ટીમ ઈન્ડિયાની હાર પર પાકિસ્તાની પ્લેયર્સનો કટાક્ષ:રમીઝ રાજા બોલ્યો- કરોડોના IPLનો શું ફાયદો મળ્યો; શોએબે કહ્યું- ભારત ખૂબ જ ખરાબ રીતે હાર્યું

3 મહિનો પહેલા

ટીમ ઈન્ડિયાને T20માં સેમિફાઈનલમાં હાર મળ્યા પછી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ હાલ હવે મજાક ઊડાડી રહ્યા છે. શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBના ચીફ રમીઝ રાજા, શોએબ અખ્તર અને વસીમ અકરમ જેવા દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન વિશે પોતાની વાત કરી છે.

રમીઝ રાજાએ કહ્યું હતું કે 'અબજો ડોલરની લીગના ક્રિકેટર્સ પાછળ રહી ગઈ અને પાકિસ્તાન આગળ નીકળી ગઈ.' તો દુનિયાના સૌથી ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ઈન્ડિયન પેસ બેટરી વિશે કહ્યું હતું કે 'ભારતમાં કોઈ એક્સપ્રેસ ફાસ્ટ બોલર નથી.' પૂર્વ કેપ્ટન વસીમ અકરમે આ વિશે કહ્યું હતું કે 'IPL એકદમ કામ વગરની લીગ રહી છે.'

આ સ્ટોરીમાં એક-એક કરીને જણીશું કે કોણે શું કહ્યું છે? સાથે જ સેમિફાઈનલમાં હાર મળ્યા પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના શું રિએકશ્ન હતા, તે જાણીશું...

1. રમીઝ રાજા: અમારા ખેલાડીઓ ભારતીયથી શાનદાર
ભારત-પાકિસ્તાન ફાઈનલ નહિ થવાના સવાલ પર રમીઝે કહ્યું હતું કે 'ઘણા લોકોએ ટીમ પર શંકા વ્યક્ત કરી હતી. આ વર્લ્ડ કપએ દેખાડી દીધું છે કે વર્લ્ડ ક્રિકેટ કેટલા પાછળ રહા ગયા છે અને પાકિસ્તાન કેટલું આગળ નીકળી ગયું છે. આ વર્લ્ડ કપમાં બિલિયન-ડોલરની ઇન્ડસ્ટ્રીવાળી ટીમ પાછળ રહી ગઈ અને અમે આગળ નીકળી ગયા છીએ. અમે શાનદાર પ્રદર્શન કર્યું છે. એટલે જ અમે આ અંગે જશ્ન મનાવાનો હક છે.'

2. શોએબ અખ્તરે કહ્યું - ભારતની પાસે કંડીશનલ ફાસ્ટ બોલર છે
શોએબ અખ્તરે કહ્યું હતું કે 'ઈન્ડિયાની શરમજનક હાર... આ ટીમ ખૂબ જ ખરાબ રમી અને તેઓ આને જ લાયક હતી. હૈરાનીની વાત છે કે તમે એક પણ વિકેટ લઈ શક્યા નથી. તમારી બોલિંગ પૂરી રીતે એક્સપોઝ થઈ ગઈ છે. ભારતની પાસે કંડીશનલ ફાસ્ટ બોલર છે. કંડીશન સારી હોય, તો સારી બોલિંગ કરે છે... બાકી નહિ. કોઈ એક્સપ્રેસ ફાસ્ટ બોલર નથી. સિલેક્શન પણ કન્ફ્યૂઝ કરે છે. વિચાર્યું હતું કે મેલબોર્નમાં સાથે ફાઈનલ રમીશું, પણ એવું થયું નહિ...'

3. વસીમ અકરમ: IPLનો કોઈ જ ફાયદો થયો નહિ
એક પાકિસ્તાની છાપા સાથે વાતચીતમાં ટીમ ઈન્ડિયાના કોટ રાહુલ દ્રવિડના નિવેદન વિશે પ્રતિક્રિયા આપતા વસીમ અકરમે કહ્યું હતું કે 'IPLનો કોઈ ફાયદો નથી.' અકરમે દલીલ કરી હતી કે 'ભારત 2007માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તેના પછી જ 2008માં IPL આવ્યું હતું. આ પછી ભારત ક્યારેય પણ વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. આનો મતલબ એ જ છે તે IPLનો કોઈ જ ફાયદો થયો જ નથી.'

સેમિફાઈનલ મેચ પછી રાહુલ દ્રવિડે ભારતીય ખેલાડીઓ વિદેશી લીગ અને ખાસ કરીને બિગ બૈશ લીગ રમવાના સવાલ પર કહ્યું હતું કે 'અમારી પાસે વિદેશી લીગ રમવાનો ટાઈમ નથી.'

હવે જાણો ટીમ ઈન્ડિયા કેવી રીતે હારી ગઈ
ટીમ ઈન્ડિયાએ આપેલા 169 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડના ઓપનર્સે પાર પાડી લીધો હતો. ઇંગ્લેન્ડના બન્ને ઓપનર્સે ટીમ ઈન્ડિયાના બોલર્સની ધોલાઈ કરી હતી. તેઓએ આ ટાર્ગેટ 16 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. એલેક્સે હેલ્સે 47 બોલમાં 86 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 182.98ની સ્ટ્રાઈક રેટથી 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તો જોસ બટલરે 49 બોલમાં 163.27ની સ્ટ્રાઈક રેટથી અને 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા હતા

13 નવેમ્બરે મેલબોર્નમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ
13 નવેમ્બર એટલે કે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે ફાઈનલ મેચ રમાશે. પાકિસ્તાને પહેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં બાર આઝમ અને મોહમ્મદ રિઝવાને ફિફ્ટી ફટકારીને ટીમને જીતની નજીક લાવી દીધું હતું. તો ટીમના ફાસ્ટ બોલર્સે પણ શાનદાર પ્રદર્શન આપ્યું હતું.

હવે જુઓ ટીમ ઈન્ડિયાના પ્લેયર્સના રિએક્શન

કોહલીએ ઇમોશનલ પોસ્ટ કરી- નિરાશા સાથે ઓસ્ટ્રેલિયા છોડી રહ્યા છીએ... કમબેક કરીશું
આ હાર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઇમોશનલ પોસ્ટ કરી હતી. કોહલીએ લખ્યું હતું કે 'અમે તમારા સપનાને પુરો કરી શક્યા નથી. આ નિરાશા સાથે જ ઓસ્ટ્રેલિયા છોડી રહ્યો છું, પરંતુ એક ટીમની રીતે અમે અહીંથી ઘણી યાદો લઈને જઈ રહ્યા છીએ. હવે અહીંથી વધુ સારું પ્રદર્શન કરવાનો લક્ષ્ય છે.'

કેએલ રાહુલ અને અર્શદીપે પણ પોસ્ટ કરી...

હાર્દિક પંડ્યાએ પણ હાર પછી પોસ્ટ કરી...