. થોડા વર્ષો પહેલા ભારત-પાકિસ્તાન સંબંધો બગડ્યા ત્યારે રમીઝ-શોએબ સહિત કેટલાક ખેલાડીઓને કોમેન્ટ્રી કરવાથી રોકવામાં આવ્યા હતા.
રમીઝ રાજાએ IPLમાં કોમેન્ટ્રી પણ કરી છે. થોડા વર્ષો પહેલા ભારત-પાકિસ્તાન સંબંધો બગડ્યા ત્યારે રમીઝ-શોએબ સહિત કેટલાક ખેલાડીઓને કોમેન્ટ્રી કરવાથી રોકવામાં આવ્યા હતા.

રમીઝના કારણે ICC દ્વારા પણ સહાયતા મળશે
રમીઝને પસંદ કર્યા પહેલા ઈમરાને અહેસાન મની સાથે વાતચીત કરી હતી, 76 વર્ષીય અહેસાનનો કાર્યકાળ બુધવારે સમાપ્ત થઈ ગયો હતો. PCB અને ICC બંને, આ પોઝિશન માટે અહેસાનને ઘણા ઉંમરલાયક સમજતા હતા. એહસાનના કારણે PCBના ICCમાં ઘણા ઓછા મિત્રો રહ્યા હતા.

BCCI અને PCB વચ્ચે પણ સંબંધો સુધરી શકે છે
એહસાનના કાર્યકાળમાં PCB અને BCCIના સંબંધોમાં કોઇ સુધાર આવ્યો નહતો. વળી રમીઝના BCCIમાં ઘણા મિત્રો છે. તેવામાં ICCના સૌથી પાવરફુલ બોડી BCCI દ્વારા પણ રમીઝને ઘણી સહાયતા મળી શકે છે. જોકે રમીઝને આના માટે ઘણી મહેનત કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...