ભારત-પાકિસ્તાન મેચમાં ફેન્સ માટે 'ચિંતા'નાં વાદળ:23 ઓક્ટોબરે મેલબોર્નમાં વરસાદની આગાહી, પહેલી વખત ધોવાઈ શકે છે આ હાઇ વોલ્ટેજ મુકાબલો

2 મહિનો પહેલા

ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઇ છે. જોકે, દુનિયાભરના ફેન્સને 23 ઓક્ટોબરની રાહ છે. આ દિવસે ટૂર્નામેન્ટનો સૌથી સુપરહિટ મુકાબલો થવાનો છે. એટલે ભારત Vs પાકિસ્તાનનો મહામુકાબલો. આ મેચની ટિકિટનું બુકિંગ શરૂ થવાના 10 મિનિટમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થઇ ગઇ હતી. અંદાજ છે કે 8 લાખ જેટલા લોકો આ મેચ નિહાળવા માટે આવી શકે છે. ભારત અને પાકિસ્તાનથી કોઈ ફેન્સ ખાસ કરીને આ મેચ જોવા ઓસ્ટ્રેલિયા જઇ રહ્યા છે, પરંતુ ફેન્સ સહિત ICCની તમામ આશાઓ પર વરસાદ પાણી ફેરવી શકે છે.

1992થી લઇને અત્યાર સુધીમાં વન ડે અને ટી-20 વર્લ્ડ કપ મળીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 મુકાબલા રમાઇ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી એક પણ મેચ વરસાદના કારણે રદ્દ નથી થઇ.

23 ઓક્ટોબરે મેલબોર્નમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. એવું થાય છે તો વનડ અને ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલો મુકાબલો હશે જ્યારે ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ મુશ્કેલી સર્જી શકે છે.

રવિવારે આખો દિવસ વરસાદની આગાહી

ભારતીય સમય અનુસાર, મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ત્યાં, સ્થાનિક સમય અનુસાર, રાત્રે સાડા સાત વાગ્યે આ મેચ શરૂ થવાની છે. NDTVના રિપોર્ટ અનુસાર, આ મેચ વરસાદના કારણે ધોવાઈ શકે છે.

માહિતી અનુસાર, રવિવારે મેલબોર્નમાં સવારે 85%, સાંજે 75% અને રાત્રે 76% વરસાદની આગાહી છે. તેવામાં પાકિસ્તાન અને ભારત સહિત દુનિયાભરના કરોડો ફેન્સના અરમાનો પર પાણી ફરી શકે છે. ઓસ્ટ્રેલિયાઈ સરકારના સરકારી હવામાન વિભાગના અનુસાર, રવિવારે કુલ 80 ટકા વરસાદ વરસી શકે છે.

ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે બીજા વાર્મઅપ મેચ રમાવાની હતી. તે પણ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ.
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે બીજા વાર્મઅપ મેચ રમાવાની હતી. તે પણ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ.

મેચના ત્રણ દિવસ પહેલા જ વરસાદની આશંકા

ત્યારે, BOM વેબસાઇટ અનુસાર, મેચના ત્રણ દિવસ પહેલા જ વરસાદ શરૂ થઇ શકે છે. વેબસાઇટ અનુસાર, રવિવારે સાંજે 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા દક્ષિણ તરફ ચાલશે. ત્યારે, 80 ટકા વરસાદની શક્યતા છે.

વેબસાઇટના અનુસાર, શુક્રવારે પણ મેલબોર્નમાં સવારે જ વાવાઝોડા સાથે વરસાદની 95 ટકા શક્યતા છે. ત્યારે, શનિવારે પણ દિવસભર વાદળ છવાયેલા રહી શકે છે અને વરસાદ પણ વરસી શકે છે. સાથે જ હવા દક્ષિણથી પશ્ચિમ તરફ 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલવાની શક્યતા છે. જ્યારે સવારે અને બપોરે હવા દક્ષિણ તરફથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલવાની સંભાવના છે.

વરસાદના કારણે મેચ ન થવા પર બન્ને ટીમોને 1-1 પોઇન્ટ
ટી-20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઇંગ સ્ટેજ અને સુપર-12 રાઉન્ડ માટે રિઝર્વ ડે નથી. એટલે જો વરસાદ કે કોઈ વીજા કારણે મેચ નહીં થાય તો બંને ટીમને 1-1 પોઇન્ટ મળશે. જોકે વરસાદ થોડી વાર માટે જ મુશ્કેલી ઉભી કરે તો મેચમાં ઓવર ઓછી પણ થઇ શકે છે. મેચ રમાડવા માટે ઓછામાં ઓછી એવી સ્થિતિ હોવી જોઇએ કે બંને ઇનિંગમાં 5-5 ઓવર ફેંકી શકાય.

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ ક્યારેય નથી આવ્યું વરસાદી સંકટ
ભારત-પાકિસ્તાન ટી-20 અને વનડે વર્લ્ડ કપમાં હજુ સુધી 13 વખત ટકરાયા છે. જેમાંથી કોઇ પણ મેચમાં વરસાદનું સંકટ નથી આવ્યું. વનડેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 7 મુકાબલા થયા છે. સાતેય ભારતે જીત્યા છે. ત્યારે ટી-20માં બંને ટીમો 6 વખત ટકરાય છે. જેમાં 5 ભારતે જીતી તો 1માં પાકિસ્તાને બાજી મારી.

અન્ય સમાચારો પણ છે...