• Gujarati News
  • Sports
  • Cricket
  • Raina, Who Received Rs 11 Crore Last Year, Did Not Find A Buyer, Cummins Warner Price Fell More Than 50%

અહીં નામ નહીં, કામ વેચાય છે...:ગયા વર્ષે 11 કરોડ મેળવનારા રૈનાને ખરીદદાર ના મળ્યો, કમિન્સ-વૉર્નરની કિંમત 50%થી વધુ ઘટી

બેંગલુરુ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેશ રૈના - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરેશ રૈના - ફાઇલ તસવીર
  • આઈપીએલ ઑક્શન - 550 કરોડમાં 204 ખેલાડી વેચાયા

આઈપીએલની 15મી સિઝન માટે બે દિવસીય મેગા નિલામી રવિવારે પૂરી થઈ. દસ ટીમોએ રૂ. 551.70 કરોડનો ખ્ચ કરીને 600માંથી 204 ખલેાડી પર દાવ લગાવ્યો. તેમાંથી 137 ખેલાડી ભારતીય અને 67 વિદેશી છે. આ પૈકી 107 ખેલાડી કેપ્ડ અને 97 ખેલાડી અનકેપ્ડ વેચાયા. કુલ 108 ખેલાડી રૂ. એક કરોડથી વધુ રકમમાં ખરીદાયા છે. 14મી સિઝનમાં રૂ. 11 કરોડ મેળવનારા સુરેશ રૈનાને આ વખતે કોઈ ખરીદાર ના મળ્યો. આ ઉપરાંત કમિન્સ-મનીષ પાંડે, વૉર્નર સહિત અનેક ખેલાડી એવા રહ્યા, જે ગયા વખત કરતા અડધી કિંમતે વેચાયા.

ઈશાન રૂ. 15.25 કરોડમાં સૌથી મોંઘો, ગયા વર્ષે રૂ. 16.25 કરોડમાં ક્રિસ હતો

ખેલાડીટીમકેટેગરીરકમ (કરોડમાં)
ઈશાનમુંબઈવિકેટકીપર15.25
ડી. ચાહરચેન્નઈબોલર14
શ્રેયસકોલકાતાબેટ્સમેન12.25
લિવિંગસ્ટોનપંજાબઑલરાઉન્ડર11.5
શાર્દૂલદિલ્હીબોલર10.75
હર્ષલબેંગલુરુઑલરાઉન્ડર10.75
પૂરનહૈદરાબાદવિકેટકીપર10.75
ફર્ગ્યુસનગુજરાતબોલર10
આવેશલખનઉબોલર10
પ્રસિદ્ધરાજસ્થાનબોલર10

આ ન વેચાયા: રૈનાને વિવાદ નડ્યો, (રકમ કરોડમાં)

ખેલાડીબેઝ પ્રાઈઝ2021
સુરેશ રૈના2 કરોડ11 કરોડ
સ્ટિવ સ્મિથ2 કરોડ2.6 કરોડ
શાકિબ2 કરોડ3.2 કરોડ
ઈમરાન તાહિર2 કરોડ1 કરોડ
ઈયોન મોર્ગન1.5 કરોડ5.2 કરોડ

આમની કિંમત ઘટી: ખરાબ પ્રદર્શન ભારે પડ્યું, (રકમ કરોડમાં)

ખેલાડી20212022
અશ્વિન7.60 (દિલ્હી)5.00(રાજસ્થાન)
કમિન્સ15.50 (કેકેઆર)7.25(કેકેઆર)
વોર્નર12 (હૈદરાબાદ)6.25(દિલ્હી)
મનીષ પાંડે11(હૈદરાબાદ)4.60(લખનઉ)
ડ્વેન બ્રાવો6.40(ચેન્નઈ)4.40(ચેન્નઈ)

રાજ બાવા 2 કરોડમાં વેચાયો

અન્ડર-19 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહેલા રાજ બાવાને પંજાબ કિંગ્સે 2 કરોડમાં ખરીદયો. કેપ્ટન યશ ઢુલ 50 લાખમાં વેચાયો.

લિવિંગસ્ટોન સૌથી મોંઘો વિદેશી
આ વખતની હરાજીનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી ઇંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન રહ્યો. તેને પંજાબ કિંગ્સે 11.50 કરોડ રૂ.માં ખરીદયો.

અર્જુન 10 લાખ વધુમાં વેચાયો
તેંડુલકરના દીકરા અર્જુનને મુંબઈએ 30 લાખમાં ખરીદ્યો. બેઝ પ્રાઈઝ 20 લાખ હતી. ગત વર્ષે મુંબઈએ અર્જુનને 20 લાખમાં ખરીદી લીધો હતો.

ગુજરાત ટાઇટન્સ: 90 કરોડમાં 23 ખેલાડી ખરીદ્યા
અમદાવાદની ટીમ ગુજરાત ટાઇટન્સે કુલ 89.85 કરોડ રૂપિયામાં 23 ખેલાડી ખરીદ્યા છે. જેમાં 8 વિદેશી ખેલાડી સામેલ છે. હાર્દિક તથા અફઘાનિસ્તાનનો સ્પીનર રશિદ 15-15 કરોડમાં વેચાયા છે. ગિલ 8 કરોડ, શમી 6.25 કરોડ તથા તેવટિયા 9 કરોડમાં વેચાયો હતો. અન્ય ખેલાડીઓમાં લૉકી ફર્ગ્યુસન 10 કરોડ, અભિનવ મનોહર 2.60 કરોડ, જેસન રે 2 કરોડ, આર.સાંઇ કિશોર 3 કરોડ, નૂર અહેમદ 30 લાખ, સાઇ સુદર્શન 20 લાખ, યશ દયાલ 3.20 કરોડ, મેથ્યુ વૅડ 2.40 કરોડમાં વેચાયા હતા.